________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી
[૩૭]
વાવ, પ્રફુલ્લિત હૃદયવાળા થઈને શ્રમણ ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા અને ન અતિ નજીક, ન અતિ દૂર તેવા યથોચિત સ્થાન પર સ્થિત થઈને શુશ્રુષા કરતાં, નમસ્કાર કરતાં, વિનયપૂર્વક બંને હાથને અંજલિબદ્ધ કરીને પર્યાપાસના કરવા લાગ્યા. ભગવાનની ધર્મદેશના:४७ तए णं समणे भगवं महावीरे सूरियाभस्स देवस्स तीसे य महइमहालियाए इसिपरिसाए मुणिपरिसाए जइपरिसाए विदुपरिसाए देवपरिसाए खत्तियपरिसाए इक्खागपरिसाएकोरव्व-परिसाए अणेगसयाए अणेगसयवदाए अणेगसयवंदपरिवाराए धम्म परिकहेइ जाव परिसा जामेव दिसिं पाउब्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ:- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે સૂર્યાભદેવને અને ત્યાં ઉપસ્થિત (૧) ઋષિઓની પરિષદસભાને (૨) મુનિઓની (૩) યતિઓની (૪) વિદ્વાનોની (૫) દેવોની () ક્ષત્રિયોની (૭) ઇક્વાકુઓની (૮) કૌરવોની પરિષદ-સભાને અનેક સો અર્થાત્ સેંકડો વ્યક્તિવાળી, અનેક સો સમૂહવાળી, અનેક સો પરિવાર સમૂહવાળી પરિષદને ધર્મદેશના સંભળાવી. તે દેશના સાંભળીને પરિષદ જે દિશામાંથી આવી હતી, તે દિશા તરફ પાછી ચાલી ગઈ. સૂર્યાભદેવના સ્વવિષયક પ્રશ્નોત્તર:
४८ तए णं सूरियाभे देवे समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा निसम्म हट्टतुट्ठ जाव विसप्पमाणहियए उठाए उट्टेइ, उद्वित्ता समणं भगवं महावीरं वंदइ नमसइ, वंदित्ता नमसित्ता एवं वयासी- अहं णं भंते ! सूरियाभे देवे किं भवसिद्धिए -अभवसिद्धिए ? सम्मदिट्ठीए मिच्छादिट्ठीए? परित्तसंसारिए-अणंतसंसारिए ? सुलभबोहिए-दुल्लभबोहिए? आराहए-विराहए ? चरिमे अचरिमे ?
सूरियाभाइ ! समणे भगवं महावीरे सूरियाभं देवं एवं वयासीसूरियाभा ! तुमं णं भवसिद्धिए णो अभवसिद्धिए जाव चरिमे णो अचरिमे । ભાવાર્થ:- ત્યાર પછી તે સૂર્યાભદેવ, શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પાસેથી ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં અવધારિત કરી હર્ષિત, સંતુષ્ટિત યાવત આહાદિત હૃદયવાળા થયા. પોતાના આસન ઉપરથી ઊભા થઈને તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને પ્રશ્ન કર્યો કે- હે ભગવનું ! હું સૂર્યાભદેવ શું ભવી છું કે અભવી છું? સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાષ્ટિ છું? પરિત્ત સંસારી છું કે અનંત સંસારી છું? સુલભબોધિ છું કે દુર્લભબોધિ છું? આરાધક છું કે વિરાધક છું? ચરમ છું કે અચરમ છું?
સૂર્યાભ” આ પ્રમાણે સૂર્યાભદેવના નામોચ્ચારણ સાથે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સૂયાર્ભદેવને ઉત્તર આપ્યો કે- હે સૂર્યાભ! તમે ભવસિદ્ધિક છો, અભવસિદ્ધિક નથી ભાવતુ તમે ચરમ છો અચરમ નથી. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સૂર્યાભદેવે સ્વવિષયક છ પ્રશ્નો પ્રભુને પૂછ્યા છે. દેવો અવધિજ્ઞાનના ધારક હોવા