________________
તેમના ઉત્તરાધિકારી આચાર્ય હરિદત્તસૂરિ થયા. તેઓએ વેદાન્તાચાર્ય લોહિયને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી, પ્રતિબોધિત કરી, તેમના ૫૦૦ શિષ્યોની સાથે દીક્ષિત કર્યા હતા.
તૃતીય પટ્ટધર આચાર્ય સમુદ્રસૂરિ થયા. તેમના સમયમાં વિદેશી નામના આચાર્યો ઉજ્જયિની નગરીના અધિપતિ જયસેન રાજા, અનંગસુંદરી મહારાણી અને કેશી નામના રાજકુમારને દીક્ષિત કર્યા હતા. રાજકુમારે કૌમાર્યાવસ્થામાં દીક્ષા લીધી હોવાથી તે કેશીકુમાર શ્રમણના નામે પ્રખ્યાતી પામ્યા હતા. તેઓ ચોથા પટ્ટધરરૂપે આચાર્યપદે બિરાજમાન થયા અને તેમણે પ્રદેશી રાજાનું જીવન પરિવર્તન કરાવ્યું હતું.
केशिनामा तदविनेयः यः प्रदेशीनरेक्तरम् । प्रबोध्य नास्तिकाद् धर्माद् जैनधर्मेऽध्यरोपयत् ॥
- નાભિનન્દાદ્વાર પ્રબન્ધ. અર્થ - કેશી શ્રમણ નામના તેમના(સમુદ્રસૂરિના) શિષ્ય હતા. જેઓએ પ્રદેશી રાજાને નાસ્તિક ધર્મમાંથી પ્રતિબોધિત કરી, જૈનધર્મમાં સ્થાપિત કર્યા હતા. બે કેશી શ્રમણ – આગમ સાહિત્યમાં શ્રી રાજપશ્રીય સૂત્ર અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, આ બે આગમોમાં કેશીકુમાર શ્રમણના નામનો ઉલ્લેખ જોવા મળે છે. બંનેના નામમાં સામ્યતા છે પણ તે બંને એક નથી. પ્રદેશ રાજા પ્રતિબોધક કેશીકુમાર શ્રમણ ચૌદપૂર્વી અને ચાર જ્ઞાનના ધારક હતા અને શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર કથિત ગૌતમસ્વામી સાથે ચર્ચા કરનાર કેશીકુમાર શ્રમણ ત્રણ જ્ઞાનના ધારક હતા. રાજપ્રશ્રીય સુત્ર આધારિત વ્યાખ્યા સાહિત્ય: રાજપ્રશ્રીયસૂત્ર કથાસૂત્ર હોવાથી તેના ઉપર નિયુક્તિ, ભાષ્ય કે ચૂર્ણિની રચના કરવામાં આવી નથી. સહુ પ્રથમ આચાર્ય મલયગિરિજીએ તેના ઉપર સંસ્કૃત ટીકા નિર્માણ કરી. શ્રી મલયગિરિજીએ પોતાની ટીકા(વૃત્તિ)માં મૂળસૂત્ર અને તેના શબ્દાર્થની વ્યાખ્યા કરીને તેના ભાવાર્થનો સ્પષ્ટ નિર્દેશ કર્યો છે.
શ્રી રાયપસણીય સૂત્ર ઈ.સ.૧૮૮૦માં બાબુ ધનપતિસિંહજીએ મલયગિરિજીની વૃત્તિ સહિત પ્રકાશિત કરાવ્યું. ઈ.સ. ૧૯૨૫માં આગમોદય સમિતિ મુંબઈ દ્વારા અને વિ.સં. ૧૯૯૪માં ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, અમદાવાદ દ્વારા આ સૂત્ર સટીક પ્રકાશિત થયું. વિ.સ. ૨૪૪પમાં પૂ. અમોલકઋષિજી મ. દ્વારા સંપાદિત હિન્દી અનુવાદ અને ઈ.સ. ૧૯૫માં પૂજ્ય શ્રી ઘાસીલાલજી મ.સા. દ્વારા રચિત સંસ્કૃત વ્યાખ્યા અને હિન્દી-ગુજરાતી અનુવાદ સાથે જૈનશાસ્ત્રોધાર સમિતિ, રાજકોટ દ્વારા આ સૂત્ર પ્રકાશિત થયું. ઈ.સ. ૧૯૩૫માં પંડિત બેચરદાસ જીવરાજ દોશીનો ગુજરાતી અનુવાદ લાધાજીસ્વામી પુસ્તકાલય-લીંબડીથી અને વિ.સં. ૧૯૯૪માં ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમદાવાદથી પ્રકાશિત થયો. ઈ.સ. ૧૯૯૧માં પૂજ્ય શ્રી મિશ્રીમલજી મ.(મધુકર)નો હિન્દી અનુવાદ વિવેચન સાથે આગમ પ્રકાશન સમિતિ–ખ્યાવરથી પ્રકાશિત થયો. ઈ.સ ૧૯૯રમાં વિશ્વ ભારતી લાડનુંથી મૂળપાઠનું સંસ્કરણ થયું છે. આ સિવાય અજ્ઞાત કેટલાય સ્થાનોમાંથી આ સૂત્રનું પ્રકાશન થયું છે. તેમાં એક નવી કડી ઉમેરતા શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન
41