________________
દ્વારા શ્રી રાજપ્રશ્નીયસૂત્ર ગુજરાતી અનુવાદ, ભાવાર્થ-વિવેચન સાથે પ્રકાશિત થઈ રહ્યો છે. આભાર દર્શન :
સંયમ જીવનની ગાડીને જ્ઞાન–દર્શનના પાટા ઉપર સરિયામ દોડાવવી હોય તો જરૂર છે ગુરુકૃપાના ઇંધનની. ગુરુકૃપા હિ કેવલ, આ સૂત્રબળે જ જાણે કે અણમોલા અવસરને અમ જીવનમાં અમે વધાવી શકયા.
પ્રાણ પરિવારમાં સાધક જીવન પામવાનું અમે સૌભાગ્ય સાંપડ્યું અને સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યપાદ શ્રી પ્રાણ ગુરુદેવની જન્મ શતાબ્દી વર્ષનિમિત્તે ગુજરાતી આગમ બત્રીસીના અનુવાદ કાર્યમાં અમને આંશિક પણ લાભ મળ્યો, એ લાભને પ્રાપ્ત કરતાં આજે પણ હૃદય ગદિત બની જાય છે. પૂ. પ્રાણ ગુરુદેવ વિષે વારંવાર મન વિચારે ચઢે છે
નથી નિહાળી મૂર્તિ જેની, નથી કર્યા જેના દર્શન, શું ગાઉં ગુરુ ગુણ, બહુધા વિચારીને કરું હૃદયમાં સ્પર્શન.
ગુર્વાદિકો પાસે એ ઉપકારી ગુરુવર્યના જીવન-કવનને સાંભળ્યું છે. એ સાંભળતાં સાંભળતાં પણ નત મસ્તકે એ પાવન ચરણોમાં ઝૂકી જવાય છે.
આજે ગુરુપ્રાણ આગમ બત્રીશીનું ચોવીસમું આગમરત્ન પ્રકાશિત થાય છે, એ સમયે સ્મરણ પટે આવે છે ઉપકારીઓના અનંત ઉપકારો...
અજ્ઞાની જીવોની આંખડી ખોલી, બારે પર્મદા દેશનાથી ડોલી, વચનો ઉચ્ચારે છે તોળી તોળી, એવા પ્રભુની વાણી અણમોલી.
એ અણમોલી વાણીને આત્માગમથી અવધારનાર શાસનપતિ પ્રભુ મહાવીર સ્વામી, અનંતરાગમથી અવધારનાર ગણધર ભગવંતો અને પરંપરાગમથી આપણા સુધી પહોંચાડવા માટે અનેક સ્થવિર આચાર્ય ભગવંતોએ શાસ્ત્રોને પ્રવાહિત કર્યા છે, તેવા આચાર્ય ભગવંતો તથા અમ શ્રદ્ધામૂર્તિ સાધક બેલડી પૂ. જય–માણેક ગુરુદેવ તથા પ્રાણ ગુરુદેવના ચરણે ભાવવંદન.
જેમણે અમ જીવનમાં અનંત ઉપકાર કર્યો છે, અણધડ પથ્થરને વાંચણીના ટાંકણાં વડે કંડારીને સંયમ સોપાને ચડાવ્યા છે, એવા તપસમ્રાટ પૂજ્ય તપસ્વી ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. સમયે-સમયે સ્મૃતિપટે બિરાજમાન થાય છે. જેમના આશીર્વાદથી અલ્પમતિ એવા અમે આ શ્રુતસેવામાં આંશિક પણ સફળતાને પામ્યા છીએ; એ ગુરુ ચરણોમાં ભાવવંદન.
તદનંતર અમ ગુરુકુળના શિરોમણિ પૂ. શ્રી જયંત–ગિરીશ—જનક–જગદીશ ગુરુ ભગવંતોને નત મસ્તકે વંદન કરીને યાદ કરું છું. વર્તમાને અંકાઈ મુકામે બિરાજીત તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવશ્રીના સુશિષ્ય ધ્યાની યોગીરાજ ગુરુદેવ પૂ. શ્રી હસમુખમુનિજી મ. સા.ના ચરણોમાં પણ અહોભાવે મસ્તક ઝુકી જાય છે. આ સાથે ગુરુબંધુ શ્રી ગજેન્દ્રમુનિ, શ્રી નમ્રમુનિને વંદના કરીએ છીએ.
નિઃસ્વાર્થભાવે અમારા કાર્યમાં સંપૂર્ણ રીતે સહયોગી બનનાર આગમમનીષી પૂ.
42