________________
શ્રી રાયપસેણીય સૂત્ર
કોણમાં જઈને વૈક્રિય સમુદ્ઘાત કર્યો, વૈક્રિય સમુદ્દાત કરીને યાવત્ સંવર્તક વાયુની વિપુર્વણા–રચના કરી.
જેમ કોઈ મૃત્યદારક– ઝાડું કાઢવાવાળાનો પુત્ર તરુણ, બળવાન, યુગવાન– કાળપ્રભાવથી રહિત યુવાન, રોગરહિત, સ્થિર અગ્રહાથવાળો(હાથ કે આંગળા ધ્રૂજતા ન હોય); પુષ્ટ તથા વૃદ્ધિને પ્રાપ્ત હાથપગ, પૃષ્ઠાંતર અને ઉરુવાળો; મજબૂત, વર્તુળાકાર અને માંસલ ખંભાવાળો; ચામડાના ચાબખા, દુધણમુદ્ગર વિશેષ અને મુઠ્ઠીના વારંવારના પ્રહારથી મજબૂત બની ગયેલા શરીરવાળો; વિશેષ બળથી યુક્ત છાતીવાળો; એક સાથે ઉત્પન્ન થયેલા બે તાલવૃક્ષની જેમ સીધા, લાંબા અને પુષ્ટ બાહુવાળો; ઓળંગવા, કૂદવા, શીઘ્રગમન અને કઠણ વસ્તુને ભાંગવા–ભૂકો કરવામાં સમર્થ; છેક–કળાનો જાણકાર, દક્ષ, પટ્ટુ, કુશળ, બુદ્ધિમાન, કાર્યમાં નિપુણ મૃત્યપુત્ર ઘાસની સળીનો સાવરણો, દંડવાળો સાવરણો, વાંસની સળીવાળો સાવરણો લઈ રાજપ્રાંગણ, અંતઃપુર, દેવકુળ, સભા, પરબ, ક્રીડાસ્થાન, ઉદ્યાનાદિ સ્થાનોને ત્વરારહિત, ચપળતા રહિત, ભ્રાંતિ વિના, ઉતાવળવિના, નિપુણતાપૂર્વક ચારેબાજુથી સાફ કરે છે, તેવી જ રીતે સૂર્યાભદેવના તે આભિયોગિક દેવોએ સંવર્તક વાયુની વિપુર્વણા કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ચારેબાજુના એક યોજન પ્રમાણ વર્તુળાકાર ભૂમિભાગમાં ઘાસ, પાંદડાં, વગેરે જે કાંઈ કચરો હતો, તેને વાયુ દ્વારા ઉડાડી એકાંત સ્થાનમાં ફેંકી (તે ભૂમિ ભાગને સાફ કરી) શીઘ્ર પોતાના કાર્યથી નિવૃત્ત થયા.
૧૮
તે આભિયોગિક દેવોએ બીજીવાર વૈક્રિય સમુદ્દાત કરીને પાણીથી યુક્ત વાદળાઓની રચના કરી. જેમ કે કોઈ તરુણ યાવત્ પોતાના કાર્યમાં નિપુણ મૃત્યુદારક–પાણી સીંચનારનો પુત્ર પાણીથી ભરેલા માટીનાં પાત્ર વિશેષને, માટીના કુંભને, કાંસાદિ ધાતુના પાત્ર વિશેષને ધાતુના કળશને ગ્રહણ કરીને રાજપ્રાંગણ, ક્રીડાસ્થાન, પરબ વગેરે સ્થાનોમાં ત્વરાદિરહિતપણે પાણીનો છંટકાવ કરે છે, તે જ રીતે સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ ગર્જના કરતા, વીજળીના ચમકારા કરતા પાણીથી ભરેલા વાદળાઓની રચના કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ચારેબાજુની એક યોજન પ્રમાણ વર્તુળાકાર ભૂમિમાં, વધુ પાણી કે કીચડ ન થાય, તેવી રીતે દિવ્ય, સુગંધિત અને રજરેણુ બેસી જાય તેવી ઝરમર વર્ષા કરી. આ વર્ષા દ્વારા તેઓએ તે ભૂમિને નિહતરજ યાવત્ પ્રશાંત રજવાળી બનાવીને, શીઘ્ર પોતાના કાર્યથી નિવૃત્ત થયા.
તે આભિયોગિક દેવોએ ત્રીજીવાર વૈક્રિય સમુદ્દાત કરીને પુષ્પ ભરેલા વાદળાની રચના કરી. જેમ કે કોઈ તરુણ યાવત્ પોતાના કાર્યમાં નિપુણ માળીપુત્ર પુષ્પની છાબ, પુષ્પટોપલી કે પુષ્પગંગેરી ગ્રહણ કરી, કચગ્રહની જેમ કોમળ હાથથી પકડેલા અને પછી હાથથી છોડેલા પંચવર્ષી પુષ્પપુંજથી રાજપ્રાંગણાદિ સ્થાનોને સુશોભિત બનાવે છે, તેમ સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ ગર્જના કરતા, વીજળીના ચમકારા કરતા પુષ્પમેઘોની રચના કરીને એક યોજન પ્રમાણવાળી તે ભૂમિમાં જલસ્થાનીય, સ્થળસ્થાનીય ખીલેલા પંચવર્ણી પુષ્પોની ડીંટીયા નીચે અને પુષ્પ ઉપર રહે તેવી રીતે જાનુ પ્રમાણ પુષ્પોની વૃષ્ટિ કરી અને પછી કાલાગુરુ, શ્રેષ્ઠ કુંઠુરુષ્ક, તુરુષ્ક ધૂપથી તે ભૂમિને સુગંધથી મઘમઘાયમાન બનાવી દીધી. જાણે તે ભૂમિ સુગંધની અગરબત્તી હોય તેવી, દેવો આવી શકે તેવી આકર્ષક બનાવી, બનાવરાવી અને પોતાના કાર્યથી નિવૃત્ત થયા.
પોતાનું કાર્ય પૂર્ણ કરીને તે આભિયોગિક દેવો શ્રમણ ભગવાન મહાવીર સમીપે આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ત્રણવાર વંદન-નમસ્કાર કરીને આમ્રશાલવન ઉદ્યાનમાંથી બહાર જઈને પોતાની ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી સૌધર્મ દેવલોકના સૂર્યભવિમાનની સુધર્માસભામાં સૂર્યાભદેવ પાસે આવીને, બંને હાથ જોડી, મસ્તક નમાવી જય-વિજયના શબ્દોથી સૂર્યાભદેવને વધાવી આજ્ઞાનુસાર