________________
શ્રી રાયપસેણીય સૂત્ર
મધુર રણકારવાળી, એક યોજનની ગોળાઈવાળી સુસ્વરા નામની ઘંટા પાસે જઈને, તે ઘંટા ત્રણવાર વગાડી. જ્યારે મેઘસમૂહની ગર્જના જેવા ગંભીર શબ્દ કરનારી તથા મધુર રણકારવાળી, એક યોજનની ગોળાઈવાળી સુસ્વર ઘંટાને સેનાપતિએ ત્રણવાર વગાડી ત્યારે તેનાથી ઉત્પન્ન થયેલી લાખો પ્રતિધ્વનિઓથી સૂર્યાભવિમાનના પ્રાસાદો, વિમાનો અને વિમાનોના ખૂણા સુધીના સ્થાનો રણકી ઊઠ્યા. १४ त णं तेसिं सूरियाभ- विमाण-वासिणं बहूणं वेमाणियाणं देवाण य देवीण य एगंत-रइपसत्त-णिच्चप्पमत्त-विसय- सुहमुच्छियाणं सूसरघंटारव - विउलबोल-तुरिय-चवलपडिबोहणे कए समाणे घोसण-कोउहल-दिण्णकण्ण-एगग्गचित्त उवउत्त-माणसाणं । ભાવાર્થ:- સુસ્વર ઘંટાના વિપુલ રણકારથી રતિક્રીડામાં તલ્લીન, નિત્યપ્રમાદી, વિષય સુખમાં મૂર્છિત સૂર્યભવિમાનવાસી ઘણા વૈમાનિક દેવ-દેવીઓ સફાળા જાગૃત થઈ ગયા અને હવે થનારી ઘોષણા સાંભળવા દત્તકર્ણ તથા દત્તચિત્ત બની ગયા અર્થાત્ કાન અને ચિત્તને એકાગ્ર બનાવી, ઘોષણા સાંભળવા ઉત્સુક બની ગયા. १५ से पायत्ताणीयाहिवई देवे तंसि घंटारवंसि णिसंत- पसंतंसि महया-महया सद्देणं उग्घोसेमाणे उग्घोसेमाणे एवं वयासी- हंद ! सुणंतु भवंतो सूरियाभविमाणवासिणो बहवे वेमाणिया देवा य देवीओ य ! सूरियाभ-विमाणपइणो वयणं हियसुहत्थं । आणवेइ णं भो ! सूरियाभे देवे, गच्छइ भो ! सूरियाभे देवे जंबुद्दीवं दीवं भारहं वासं आमलकप्पं णयरिं अंबसालवणं चेइयं समणं भगवं महावीरं अभिवंदए; तं तुब्भेवि णं देवाणुप्पिया ! सव्विड्डीए जाव अकालपरिहीणा चेव सूरियाभस्स देवस्स अंतियं पाउब्भवह ।
૨૦
ભાવાર્થ :- ઘંટાનો અવાજ સંપૂર્ણ શાંત થઈ ગયો ત્યારે સૂર્યાભદેવની પાયદળ સેનાના અધિપતિ દેવે મોટે મોટેથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે કહ્યું– હે સૂર્યભવિમાનવાસી વૈમાનિક દેવો ! દેવીઓ ! તમે સૂર્યાભ વિમાનાધિપતિના હિતપ્રદ અને સુખકર વચનો સાંભળો– સૂર્યાભદેવની આજ્ઞા છે કે તેઓ જંબુદ્રીપના ભરતક્ષેત્રની આમલકલ્પા નગરીના આમ્રશાલવન ઉદ્યાનમાં બિરાજમાન શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન કરવા જઈ રહ્યા છે, તેથી હે દેવાનુપ્રિયો ! તમે બધાં સમસ્ત ઋદ્ધિ સહિત યાવત્ તત્કાલ સૂર્યાભદેવ સમક્ષ ઉપસ્થિત થાઓ.
१६ त णं ते सूरियाभ- विमाण-वासिणो बहवे वेमाणिया देवा य देवीओ य पायत्ताणिया- हिवइस्स देवस्स अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियया अप्पेगइया वंदण-वत्तियाए, अप्पेगइया पूयणवत्तियाए, अप्पेगइया सक्कार-वत्तियाए, अप्पेगइया सम्माण- वत्तियाए, अप्पेगइया कोऊहलवत्तियाए, अप्पेगइया सूरिया भस्स देवस्स वयणमणुयत्तेमाणा, अप्पेगइया अस्सुयाई सुणे सामो, अप्पेगइया सुयाइं णिस्संकियाई करिस्सामो, अप्पेगइया अण्णमण्णमणुयत्तमाणा, अप्पेगइया जिणभत्तिरागेणं, अप्पेगइया जीयमेय ति कट्टु सव्विड्डीए जाव सूरियाभस्स देवस्स अंतियं पाउब्भवंति ।