________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
[ ૨૧ ]
ભાવાર્થ :- પાયદળ સેનાના સેનાધિપતિ દ્વારા આ પ્રકારની ઘોષણા સાંભળીને સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીઓ હર્ષિત, સંતુષ્ટિત અને પ્રસન્ન હૃદયવાળા થયા; તેમાંથી કેટલાક વંદન કરવાની વૃત્તિથી, કેટલાક પૂજા કરવાની ઉત્સુકતાથી, કેટલાક સત્કારના ભાવથી, કેટલાક સન્માન કરવાના ભાવથી, કેટલાક કુતૂહલવૃત્તિથી, કેટલાક સૂર્યાભદેવની આજ્ઞાનું પાલન કરવાની ભાવનાથી, કેટલાક પૂર્વે સાંભળ્યું નથી તેવું સાંભળ વા મળશે, તેવી ઇચ્છાથી, કેટલાક શ્રુતજ્ઞાનને શંકારહિત બનાવવાના ભાવથી, કેટલાક પરસ્પર એકબીજાના કહેવાથી, કેટલાક જિનેન્દ્ર ભગવાનના ભક્તિ-અનુરાગથી, કેટલાક પરંપરાગત આચાર-જીત વ્યવહાર સમજીને ભગવાન પાસે જવા તૈયાર થયા અને પોતાની ઋદ્ધિ આદિથી સહિત સૂર્યાભદેવ સમક્ષ ઉપસ્થિત થયા. સૂર્યાભદેવનું યાન વિમાનઃ|१७ तए णं से सूरियाभे देवे ते सूरियाभविमाणवासिणो बहवे वेमाणिया देवा य देवीओ य अकालपरिहीणा चेव अंतियं पाउब्भवमाणे पासइ, पासित्ता हट्ठतुट्ठ जाव हियए आभिओगियं देवं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी
खिप्पामेव भो ! देवाणुप्पिया । अणेगखम्भसयसण्णिविट्ठ लीलट्ठियसालभंजियागं, ईहामिय-उसभ-तुरग-णर-मगर-विहग-वालग-किंणर-रुरु- सरभ- चमर-कुंजर-वणलयपउमलय-भत्तिचित्तं खंभुग्गयवइरवेइया-परिगयाभिरामविज्जाहर-जमलजुयल-जंतजुत्तं पिवअच्चीसहस्स मालणीय रूवगसहस्सकलिय भिसमाणं भिब्भिसमाणं चक्खुल्लोयणलेसं सुहफासं सस्सिरीयरूवं घंटावलि चलिय-महुर-मणहरसरं सुहं कंत दरिसणिज्ज णिउणोचिय-मिसिमिसिंतमणिरयण-घंटियाजाल-परिक्खित्तं जोयणसयसहस्सवित्थिण्णं दिव्वं गमणसज्ज सिग्घगमणं णाम जाणविमाणं विउव्वाहि विउव्वित्ता खिप्पामेव ए यमाणत्तियं पच्चप्पिणाहि। ભાવાર્થ-સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીઓને તત્કાલ પોતાની પાસે આવેલા જોઈને સૂર્યાભદેવ પ્રસન્નચિત્ત અને પ્રફુલ્લિત હૃદયવાળા થઈ ગયા. તેણે પોતાના અભિયોગિક દેવને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! સેંકડો સ્તંભો(થાંભલાઓ)થી યુક્ત; જાત-જાતની વિલાસમય હાવભાવવાળી પૂતળીઓવાળા; વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, મૃગવિશેષ(કસ્તુરી મૃગ) અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પઘલતા વગેરેના ચિત્રોથી ચિત્રિત; સ્તંભગત વજરત્નમય વેદિકાથી રમણીય; યંત્રથી સંચાલિત સમ શ્રેણીએ સ્થિત વિદ્યાધર-વિદ્યાધરી યુગલોના ફરતા પૂતળાઓથી યુક્ત, રત્નોના હજારો કિરણોથી સૂર્યની જેમ ઝગારા મારતાં; હજારો રૂપકો-ચિત્રોથી ઉપશોભિત; દેદીપ્યમાન-અતિ દેદીપ્યમાન; ઉડીને આંખે વળગે તેવાં તેજવાળા; અનુકૂળ સ્પર્શ અને મનોહર રૂપથી સુશોભિત, કમનીય, દર્શનીય, નિપુણ શિલ્પી દ્વારા નિર્મિત, પાણીદાર મણિ અને રત્નમય ઘૂઘરીઓથી વ્યાપ્ત, દિવ્ય પ્રભાવ-વાળા, શીઘગામી એવા એક લાખ યોજનાના વિસ્તારવાળું એક મોટું યાન-વિમાનની રચના કરો અને યાન-વિમાનની રચના કરીને તરત તેની મને સૂચના આપો. १८ तए णं से आभिओगिए देवे सूरियाभेणं देवेणं एवं वुत्ते समाणे हट्ठतुटु जाव