________________
[ ૪૦]
શ્રી રાયપસણીય સૂત્ર
એટલે પોતાની દિવ્ય
કર્યા છે. પ્રાપ્ત-સ્વાધીન બનાવ્યા છે અને જે મારે અભિસમન્વાગત-ઉપભોગમાં છે, તેને આપ જાણો જ છો. તેથી આપને માટે નહીં પરંતુ આપ પ્રત્યેની ભક્તિને વશ થઈ હું ગૌતમાદિ શ્રમણ-નિગ્રંથો સમક્ષ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવ પ્રભાવ અને બત્રીસ પ્રકારની દિવ્ય નાટ્યકળા બતાવવા ઇચ્છું છું.
સૂર્યાભદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ સૂર્યાભદેવના કથનનો આદર ન કર્યો, તેનો સ્વીકાર ન કર્યો પરંતુ તેઓ મૌનભાવે રહ્યા. વિવેચન -
બ્લિi :- ભક્તિને વશ, ભક્તિપૂર્વક. સુર્યાભદેવે ભગવાન પ્રત્યેની ભક્તિના કારણે દેવોની દિવ્ય ઋદ્ધિનું પ્રદર્શન કરવા, શ્રમણો સમક્ષ કર પ્રકારના નાટક બતાવવાની પોતાની ઇચ્છા ભગવાન સમક્ષ પ્રગટ કરી.
ભગવાનના શ્રેષ્ઠ ગુણોનું અનુસરણ કરવું, તે તે ગુણોના પ્રગટીકરણ માટે પુરુષાર્થશીલ બનવું તે જ શ્રેષ્ઠ ભક્તિ છે, પરંતુ કેટલાક જીવો ભગવાનના ગુણોનું અનુસરણ કરી શકતા નથી. તેવા જીવો પોતાના ભક્તિભાવ અને પોતાના ચિત્તની પ્રસન્નતા વિવિધ રીતે પ્રગટ કરે છે. દેવો અવિરત હોય છે. તેઓ ભગવાનના ગુણોનું અનુસરણ કરી શકતા નથી, આગાર કે અણગાર ધર્મ સ્વીકારી શકતા નથી; તેઓ પોતાના ભક્તિભાવને પ્રદર્શિત કરવા નાચ-ગાન આદિ મનોરંજન કરે છે.
તીર્થકરના જન્મ, દીક્ષા આદિ કલ્યાણકારી પ્રસંગે પણ દેવો પોતાનો આનંદ-ઉત્સાહ, નાચ-ગાન આદિ ક્રિયાઓ દ્વારા પ્રદર્શિત કરે છે. નો આહાર, નો પરિવાફ - સુર્યાભ દેવે પોતાની દિવ્યઋદ્ધિ બતાવવા, ૩ર પ્રકારના નાટક બતાવવા ભગવાનને નિવેદન કર્યું ત્યારે ભગવાને તેની તે વાતનો આદર ન કર્યો, અનુમોદન ન કર્યું, અનુમતિ પણ ન આપી. ભગવાન પોતે વીતરાગ હતા તેથી આવા નાટક પ્રત્યે કોઈ અનુરાગ ન હોય, તે સ્વાભાવિક છે. તે ઉપરાંત શ્રમણોના સ્વાધ્યાયાદિ કાર્યોમાં તે નાટક વિધનરૂપ હોવાથી ભગવાને તેનો આદર ન કર્યો. નાટ્યવિધિ માટે દેવકુમારાદિની વિદુર્વણા -
५० तए णं से सूरियाभे देवे समणं भगवं महावीरं दोच्चं पि तच्चं पि एवं वयासीतुब्भे णं भंते ! सव्वं जाणह जाव उवदसित्तए त्ति कटु समणं भगवं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता उत्तरपुरस्थिमं दिसीभागंअवक्कमइ, अवक्कमित्ता वेउव्वियसमुग्घाएणं समोहणइ, समोहणित्ता जावबहुसरमरमणिज्जं भूमिभागं विउव्वइ, से जहाणामए आलिंगपुक्खरेइ वा जाव मणीणं फासो।
तस्स णंबहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभागे पेच्छाघरमंडवं विउव्वइ अणेगखंभसयसण्णिविटुं वण्णओ, अंतो बहुसमरमणिज्जं भूमिभागं उल्लोयं, अक्खाडगं च मणिपेढियं च विउव्वइ । तीसे णं मणिपेढियाए उवरिं सीहासणं सपरिवारं जाव दामा चिटुंति। ભાવાર્થ - ત્યારપછી સૂર્યાભદેવે હે ભગવાન! આપ બધું જ જાણો છો યાવતુ હું નાટક બતાવવા ઇચ્છે છું, આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરને બે-ત્રણ વાર કહીને(તે સમયે ભગવાન મહાવીર મૌન જ રહ્યા,
અનુમોદને
3 વાભાવિક છે.