________________
[
s ]
શ્રી રાયપસણીય સૂત્ર
६२ तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य समामेव समोसरणं करेंति, करित्ता त चेव भाणियव्वं जाव दिव्वे देवरमणे पवत्ते या वि होत्था ।
तए णं ते बहवे देवकुमारा यदेवकुमारीओ य(समणस्स भगवओ महावीरस्स...?) गोयमइयाणं समणाणं णिग्गंथाणं आवङपच्चावडसेढिपसेढी-सोत्थिय पूसमाणववद्धमाणग-मच्छंडग मगरंडग-जार-मा-फुल्लावलि-पउमपत्त- सागरतरंग-वसंतलयापउमलय भत्तिचित्तं णाम दिव्वं णट्टविहिं उवदर्सेति । ભાવાર્થ:- ત્યાર પછી બીજી નાટ્યવિધિ બતાવવા પૂર્વે તે દેવકુમાર અને દેવકુમારીઓ એક સાથે પ્રકટ થઈ એકત્રિત થયા યાવતું દિવ્ય દેવરમતમાં પ્રવૃત્ત થયા, ત્યાં સુધી પૂર્વવત્ સમજવું અર્થાત્ પંક્તિબદ્ધ બન્યા, એકી સાથે વંદન કર્યું, દિવ્યવાદન, દિવ્યસંગીત અને દિવ્ય નૃત્ય, દેવક્રીડા-રમત કરી.
ત્યાર પછી તે ઘણા દેવકુમાર અને દેવકુમારિકાએ(શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમક્ષ...) ગૌતમાદિ શ્રમણોની સમક્ષ બીજું દિવ્ય નાટક બતાવતાં આવર્ત, પ્રત્યાવર્ત, શ્રેણી, પ્રશ્રેણી, સ્વસ્તિક, પુષ્યમાણવક, વર્ધમાનક, મસ્યાંડક, મકરાંડક, જારમાર(એક પ્રકારનું જલચર પ્રાણી), પુષ્પાવલિ, પદ્મપત્ર, સાગરતરંગ, વાસંતીલતા અને પદ્મલતા ભક્તિચિત્ર નામના દિવ્ય અભિનયો કર્યા.રા. ६३ एवं च एक्किक्कियाए णट्टविहीए समोसरणादिया एसा वत्तव्वया जाव दिव्वे देवरमणे पवत्ते या वि होत्था ।
तएणं ते बहवे देवकुमारा य देवकुमारीओ य(समणस्स भगवओ महावीरस्स...?) गोयमाइयाणं समणाणं णिग्गंथाणं ईहामियउसभतुरगण-मग-विहग-वालग-किण्णररुरु सरभचमर-कुंजर-वणलय-पउमलय-भत्तिचित्तं णामं दिव्वं णट्टविहिं उवदर्सेति । ભાવાર્થ:- તે જ રીતે પ્રત્યેક નાટક બતાવ્યા પછી તે દેવકુમારો અને દેવકારીઓ એક સાથે એકત્રિત થઈને વંદન કરવાથી લઈ દિવ્ય દેવક્રીડામાં પ્રવૃત્ત થવા સુધીની સમસ્ત પૂર્વોક્ત વિધિ કરતા હતા.
ત્યાર પછી ઘણા દેવકુમાર અને દેવકુમારિકાઓએ(શ્રમણ ભગવાન મહાવીરને?) ગૌતમાદિ શ્રમણ નિગ્રંથોને ત્રીજું નાટક બતાવતા ઈહામૃગ વરુ, બળદ, અશ્વ, મનુષ્ય, પક્ષી, સર્પ, કિન્નર, રુરુ-કસ્તુરી મૃગ, સરભ-અષ્ટાપદ, ચમરી ગાય, કુંજર, વનલતા અને પદ્મલતા ભક્તિચિત્ર નામના અભિનયો કર્યા.lal નોંધ - સૂત્ર ૧, ૨, ૩માં “શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની સમક્ષ' નાટક બતાવવાનો પાઠ પ્રતોમાં મળે છે પરંતુ સૂત્રોક્ત ભાવોથી તે અશુદ્ધ જણાય છે માટે તે પાઠને અહીં કૌંસમાં રાખ્યો છે. ६४ एगओ वंकं, एगओ चक्कवालं, दुहओ चक्कवालं, चक्कद्धचक्कवालं णामं दिव्वं णट्टविहिं उवदंसेति । ભાવાર્થ:- ચોથું દિવ્ય નાટક બતાવતાં તેઓએ એક દિશામાં ધનુષાકાર શ્રેણી બનાવીને એકતો વક્ર, એક દિશામાં ચક્રાકાર શ્રેણી બનાવીને એકતો ચક્રવાલ, સામસામી બે દિશામાં ચક્ર બનાવીને દ્વિવિધ ચક્રવાલ ભક્તિચિત્ર નામવાળા દિવ્ય અભિનયો કર્યા. ૪