________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
|
उ५
देवजुई देवाणुभावं उवलालेमाणे उवलालेमाणे-उवदंसेमाणे-उवदंसेमाणे पडिजागरेमाणे-पडिजागरेमाणे जेणेव सोहम्मस्स कप्पस्स उत्तरिल्ले णिज्जाणमग्गे तेणेव उवागच्छइ, जोयणसयसाहस्सिएहिं विग्गहेहिं ओवयमाणे वीईवयमाणे ताए उक्किट्ठाए जाव तिरियं असंखिज्जाणं दीवसमुद्दाणं मज्झंमज्झेणं वीइवयमाणे वीइवयमाणे जेणेव णंदीसरवरे दीवे, जेणेव दाहिणपुरथिमिल्ले रतिकरपव्वए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं दिव्वं देविड्ढेि जाव दिव्वं देवाणुभावं पडिसाहरेमाणे-पडिसाहरेमाणे पडिसंखेवेमाणे-पडिसंखेवेमाणे जेणेव जंबुद्दीवे दीवे जेणेव भारहे वासे जेणेव आमलकप्पा णयरी जेणेव अंबसालवणे चेइए जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं तेणं दिव्वेणं जाणविमाणेणं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता समणस्स भगवओ महावीरस्स उत्तरपुरित्थिमे दिसिभागे तं दिव्वं जाणविमाणं ईसिं चउरंगुल-मसंपत्तं धरणितलंसि ठवेइ, ठवित्ता
चउहिं अग्गमहिसीहिं सपरिवाराहिं, दोहिं अणीयाहिं- गंधव्वाणिएण य पट्टाणिएण य सद्धिं संपरिवुडे ताओ दिव्वाओ जाणविमाणाओ पुरथिमिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहइ।
तए णं तस्स सूरियाभस्स देवस्स चत्तारि सामाणियसाहस्सीओ ताओ दिव्वाओ जाणविमाणाओ उत्तरिल्लेणं तिसोवाणपडिरूवएणं पच्चोरुहंति । अवसेसा देवा य देवीओय ताओ दिव्वाओ जाणविमाणाओ दाहिणिल्लेणं तिसोवाणपडिरूवए णं पच्चोरुहंति । ભાવાર્થ :- પાંચ સેનાપતિઓ દ્વારા ઘેરાયેલા; વજરત્નમય, મનોજ્ઞ ગોળ આકારવાળો, એક હજાર યોજન લાંબો, અતિ ઊંચો મહેન્દ્ર ધ્વજ જેની આગળ પ્રસ્થાપિત હતો તેવા; ચાર હજાર સામાનિક દેવો, થાવત્ સોળહજાર આત્મરક્ષક દેવો અને સૂર્યાભવિમાનવાસી અનેક દેવ-દેવીઓથી વીંટળાયેલા તે સૂર્યાભદેવ પોતાની સમસ્ત ઋદ્ધિ સાથે, વાદ્યોના નાદ સાથે, પોતાની દિવ્ય દેવઋદ્ધિ, દેવદ્યુતિ, દેવાનુભાવ–દેવપ્રભાવને વારંવાર પ્રદર્શિત કરતા, બતાવતા સૌધર્મકલ્પમાંથી પસાર થતાં, સૌધર્મકલ્પના ઉત્તરી નિર્માણમાર્ગ (દેવલોકમાંથી બહાર નીકળવાના આકાશમાગ) સમીપે આવીને, લાખ યોજનના વિસ્તારવાળા તે માર્ગથી નીચે ઉતરતાં-ઉતરતાં તેને પાર કરીને પોતાની ઉત્કૃષ્ટ યાવત દેવગતિથી આગળ વધતાં તિરછા લોકના અસંખ્યાતા દ્વીપ-સમુદ્રોની વચ્ચેથી પસાર થઈને, નંદીશ્વરદ્વીપના અગ્નિકોણમાં સ્થિત રતિકર પર્વત ઉપર આવીને દિવ્ય દેવઋદ્ધિ તથા દિવ્ય યાન-વિમાનને ધીરે ધીરે નાનું બનાવીને, જંબુદ્વીપના ભરતક્ષેત્રની આમલકલ્પા નગરીના આમ્રશાલવન ઉદ્યાનમાં શ્રમણ ભગવાન મહાવીર પાસે આવીને, તે યાનવિમાનથી શ્રમણ ભગવાન મહાવીરને ત્રણવાર પ્રદક્ષિણા ફરીને, શ્રમણ ભગવાન મહાવીરની ઈશાન વિદિશામાં યાનવિમાનને જમીનથી ચાર અંગુલ અદ્ધર ઊભું રાખ્યું.
તે દિવ્ય યાનવિમાનને ઊભું રાખીને સૂર્યાભદેવ સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ગાંધર્વસેના