________________
| પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ
| ૪૫ |
(૨૫) કચ્છપી વીણા (૨૬) ચિત્ર વીણાને કૂટતા હતા; (૨૭) બદ્વીસ (૨૮) સુઘોષા (૨૯) નંદી ઘોષાનું સારણ કરતાં હતાં; (૩૦) ભ્રામરી વીણા (૩૧) પભ્રામરી વીણા (૩૨) પરિવાદિની વીણાનું સ્ફોટન કરતાં હતાં; (૩૩) તૃણ (૩૪) તુંબ વીણાને છેડતા હતા; (૩૫) આમોટ (૩૬) ઝાંઝ (૩૭) નકુલને પરસ્પર ખણખણાવતાં હતાં; (૩૮) મુકુંદ (૩૯) હુક્ક (૪૦) વિચિક્કીને ધીમેથી છેડતા હતા (૪૧) કરડ (૪૨) ડિડિમ (૪૩) કિણિક (૪૪) કોંબને વગાડતા હતા; (૪૫) દર્દક (૪૬) દર્દરિકા (૪૭) કુતુબા (૪૮) કલશિકા (૪૯) મડક્કને જોર-જોરથી તાડન કરતાં હતાં; (૫૦) તલ (૫૧) તાલ (પર) કાસ્પતાલને ધીમેથી તાડન કરતાં હતાં; (પ૩) ગિરિસિકા (૫૪) લતિકા (૫૫) મકરિકા (પદ) શિશુમારિકાનું ઘટ્ટન કરતા હતા; (૫૭) વંશી (૫૮) વેણુવાલી (૫૯) પરિલ્લી (0) બદ્ધકોને ફૂંકતાં હતાં.
६० तए णं से दिव्वे गीए, दिव्वे वाइए, दिव्वे णट्टे; एवं अब्भूए, सिंगारे, उराले, मणुण्णे; मणहरे गीए, मणहरे वाइए, मणहरे णट्टे, उप्पिजलभूए, कहकहभूए, दिव्वे देवरमणे पवत्ते यावि होत्था । ભાવાર્થ :- દિવ્ય સંગીત, દિવ્ય વાદન અને દિવ્ય નૃત્ય; અદ્ભુત, શૃંગારરૂપ, પરિપૂર્ણ ગુણયુક્ત હોવાથી ઉદાર, દર્શકોને મનોનુકલ હોવાથી મનોજ્ઞ અને મનોહર ગીત, મનોહર વાધવાદન અને મનોહર નૃત્ય લોકોના ચિત્તને આકુળવ્યાકુળ બનાવે તેવું હતું તથા દર્શકોના “વાહ વાહ' આદિ શબ્દોના કોલાહલને ઉત્પન્ન કરે તેવું હતું. આ રીતે તે દેવકુમારો અને કુમારિકાઓ દિવ્ય દેવક્રીડા એટલે સંગીત, વાદન અને રમતમાં પ્રવૃત્ત હતા. વિવેચનઃ
સુર્યાભદેવે નાટક બતાવવા માટે ૧૦૦-૧૦૮ દેવકુમારો અને દેવકુમારિકાઓની વિદુર્વણા કરી અને તે નૃત્ય નાટિકા સમયે સંગીતના સૂર રેલાવવા વાધ અને વાદ્યકારોની વિમુર્વણા કરી. WI૫ઇ આડવિહાબાડું વિધ્ય – સૂત્ર ૫૫માં કથન છે કે ઓગણપચાસ પ્રકારના વાદ્યો અને વાદકોની વિફર્વણા કરી અને સૂત્ર-૬૧માં વાદ્યોના નામોલ્લેખ છે, તે સંખ્યા ૪૯થી વધુ થાય છે. આ વિષયમાં વૃત્તિકારે આ પ્રમાણે સમાધાન કર્યું છે કે વાદ્યોના મૂળભેદ ઓગણપચાસ છે. શેષ તેના અવાંતર ભેદ સમજવા. જેમ કે વેણુવાલી, પરિલી, બદ્ધક વગેરેનો સમાવેશ વંશવાદ્યમાં થઈ જાય છે. ભ્રામરી વીણા, પ ભ્રામરી વીણા, પરિવાદિની વીણા, કાછુપી વીણા, ચિત્ર વીણા, મહત્તી વીણા, તુંબ વીણા વગેરેનો સમાવેશ વીણામાં થઈ જાય છે. સૂત્રમાં ઉચ્ચારિત નામોમાં કેટલાક નામ પ્રસિદ્ધ છે અને કેટલાક નામ અપ્રસિદ્ધ છે. બત્રીસ પ્રકારના નાટકઃ६१ तए णं ते बहवे देवकुमारा य देवकुमारीओ य(समणस्स भगवओ महावीरस्स...?) गोयमाइ समणाणं णिग्गंथाणं सोत्थियसिरिवच्छणंदियावक्तवद्धमाणग-भद्दासण- कलस मच्छ दप्पण मंगल्लभत्तिचित्तं णामं दिव्वं णट्टविहिं उवदर्सेति । ભાવાર્થ - ત્યાર પછી તે ઘણા દેવકુમાર અને દેવકુમારિકાઓએ(શ્રમણ ભગવાન મહાવીર સ્વામી સમસ) ગૌતમાદિ શ્રમણોની સમક્ષ પ્રથમ નાટક બતાવતા સ્વસ્તિક, શ્રીવત્સ, નંદાવર્ત, વર્ધમાનક, કળશ, મત્સ્ય અને દર્પણ, આ આઠ મંગલના મંગલ ભક્તિચિત્ર નામના દિવ્ય અભિનયો કર્યા.૧