________________
રાયપર્સન્નીય સૂત્રઃ કથાસાર
કેશીશ્રમણ– રાણી સાથે કામસેવન કરતાં પકડાયેલો પુરુષ સ્વજનો પાસે જઈ શકતો નથી, તેમ ભયંકર વેદનાદિની પરતંત્રતાના કારણે નારકીઓ અહીં આવી શકતા નથી.
૫
(૨) પ્રદેશી— દેવલોકમાં ગયેલા મારા દાદી મને(તેના વહાલા પૌત્રને) ધર્મ આચરવાનું કહેવા આવતા નથી માટે હું શરીર અને આત્માને એક માનું છું.
કેશી શ્રમણ— સ્નાનાદિ કરી મંદિરમાં જતો પુરુષ સંડાસમાં જતો નથી, તેમ મનુષ્ય લોકની દુર્ગંધ અને દેવલોકના દિવ્ય કામભોગાદિ કારણોથી દેવો અહીં આવી શકતા નથી.
(૩) પ્રદેશી– લોઢાની કોઠીમાં પૂરેલો પુરુષ મરી જાય ત્યારે આત્મા તેમાંથી નીકળે તો કોઠીમાં છિદ્ર કે તડ પડે; પણ તેમ થતું નથી, તે મારી માન્યતાને પુષ્ટ કરે છે.
કેશી શ્રમણ- સજ્જડ બંધ ઓરડામાંથી અવાજ બહાર નીકળી જાય છે, તેમ સજ્જડ બંધ કોઠીમાંથી જીવ નીકળી શકે છે. જીવમાં પર્વતાદિ ભેદીને જવાનું સામર્થ્ય છે.
(૪) પ્રદેશી– લોઢાની કોઠીમાં પૂરેલા પુરુષના મૃત શરીરમાં કીડા પડે છે. તે કીડાના જીવો કોઠીમાં પ્રવેશે તો કોઠીમાં છિદ્રાદિ પડવા જોઈએ પણ તેમ થતું નથી. આ પ્રયોગ પણ મારી માન્યતાને પુષ્ટ કરે છે. કેશી શ્રમણ– નિચ્છિદ્ર લોઢાને તપાવવામાં આવે ત્યારે તે લોઢામાં અગ્નિ પ્રવેશી જાય છે, તેમ કીડાના જીવો કોઠીમાં પ્રવેશે છે. જીવ પૃથ્વી આદિને ભેદીને જવાનું સામર્થ્ય ધરાવે છે.
(૫) પ્રદેશી– યુવાન ! એક સાથે પાંચ બાણ ફેંકી શકે છે. બાળક એક સાથે પાંચ બાણ ફેંકી શકતો નથી. યુવાવસ્થા અને બાલ્યાવસ્થામાં આત્મા એક જ હોય, તો બંને અવસ્થામાં એકસરખું સામર્થ્ય રહેવું જોઈએ, પણ તેમ થતું નથી.
કેશી શ્રમણ- યુવાન પુરુષ જૂના, ખવાઈ ગયેલા બાણથી(ખામીવાળા ઉપકરણથી) પાંચ તીર છોડી શકતા નથી. તેમ બાળકમાં આવડતરૂપી ઉપકરણ ખામીવાળું છે તેથી તે એક સાથે પાંચ બાણ છોડી શકતો નથી.
(૬) પ્રદેશી– તરુણ પુરુષની જેમ વૃદ્ધ પુરુષ લોખંડ વગેરે ભારને ઉપાડી શકતા નથી. તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં એક જ આત્મા હોય તો બંને સમયે સમાન સામર્થ્ય રહેવું જોઈએ પણ તેમ થતું નથી. કેશી શ્રમણ તરુણ પુરુષ પણ જૂના, ખવાઈ ગયેલા ટોપલાથી (ખામીવાળા સાધનથી) લોખંડાદિ ભારને વહન કરી શકતા નથી તેમ વૃદ્ધ પાસે શક્તિરૂપી સાધનની ખામી છે. તેથી તે ભાર ઉપાડવા સમર્થ થતા નથી.
(૭) પ્રદેશી— જીવંત પુરુષને અને તેના મૃત શરીરને વજન કરતાં, બંનેના વજનમાં અંશમાત્ર ફેર પડતો નથી. જીવ ચાલ્યો જાય તો મૃત શરીરનું વજન ઓછું થવું જોઈએ પણ તેમ થતું નથી.
કેશી શ્રમણ- ખાલી અને હવા ભરેલી મશકના વજનમાં ફરક પડતો નથી, તેમ જીવ ચાલ્યા ગયા પછી મૃત શરીરના વજનમાં ફરક ન પડે. જીવ અરૂપી છે, અગુરુલઘુ છે, તેથી જીવને વજન જ નથી.
(૮) પ્રદેશી– જીવતા પુરુષમાં અને તેના ટુકડે-ટુકડા કરી તે ટુકડાનું નિરીક્ષણ કરતાં એક પણ ટુકડામાં જવ દેખાતો નથી.
કેશી શ્રમણ– અરણીના લાકડામાં કે તેના ટુકડામાં અગ્નિ દેખાતો નથી (તેને ઘસવાથી અગ્નિ પ્રગટ