________________
| પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ
| १८
કાર્ય પૂર્ણ કર્યાની સૂચના આપી. સૂર્યાભદેવની ઉદ્ઘોષણા - १२ तए णं से सूरियाभे देवे तेसिं आभियोगियाणं देवाणं अंतिए एयमढे सोच्चा णिसम्म हट्ठतुट्ठ जाव हियए पायत्ताणियाहिवइं देवं सद्दावेइ, सहावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! सूरियाभे विमाणे सुहम्माए सभाए मेघोघरसियगंभीरमहुरसइंजोयणपरिमंडलं सूसर घंटं तिक्खुत्तो उल्लालेमाणे-उल्लालेमाणे महया-महया सद्देणं उग्घोसेमाणे-उग्घोसेमाणे एवं वयाहि____ आणवेइ णं भो ! सूरियाभे देवे, गच्छइ णं भो ! सूरियाभे देवे जंबुद्दीवे दीवे भारहे वासे आमलकप्पाए णयरीए अंबसालवणे चेइए समणं भगवं महावीर अभिवदए, त तुब्भे विणं भो देवाणुप्पिया!सव्वड्डीए जावणियगपरिवालसद्धिं संपरिवुडा साइंसाइंजाणविमाणाई दुरूढा समाणा अकालपरिहीणं चेव सूरियाभस्स देवस्स अतिए पाउब्भवह। ભાવાર્થ - ત્યાર પછી તે સૂર્યાભદેવે આભિયોગિક દેવો પાસેથી આ વાત સાંભળીને હર્ષિત, સંતુષ્ટિતા થાવત્ પ્રફુલ્લિત હૃદયવાળા થઈને પાયદળ સેનાના અધિપતિને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે જલદીથી સૂર્યાભવિમાનની સુધર્માસભામાં રહેલી મેઘસમૂહ જેવા ગંભીર-મધુર રણકારવાળી, એક યોજનાની ગોળાઈવાળી સુસ્વર ઘંટાને ત્રણવાર વગાડીને ઊંચે સ્વરે ઘોષણા કરો કે
સૂર્યાભવિમાનવાસી હે દેવ-દેવીઓ! સૂર્યાભદેવ, જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીના આમ્રશાલવન ઉધાનમાં બિરાજમાન શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરવા માટે જઈ રહ્યા છે. સૂર્યાભદેવ આજ્ઞા કરે છે– હે દેવાનુપ્રિયો! તમે પણ સમસ્ત ઋદ્ધિ યાવત પોતપોતાના પરિવાર સહિત, પોત-પોતાનાં યાન-વિમાનોમાં બેસીને વિલંબ કર્યા વિના તત્કાલ સૂર્યાભદેવ સમક્ષ ઉપસ્થિત થાઓ. १३ तए णं से पायत्ताणियाहिवई देवे सूरियाभेणं देवेणं एवं वुत्ते समाणे हद्वतुट्ठ जाव हियए एवं देवो ! तहत्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणित्ता जेणेव सूरियाभे विमाणे जेणेव सुहम्मा सभा जेणेव मेघोघरसिय-गंभीर-महुर-सद्दा जोयण-परिमंडला सुस्सरा घंटा तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं मेघोघरसियगंभीर-महुर-सई जोयणपरिमंडलं सुस्सरं घंटे तिक्खुत्तो उल्लालेइ ।
तए णं तीसे मेघोघरसियगंभीरमहुरसहाए जोयणपरिमंडलाए सुस्सराए घंटाए तिक्खुत्तो उल्लालियाए समाणीए से सूरियाभे विमाणे पासाय-विमाणणिक्खुडावडियसद्द समुट्ठियं घंटापडिसुया-सयसहस्स-संकुले जाए यावि होत्था।
ભાવાર્થ:- સૂર્યાભદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે પાયદળ સેનાના અધિપતિદેવ હર્ષિત અને સંતુષ્ટિત થયા યાત પ્રસન્ન હદયે બોલ્યા- હે દેવ ! તમે કહો છો તેમ જ કરીશ, તેમ કહીને આજ્ઞાનો વિનયપૂર્વક સ્વીકાર કરીને સૂર્યાભવિમાનની સુધર્માસભાના મેઘસમૂહની ગર્જના જેવા ગંભીર શબ્દ કરનારી તથા