________________
શ્રી રાયપસેણીય સૂત્ર
તથા નાટયસેના સાથે પૂર્વ દિશાવર્તી ત્રિસોપાન શ્રેણીદ્વારા યાનવિમાનમાંથી નીચે ઉતર્યા. ત્યાર પછી સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવો ઉત્તરદિશાવર્તી ત્રિસોપાન શ્રેણી દ્વારા અને અન્ય સર્વ દેવ-દેવીઓ દક્ષિણ દિશાવર્તી ત્રિસોપાન શ્રેણી દ્વારા યાનવિમાનમાંથી નીચે ઉતર્યા.
૩૬
સૂર્યાભદેવનું સમવસરણમાં આગમન :
४४ तए णं से सूरियाभे देवे चउहिं अग्गमहिसीहिं जाव सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अण्णेहि य बहूहिं सूरियाभविमाणवासीहिं वेमाणिएहिं देवेहिं देवीहि य सद्धिं संपरिवुडे सव्विड्ढीए जाव णाइयरवेणं जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- अहं णं भंते ! सूरियाभे देवे देवाणुप्पियाणं वंदामि णमंसामि जाव पज्जुवासामि ।
ભાવાર્થ :- ત્યાર પછી તે સૂર્યાભદેવ ચાર અગ્રમહિષીઓ, ચાર હજાર સામાનિક દેવો, સોળ હજાર આત્મરક્ષક દેવો તથા અન્ય ઘણા સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીઓની સાથે સમસ્ત ઋદ્ધિ સાથે વાદ્ય વગાડતા શ્રમણ ભગવાન મહાવીરની પાસે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા કરીને, વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– હે ભગવન ! હું સૂર્યાભદેવ આપ દેવાનુપ્રિયને વંદન કરું છું, નમન કરું છું, તથા આપની પર્યુપાસના કરું છું.
४५ सूरियाभाइ ! समणे भगवं महावीरे सूरियाभं देवं एवं वयासी - पोराणमेयं सूरियाभा ! जीयमेयं सूरियाभा ! किच्चमेयं सूरियाभा ! करणिज्जमेयं सूरियाभा ! आइण्णमेयं सूरियाभा! अब्भणुण्णामेयं सूरियाभा ! जं णं भवणवझ्वाणमंतर- जोइस वेमाणिया देवा अरहंते भगवंते वंदति णमंसंति, वंदित्ता, णमंसित्ता तओ पच्छा साइंसाइं णाम-गोत्ताई साहिंति । तं पोराणमेयं सूरियाभा जाव अब्भणुण्णायमेयं सूरियाभा !
ભાવાર્થ :- હે સૂર્યાભ ! આ પ્રમાણે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સૂર્યાભદેવને આ પ્રમાણે કહ્યું– હે સૂર્યાભ ! આ પુરાતન છે અર્થાત્ દેવો દ્વારા આચરિત પ્રાચીન પદ્ધતિ છે; હે સૂર્યાભ ! આ જીતકલ્પ છે અર્થાત્ દેવોનો પરંપરાગત આચાર છે; હે સૂર્યાભ ! આ કૃત્યરૂપ છે અર્થાત્ દેવોની કર્તવ્ય કોટિનું કાર્ય છે; હે સૂર્યાભ ! આ આચીર્ણ છે એટલે પૂર્વદેવોએ તેનું આચરણ કર્યું છે; હે સૂર્યાભ ! આ અનુજ્ઞાત છે એટલે પૂર્વના સર્વ દેવોને આ વાત સંમત છે કે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો અરિહંત ભગવાનને વંદન-નમસ્કાર કરે છે, વંદન-નમસ્કાર કર્યા પછી ભગવાન સમક્ષ પોત-પોતાના નામગોત્રનું કથન કરે છે. આ નામગોત્રને પ્રગટ કરવાની પદ્ધતિ તમારી પુરાતન પદ્ધતિ છે યાવત્ તમને સંમત થયેલી રીત છે.
४६ त णं से सूरिया देवे समणेणं भगवया महावीरेणं एवं वृत्ते समाणे हट्ठ जाव विसप्पमाण-हियये समणं भगवं महावीरं वंदइ णमसंह, वंदित्ता णमंसित्ता पच्चास णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું ત્યારે તે સાંભળીને સૂર્યાભદેવ અતિ હર્ષિત થયા