________________
શ્રી રાયપસેણીય સૂત્ર
છતાં ત્રણ કારણે પ્રભુને પ્રશ્ન પૂછે છે– (૧) અવધિજ્ઞાનનો વિષય, રૂપી પદાર્થ છે. ભવ્યત્વાદિ ભાવ અરૂપી હોવાથી અવધિજ્ઞાન દ્વારા જાણી શકાતા નથી (૨) અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકે ત્યારે જ તે જ્ઞાન સ્વવિષયને જાણી શકે છે (૩) ભગવાન બિરાજમાન હોય ત્યારે હળુકર્મી જીવો વિનય આચરી, તેઓને પ્રશ્ન પૂછી નિર્ણય કરે છે.
३८
મવસિદ્ધિ-અમવસિદ્ધિ :- ભવસિદ્ધિક અભવસિદ્ધિક. મવૈઃ સિદ્ધિવંચાસૌ મવસિદ્ધિોમળ્યઃ । ભવોથી જેમની સિદ્ધિ–મુક્તિ થવાની હોય અર્થાત્ મોક્ષે જવાની યોગ્યતા જે જીવોમાં હોય, તે ભવસિદ્ધિક કે ભવીજીવ કહેવાય છે. તેનાથી વિપરીત જે જીવોમાં મોક્ષ પ્રાપ્ત કરવાની યોગ્યતા જ ન હોય તે અભવસિદ્ધિક કે અભવી જીવ કહેવાય છે.
ભવીપણું અને અભવીપણું ભાવસાપેક્ષ છે, તે જીવનો પારિણામિક ભાવ છે. પારિણામિક ભાવનું પરિવર્તન થતું નથી. ભવી જીવ અભવી અને અભવી જીવ ભવી બની શકતા નથી. ભવી જીવોમાં શુક્લપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક બંને પ્રકારના જીવો હોય છે. અભવી જીવોમાં તેવો ભેદ હોતો નથી. શુક્લપાક્ષિક-કૃષ્ણપાક્ષિક । :– ભવભ્રમણ કરતાં-કરતાં જે જીવોનો અર્ધપુદ્ગલ પરાવર્તન જેટલો સંસાર કાળ શેષ રહે અર્થાત્ જે જીવો અર્ધપુદ્ગલ પરાવર્તન જેટલા કાળ પછી મોક્ષે જવાના હોય, તે જીવો શુક્લપાક્ષિક કહેવાય છે અને જેનો અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધુ સંસારકાળ શેષ હોય તે જીવો કૃષ્ણપાક્ષિક કહેવાય છે. આ બંને ભાવો કાલ સાપેક્ષ છે. તેથી શુક્લપાક્ષિક બન્યા પછી તે જીવ ક્યારે ય કૃષ્ણ પાક્ષિક બનતા નથી. શુક્લપાક્ષિકમાં સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંને પ્રકારના જીવો હોય છે. સમ્મવિઠ્ઠી-મિચ્છાવિકીર્ :- સમ્યગ્દષ્ટિ-મિથ્યાદષ્ટિ. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમકિત મોહનીય તથા અનંતાનુબંધી કષાયના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી જે જીવોને નવ તત્ત્વો ઉપર યથાર્થ શ્રદ્ધા થાય તે જીવ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાત્વ મોહનીયના ઉદયે જે જીવોને નવતત્ત્વો ઉપર શ્રદ્ધાભાવ ન હોય તે મિથ્યાદષ્ટિ કહેવાય છે.
સમ્યગ્દષ્ટિપણું ક્ષયોપશમ આદિ ભાવસાપેક્ષ છે. તે ભાવ કર્મજન્ય છે. તેથી સમ્યગ્દષ્ટપણું એક જીવને અનેકવાર આવે છે. સમ્યગ્દષ્ટિ શુક્લપાક્ષિક અને ભવીમાં પરિત્તસંસારી અને અનંતસંસારી બંને પ્રકારના જીવો હોય છે.
પરિત્તસંસારિ-ગળતસંસારિÇ :– પરિત્તસંસારી-અનંતસંસારી. પતિ: પરિમિતઃ સ પાસૌ સંસાર્શ્વ ત્તસંસારી:। જે જીવોનો સંસારકાળ પરિમિત થઈ ગયો હોય અર્થાત્ જે જીવોને હવે સંસારમાં સંખ્યાત કે અસંખ્યાત કાળ જ રહેવાનું હોય, તે પરિત્ત સંસારી કહેવાય છે અને જે જીવોને હજુ અનંતકાળ ભવભ્રમણ કરવાનું હોય તે અનંત સંસારી કહેવાય છે. અગિયારમાં ગુણસ્થાનેથી પડિવાઈ થઈને જે જીવો નિગોદાદિમાં અનંતકાળ પસાર કરવાના હોય તે જીવો અનંત સંસારી છે. પરિત્તસંસારીપણું કાળ સાપેક્ષ છે. પરિત્તસંસારી બન્યા પછી જીવ ક્યારેય અનંત સંસારી બનતા નથી. પરિત્તસંસારી અને અનંત સંસારી બંનેમાં સુલભબોધિ– દુર્લભબોધિ બંને પ્રકારના જીવો હોય છે.
सुलभबोहिए-दुल्लभबोहिए · સુલભબોધિ-દુર્લભબોધિ. ભવાંતરે બિનધર્મ પ્રાપ્તિસ્થાનો સુજ્ઞમવોધિઃ। દેવની અપેક્ષાએ ભવાંતરમાં અને મનુષ્યની અપેક્ષાએ તદ્ભવે જે જીવોને જિનધર્મ કે જિનધર્મની રુચિ પ્રાપ્ત ન થાય કે બહુ પ્રયત્ને થાય તે જીવો દુર્લભ બોધિ કહેવાય છે. વૃત્તિકારે ભવાંતર શબ્દ દેવોનો પ્રસંગ હોવાથી કહ્યો છે. દેવો વર્તમાનભવમાં આગારધર્મ કે અણગાર ધર્મને પ્રાપ્ત કરી શકતા
=