________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
[ ૩૯ ]
નથી. તેથી ભવાંતરમાં જૈનધર્મ પ્રાપ્ત થાય, તેવા દેવો સુલભ બોધિ કહેવાય છે.
સુલભ બોધિપણું ભાવ સાપેક્ષ છે. જિનધર્મની રુચિ એક જીવને અનેકવાર પ્રાપ્ત થાય છે. સુલભબોધિ જીવો આરાધક અને વિરાધક બંને પ્રકારના હોય છે. આઈ-વિરારા- આરાધક-વિરાધક. આરતિ સભ્ય પાતતિ વયનિત્યાયઃ | જે જીવો બોધિ અર્થાત્ આગાર-અણગાર ધર્મની કે સમ્યત્વની સમ્યક આરાધના કરે તો તે આરાધક અને સમ્યક્ આરાધના ન કરે તો તે વિરાધક કહેવાય છે.
આરાધકપણું ભાવસાપેક્ષ છે. તે જીવને અનેકવાર પ્રાપ્ત થાય છે. આરાધક-વિરાધકમાં ચરમ-અચરમ બંને પ્રકારના જીવો હોય છે. જ્ઞાતાસૂત્રોક્ત ૨૦૪ દેવીઓ વિરાધક હોવા છતાં તેઓનો તે દેવભવ ચરમ છે. વર-અવરમઃ-ચરમ-અચરમ. ચરિનો(અંતિમ) અનન્તર ભાવ બો યથાત વર:. જે જીવોને વર્તમાનભવ અંતિમ ભવરૂપ હોય, તે જીવ ચરમ કહેવાય છે અને વર્તમાનભવ અંતિમ ન હોય, હજુ વધુ ભવ કરવાના શેષ હોય, તો તે જીવ અચરમ કહેવાય છે.
વૃત્તિકારે દેવોની અપેક્ષાએ અનન્તર ભાવી ભવ કહેલ છે. દેવો વર્તમાન ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી, પરંતુ જે દેવોને તે દેવભવ અંતિમ હોય તો તેને ચરમ કહી શકાય છે અર્થાતુ જે દેવ, દેવભવ પછી મોક્ષ પ્રાપ્ત કરવાના હોય તે ચરમ કહેવાય છે. સૂર્યાભદેવને પ્રભુએ ભવસિદ્ધિક, સમ્યગ્દષ્ટિ, પરિત્ત સંસારી, સુલભબોધિ, આરાધક અને ચરમ કહ્યા છે. તે દેવ એક ભવ મનુષ્યનો કરીને તે ભવથી મોક્ષ પ્રાપ્ત કરશે. નાચદર્શનના મનોભાવ:
४९ तए णं से सूरियाभे देवे समणेणं भगवया महावीरेणं एवं वुत्ते समाणे हद्वतुद्ध जाव समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता, एवं वयासी- तुब्भे णं भंते ! सव्वं जाणह, सव्वं पासह, सव्वं कालं जाणह सव्वं कालं पासह, सव्वे भावे जाणह सव्वे भावे पासह।
जाणंति णं देवाणुप्पिया ! मम पुट्विं वा पच्छा वा मम एयारूवं दिव्वं देविटि दिव्वंदेवजुइं दिव्वंदेवाणुभावंलद्धं पत्तं अभिसमण्णागयंति,तंइच्छामिणं देवाणुप्पियाण भत्तिपुव्वगं गोयमाइयाणं समणाणं णिग्गंथाणं दिव्वं देवि४ि दिव्वं देवजुई दिव्वं देवाणुभावं दिव्वं बत्तीसइबद्धं पट्टविहिं उवदसित्तए ।
तए णं समणे भगवं महावीरे सूरियाभेणं देवेणं एवं वुत्ते समाणे सूरियाभस्स देवस्स एयमटुंणो आढाइ, णो परियाणइ, तुसिणीए संचिट्ठइ। ભાવાર્થ – શ્રમણ ભગવાન મહાવીરે આપેલા ઉત્તરને સાંભળીને તે સૂર્યાભદેવ હર્ષિત, આનંદિત અને પરમ પ્રસન્ન થયા. તેમણે શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કરીને, આ પ્રમાણે નિવેદન કર્યું છે ભગવાન ! આપ બધું જાણો છો અને બધું જુઓ છો. સર્વકાળના પ્રસંગોને જાણો છો અને જુઓ છો. સર્વભાવોને આપ જાણો છો અને જુઓ છો.
હે દેવાનુપ્રિય! આપ બધુ જ જાણો છો તેથી હું જે ૩ર પ્રકારના નાટક બતાવવા ઇચ્છું છું, તે નાટ્ય વિધિની પહેલા અને પછીની મારી દિવ્ય દેવઋદ્ધિ, દેવતિ, દિવ્ય દેવ પ્રભાવ કે જે મેં લબ્ધ-ઉપાર્જિત