________________
શ્રી રાયપસેણીય સૂત્ર
हियए करयलपरिग्गहियं जाव पडिसुणेइ, पडिसुणेत्ता उत्तरपुरत्थिमं दिसीभागं अवक्कमइ, अवक्कमित्ता वेडव्विय-समुग्धाएणं समोहणइ समोहणित्ता जाव अणेगखंभसयसण्णिविट्टं दिव्वं जाणविमाणं विउव्विउं पवत्ते यावि होत्था ।
૨૨
ભાવાર્થ :- સૂર્યાભદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે તે સાંભળીને આભિયોગિકદેવોએ ખુશ થઈને, હાથ જોડીને તે આજ્ઞા માથે ચડાવી. આજ્ઞાનો સ્વીકાર કરીને, તે દેવો ઈશાનખૂણામાં જઈને, વૈક્રિય સમુદ્દાત કરીને અનેક સ્તંભોથી યુક્ત દિવ્ય યાન-વિમાનની રચના કરવામાં પ્રવૃત્ત થયા.
વિવેચનઃ
બાળવિમાળ :- યાનવિમાન. વૈમાનિક દેવોના રહેવાના સ્થાન ‘વિમાન’નામે પ્રખ્યાત છે. સૂર્યાભદેવના રહેવાના સ્થાનનું નામ સૂર્યભવિમાન છે, આ વિમાન શાશ્વત છે. પોતાના સ્થાનથી જંબુદ્રીપાદિ અન્ય સ્થાને જવા માટે, પોતાના વિશાળ પરિવારને સાથે લઈને જવા માટે વાહનરૂપે જે વિમાન બનાવવામાં આવે છે, તે યાનવિમાન કહેવાય છે. યાનવિમાન વૈક્રિય શક્તિથી બનાવવામાં આવે છે.
યાન-વિમાનની સોપાન શ્રેણી :
१९ से आभिओगिए देवे तस्स दिव्वस्स जाणविमाणस्स तिदिसिं तिसोवाणपडिरूवए विउव्वइ, तंजहा - पुरत्थिमेणं दाहिणेणं उत्तरेणं । तेसिं तिसोवाण- पडिरूवगाणं इमे एयारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- वइरामया निम्मा, रिट्ठामया पट्टाणा वेरुलियामा खंभा, सुवण्ण-रुप्पमया फलगा लोहियक्खमइयाओ सूईओ, वइरामया संधी, णाणामणिमया अवलंबणा अवलंबणबाहाओ य, पासादीया जाव पडिरूवा ।
ભાવાર્થ :- આભિયોગિક દેવોએ તે દિવ્ય યાન-વિમાનની પૂર્વ, દક્ષિણ અને ઉત્તરદિશા આ ત્રણે બાજુએ ત્રણ-ત્રણ પગથિયાવાળી સુંદર સોપાન શ્રેણી(સીડી-દાદર)ની રચના કરી. તે સોપાન શ્રેણીના ભૂમિભાગથી લઈને ઉપર સુધીના બહાર નીકળેલા પ્રદેશ રૂપ નેમ ભાગો વજ્રરત્નના, તે સોપાન શ્રેણીના તે પ્રતિષ્ઠાન-મૂલપ્રદેશ રિષ્ટ રત્નના, થાંભલાઓ વૈડૂર્યમણિના, પાટીયા સોના-ચાંદીના, પાટીયાને જોડનારી ખીલીઓ લોહિતાક્ષ રત્નની પાટીયાઓની વચ્ચેનો સંધિભાગ વજ્રરત્નથી પૂરિત કર્યો હતો. તે સોપાન શ્રેણીના અવલંબન–સીડી ચડતા ટેકો લેવા માટેનો કઠોડો અને અવલંબન બાહા–કઠોડાની દિવાલ મણિઓથી બનાવવામાં આવી હતી. આ ત્રણે સોપાન શ્રેણીઓ ચિત્તને પ્રસન્ન કરનારી અને મનોહર હતી. યાન-વિમાનના તોરણઃ
२० तेसि णं तिसोवाणपडिरूवगाणं पुरओ पत्तेयं - पत्तेयं तोरणा पण्णत्ता । सिणं तोरणाणं इमे एयारूवे वण्णावासे पण्णत्ते, तंजहा - तोरणा णाणामणिमया णाणामणिमए सु थंभेसु उवणिविट्ठसण्णिविट्ठा, विविहमुत्तंतरारूवोवचिया विविहतारारूवोवचिया હામિયક્ષમતુરા-ગરમ-વિજ્ઞાવાતા વિજળરુરુ-સમન્વમરવુંનર વળતય पउमलय-भत्तिचित्तं खंभुग्गय-वइरवेइया-परिगयाभिरामं विज्जाहर जमलजुयल-जंतजुत्तं