________________
[ ૭૪ ]
શ્રી રાયપસણીય સૂત્ર
ધારણ કરનારા દેવો આગળ યથાસ્થાને સ્થિત થયા.
- ત્યાર પછી વૈડૂર્યરત્નથી ચમકતા દંડવાળું, કોરંટ પુષ્પની લટકતી માળાઓથી સુશોભિત, ચંદ્ર જેવું ઉજ્જવલ-સફેદ ઉન્નત છત્ર; તથા જેના ઉપર સુંદર પાદુકાઓની જોડી મૂકી હતી તેવા પાદપીઠ સહિત, મણિરત્નોની કારીગરીથી આશ્ચર્ય પમાડનાર અનેક સેવક દેવો ઉપાડે તેવું ઉત્તમ સિંહાસન આગળ યથાસ્થાને ગોઠવાયું અર્થાત્ તેને ધારણ કરનારા દેવો આગળ યથાસ્થાને સ્થિત થયા.
ત્યાર પછી વજમાંથી બનાવેલા, મનોજ્ઞ, ગોળ આકારવાળા, ઘસીને સુંવાળા કરેલા, માંજીને સ્વચ્છ કરેલા, સુપ્રતિષ્ઠિત-સમ્યક રીતે સ્થિત, ઉન્નત હોવાથી વિશિષ્ટ, પંચરંગી, નાની-નાની હજારો ધ્વજાઓથી શોભતા, છત્રાકારે (છત્ર ઉપર છત્ર હોય તેમ) ગોઠવાયેલી વિજય-વૈજયંતિ પતાકાઓથી યુક્ત, એક હજાર યોજન ઊંચો હોવાથી જાણે આકાશને સ્પર્શતો હોય, તેવા મહેન્દ્ર ધ્વજને ધારણ કરનારા દેવો આગળ યથાસ્થાને સ્થિત થયા.
ત્યાર પછી સુંદર વેશભૂષાવાળા, સજ્જ થયેલા, સર્વ પ્રકારના અલંકારોથી વિશેષ દેખાવડા લાગતા પાંચ સેનાધિપતિ દેવો, તેમના મોટા સુભટ સમુદાય સાથે આગળ યથાસ્થાને સ્થિત થયા.
ત્યાર પછી અનુક્રમથી ઘણા આભિયોગિક દેવ-દેવીઓ પોતપોતાના રૂપ-વેશથી યુક્ત, પોતપોતાની વિશેષતા-ચિતથી સજ્જ થઈને, પોતપોતાના પરિવાર સાથે, પોતપોતાના કાર્યોપયોગી ઉપકરણોને સાથે લઈને ગોઠવાઈ ગયા અર્થાત્ સૂર્યાભદેવની આગળ યથાસ્થાને સ્થિત થયા.
ત્યાર પછી સૂર્યાભવિમાનવાસી અનેક દેવ-દેવીઓ સર્વ પ્રકારની સમૃદ્ધિ સાથે, વાજિંત્રો વગાડતા. સૂર્યાભદેવની આગળ-પાછળ અને આજુ-બાજુ યથાસ્થાને સ્થિત થયા. વિવેચનઃસંપત્થિા - સંપ્રસ્થિત. તે તે પદાર્થોના ધારકદેવો વિમાનમાં સમ્યક પ્રકારે સૂર્યાભદેવની આગળ સ્થિત થયા, ગોઠવાઈ ગયા. ઇન્દ્ર કે મહદ્ધિક દેવ મધ્યલોકમાં તીર્થકર પ્રભુના દર્શનાદિ અર્થે આવે ત્યારે યાન વિમાનમાં સિંહાસનારૂઢ થઈ જાય, ત્યાર પછી અષ્ટ મંગલ, કળશ, ધ્વજ વગેરે અનુક્રમથી વિમાનના આગળના ભાગમાં ગોઠવાઈ જાય છે, સ્થિત થાય છે.
ચક્રવર્તીની વિજયયાત્રાના સમયે અને તેના નગર પ્રવેશાદિ સમયે પણ અષ્ટ મંગલાદિની ગોઠવણી આગળ જ કરવામાં આવે છે. કોઈ પણ શોભાયાત્રાના પ્રસંગે આ રીતે જ ગોઠવણી કરીને તે યાત્રાનો પ્રારંભ થાય છે.
પ્રસ્તુત યાન-વિમાનમાં ઉપરોકત તે સર્વ વસ્તુઓ ગોઠવાઈ ગયા પછી તે બધાને એક સાથે લઈને એક લાખ યોજનનું તે યાનવિમાન દેવલોકથી પ્રસ્થાન કરે છે. સૂર્યાભદેવની આગળ-પાછળ કે આજુબાજુની ગોઠવણી સંબંધી સંપૂર્ણ સૂત્રોક્ત કથનને વિમાનની અંદરની અપેક્ષાએ જ સમજવું. સૂર્યાભદેવનું દર્શનાર્થે પ્રસ્થાન - ४३ तए णं से सूरियाभे देवे तेणं पंचाणीयपरिक्खित्तेणं वइरामयवट्ट लठ्ठ-संठिय जाव जोयणसहस्समूसिएणं महतिमहालएणं महिंदज्झएणं पुरओ कड्डिज्जमाणेणं चउहिं सामाणिय-सहस्सेहिं जाव सोलसहिं आयरक्खदेवसाहस्सीहिं अण्णेहि य बहहिं सरियाभ विमाणवासीहिं वेमाणिएहिं देवेहिं देवीहि य सद्धि संपरिवडे सव्विड्डीए जाव रवेणं सोहम्मस्स कप्पस्स मज्झंमज्झेणं तं दिव्वं देविडि दिव्वं