________________
શ્રી શયપણેણીય સત્ર
થાય) તેમ શરીરમાં કે તેના ટુકડામાં જીવ દેખાતો નથી. જીવ અરૂપી છે, તે ચક્ષુગ્રાહ્ય નથી. (૯) પ્રદેશી– હથેળીમાં રહેલા આમળાની જેમ જીવ દેખાય, તો જીવ અને શરીરને ભિન્ન માનું. કેશી શ્રમણ– વાયુથી ઝાડ-પાન હલે છે. હલતા ઝાડપાન દેખાય છે, વાયુ દેખાતો નથી પણ અનુભવાય છે. તેમ અરૂપી આત્મા દેખાતો નથી પણ અનુભવાય છે. (૧૦) પ્રદેશી– શરીરથી ભિન્ન આત્મા હોય, તો એક જ આત્મા કંથવા અને હાથીના નાના-મોટા શરીરમાં કેમ સમાય શકે ? કેશી શ્રમણ-દીવા ઉપર નાનું-મોટું જેવડું પાત્ર ઢાંકીએ તેટલામાં તે પ્રકાશ સમાય છે. તેમ આત્મપ્રદેશોમાં સંકોચ-વિસ્તાર થવાથી તે નાના-મોટું જેવું શરીર મળે તેમાં સમાય જાય છે.
કેશીશ્રમણના યુક્તિ સંગત દષ્ટાંતોથી પ્રદેશી રાજા જીવાદિ તત્ત્વ પ્રત્યે શ્રદ્ધાવાન બન્યા, તેમના સદુપદેશથી શ્રાવકના બાર વ્રતો અંગીકાર કર્યા અને પોતાના અવિનય માટે ક્ષમા યાચના કરી.
હવે પ્રદેશ રાજાની વૃત્તિઓનું પરિવર્તન થઈ જતાં, ધર્મને આચરણમાં મૂકી, પોતાની સર્વ સંપત્તિના ચાર ભાગ કરી, ચોથો ભાગ દાનધર્મ માટે ફાળવ્યો. આ રીતે નવ પુણ્યોમાં પ્રથમ પુણ્ય એવા અન્નદાન માટે દાનશાળા ખોલાવીને ગૃહસ્થ ધર્મના કર્તવ્યનું પાલન કર્યું. સાથે જ તેઓ પૌષધ આદિની સાધનામાં લયલીન બની ગયા. જેથી તેમની વિષય વાસના કે એશઆરામની વૃત્તિઓ સર્વથા સમાપ્ત થઈ ગઈ. પ્રદેશી રાજા તરફથી ભોગપૂર્તિ ન થતાં રાણી અકળાવા લાગી. તેના ફળ સ્વરૂપે તેણીએ રાજાને ભોજનમાં વિષ આપી
દીધું.
રાજાના શરીરમાં વેદના થતાં તેને રાણીના કાવતરાનો ખ્યાલ આવી ગયો પણ સમતાની સાધનામાં પુષ્ટ બની ગયેલા રાજાને રાણી પ્રત્યે લેશમાત્ર દ્વેષ ભાવ જભ્યો નહીં. જીવનનો અંત સમય સમીપ આવેલો જાણી રાજાએ અનશનવ્રત ગ્રહણ કરી લીધું. આત્મભાવમાં સ્થિત બની, સમાધિભાવે દેહ ત્યાગ કરી, પ્રદેશ રાજા સૂર્યાભદેવ રૂપે ઉત્પન્ન થયા.
સૂર્યાભદેવ ચાર પલ્યોપમનું દેવાયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં દઢપ્રતિજ્ઞ નામે મનુષ્ય રૂપે જન્મ લઈ, સંયમ સ્વીકારી, સમાધિ મરણે આયુષ્ય પૂર્ણ કરી સિદ્ધ, બુદ્ધ મુક્ત થશે.