________________
પ્રતિપત્તિ-૧
૨૯
(૧) ઔદારિક શરીર– ઔદારિક શબ્દ-ઉદાર શબ્દથી બન્યો છે. ઉદાર શબ્દના ચાર અર્થ છે (૧) ઉદાર = પ્રધાન, (ર) ઉદાર = વિશાળ, વિસ્તૃત, (૩) ઉદાર = માંસ, મજ્જા, હાડકા વગેરે (૪) ઉદાર = સ્થૂલ. (૧) જે શરીર અન્ય શરીરોમાં પ્રધાન હોય તે ઔદારિક શરીર કહેવાય છે. તીર્થંકરો, ગણધરો આદિ ચરમ શરીરી જીવોને આ શરીર હોય છે તથા ઔદારિક શરીર દ્વારા જ જીવ મુક્તિ ગમનમાં સહાયક એવી સંયમ સાધના કરી શકે છે, માટે અન્ય શરીરોમાં તે પ્રધાન છે (૨) ઔદારિક શરીરની અવગાહના અન્ય શરીર કરતાં વધુ મોટી હોય છે. વનસ્પતિકાયિક જીવોની અપેક્ષાએ ઔદારિક શરીરની ઉત્કૃષ્ટ અવગાહના હજાર યોજન છે. વૈક્રિય શરીરની અવગાહના ૫૦૦ ધનુષ્યની છે, જોકે ઉત્તર વૈક્રિય શરીરની અવગાહના લાખ યોજનની છે પણ તે અલ્પકાળ માટે જ હોય છે, ભવ પર્યંત રહેતી નથી તેથી તેની ગણના ન કરતાં ઔદારિક શરીર જ અન્ય શરીરોમાં વિશાળ હોવાથી તેને ઉદાર-ઔદારિક શરીર કહે છે. (૩) માંસ, હાડકા, સ્નાયુ વગેરેથી બદ્ધ શરીર ઔદારિક શરીર કહેવાય છે. પાંચ શરીરમાંથી એક માત્ર ઔદારિક શરીર જ માંસ, મજ્જા, લોહી વગેરેનું બનેલું હોય છે. અન્ય શરીરમાં માંસ આદિ હોતા નથી. (૪) ઔદારિક શરીર વૈક્રિયાદિ શરીરોની અપેક્ષાએ ઉદાર—સ્થૂલ પુદ્ગલોથી બનેલું હોવાથી તે ઔદારિક શરીર કહેવાય છે. આ શરીર મનુષ્ય અને તિર્યંચોને હોય છે.
(૨) વૈક્રિય શરીર– જે શરીર દ્વારા વિવિધ, વિશિષ્ટ ક્રિયાઓ થઈશકે, જે શરીર દ્વારા નાના-મોટા, દશ્ય-અદશ્ય આદિ અનેક રૂપો બનાવી શકાય, તે શરીર વૈક્રિય શરીર કહેવાય છે. તેના બે ભેદ છે– (૧) લબ્ધિ પ્રત્યયિક (૨) ભવ પ્રત્યકિ, (૧) જે શરીર વિશિષ્ટ લબ્ધિના પ્રયોગથી વૈક્રિય પુદ્ગલ દ્વારા બનાવવામાં આવે તે લબ્ધિ પ્રત્યધિક વૈક્રિય શરીર કહેવાય છે. લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર મનુષ્ય અને તિર્યંચને હોય છે.(૨) જે વૈક્રિય શરીર ભવના નિમિત્તથી જ પ્રાપ્ત થાય છે, તે ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર કહેવાય છે. ભવપ્રત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને હોય છે.
વૈક્રિય શરીરમાં લોહી, માંસ આદિ હોતા નથી. તેમાં સડન, પડળ, ગલન, વિધ્વંસન આદિ થતું નથી. મૃત્યુ પછી તે શરીર સ્વતઃ વિસરાળ વિશીર્ણ થઈ જાય છે. તેના પુદ્ગલો ઔદારિક પુદ્ગલોથી સૂક્ષ્મ અને અસંખ્યાતગુણા અધિક હોય છે.
(૩) આહા૨ક શરીર– ચૌદ પૂર્વધર મુનિ વિશિષ્ટ પ્રયોજનથી આહારક લબ્ધિનો પ્રયોગ કરીને જે શરીર બનાવે છે તેને આહારક શરીર કહે છે. આહારક શરીર બનાવવાના મુખ્ય ચાર પ્રયોજન છે. पाणिदयरिद्धिदंसण, सुमपयत्थावगाहहेडंवा । સુહૃનપયત્યાવાહહેડ
સંસવા ડેવથ, માં વિખાયમૂમિ [જીવાભિગમ ટીકા]
અર્થ– (૧) પ્રાણી દયા (૨) તીર્થંકરોની ઋદ્ધિના દર્શન (૩) સૂક્ષ્મ પદાર્થોની જાણકારી (૪) સંશયનું નિવારણ, આ ચાર કારણથી ચૌદપૂર્વધર મુનિ એક હાથ પ્રમાણ, સ્ફટિક જેવું નિર્મળ આહારક શરીર બનાવે છે. તેને તીર્થંકર પાસે અથવા લિક્ષિત સ્થાને મોકલે છે અને પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. તેની સ્થિતિ અંતર્મુહૂર્તની છે. અંતર્મુહૂર્તમાં જ તે પોતાનું કાર્ય પૂર્ણ કરીને સ્વશરીરમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આહારક લબ્ધિ અપ્રમત્ત સંયમીને ઉપલબ્ધ થાય છે અને તેનો પ્રયોગ પ્રમત્ત સંયમી અવસ્થામાં થાય છે. તે લબ્ધિ પ્રયોગ યુક્ત જીવ લોકમાં ક્યારેક હોય અને ક્યારેક હોતા નથી. જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ સુધી તેનો અભાવ રહે છે. તેના પુદ્દગલો વૈક્રિય શરીરથી સૂક્ષ્મ, અસંખ્યાત ગુણા અધિક, સ્ફટિક જેવા સ્વચ્છ અને નિર્મળ હોય છે.
(૪) તૈજસ શરીર– જે શરીર સ્થૂલ શરીરની દીપ્તિ અને પ્રભાનું કારણ છે, તે તૈજસ શરીર છે. તે સૂક્ષ્મ શરીર છે. તેજસ શરીર તેજોમય હોવાથી ભોજનને પચાવે છે. તેજના વિકારરૂપ હોવાથી તે તૈજસ