________________
અનુવાદિકાની કલમે
- સાધ્વી શ્રી બિન્દુબાઈ મ. અને સાધ્વી શ્રી રૂપલબાઈ મ.
પ્રસ્તુત શ્રી રાજપ્રશ્રીયસૂત્ર આગમ શ્રીનંદીસૂત્રના વર્ણન પ્રમાણે અંગબાહ્ય સૂત્ર છે. ઉપલબ્ધ વિભાજન પ્રમાણે તે બીજે ઉપાંગ સુત્ર મનાય છે. તેમાં તજીવ તસ્કૃરીરવાદની માન્યતા ધરાવતા પ્રદેશી રાજાનું કથાનક રજૂ થયું છે. પ્રસ્તુત આગમ નામ હેત શ્રી નંદીસૂત્રમાં અંગબાહ્ય ઉત્કાલિકશ્રતની પરિગણનામાં પ્રસ્તુત આગમનું નામ “રાયપ્પસણીય’ જોવા મળે છે. તેનું સંસ્કૃત રૂપાંતરણ રાજપ્રશ્રીય છે. આ આગમ એક જિજ્ઞાસુ રાજાના પ્રશ્નો સાથે સંબંધ ધરાવે છે, તેથી તેનું નામ રાજપ્રશ્રીય રાખવામાં આવ્યું છે. પ્રદેશ રાજા અને કેશી શ્રમણ વચ્ચે થયેલી આ પ્રશ્નચર્ચા, આ આગમનું મહત્ત્વપૂર્ણ અંગ છે. કેશીકુમાર શ્રમણની યુક્તિઓ આત્મસ્વરૂપને સમજવા માટે સર્ચલાઈટની જેમ ઉપયોગી છે. આ પ્રશ્નોત્તરથી જ પ્રદેશી રાજા અરમણીયમાંથી રમણીય, અધાર્મિકમાંથી ધાર્મિક, નાસ્તિકમાંથી આસ્તિક, વિપથગામીમાંથી સત્પથગામી બન્યા. તેના જીવનનું આમૂલ-ચૂલ પરિવર્તન કરાવનાર, આ સંવાદ જ આ આગમનું હાર્દ છે. તેથી જ આ પ્રશ્નચર્ચાને, રાજાના પ્રશ્નોને આધારભૂત બનાવતું ‘રાજપ્રશ્રય” નામ સાર્થક છે. મુખ્યપાત્ર પરિચયઃ સૂત્રકારે ચિત્ત સારથિ, પ્રદેશ રાજા અને કેશીકુમાર શ્રમણ, આ મુખ્ય ત્રણ પાત્રની આસપાસ જ આગમકથાની રચના થઈ છે. આ ત્રણે ય પાત્ર પોત-પોતાના સ્થાને મુખ્ય સ્થાન ધરાવે છે.
પ્રદેશી રાજા અને કેશી શ્રમણના મિલનમાં મુખ્ય ભૂમિકા ચિત્ત સારથિની છે. ચિત્ત, પ્રદેશી રાજાનો સારથિ, અમાત્ય અને કલ્યાણમિત્ર તેમજ વડીલબંધુ સમ હતો. પ્રદેશી રાજા: પ્રસ્તુત આગમકથાનકનું મુખ્યપાત્ર પ્રદેશી રાજા છે. સૂત્રકારે પ્રદેશ રાજાના માધ્યમે જ વિપરીત માન્યતા, તેના પરિણામે સર્જાતા વૃત્તિઓના તાંડવો અને સત્ય સમજાઈ ગયા પછી તે વૃત્તિઓનું ઊર્ધ્વીકરણ, સાધના-આરાધનાના અંતે જીવનનું ઊર્ધ્વગમન, કેવી રીતે કરી શકાય છે, તેનું નિરૂપણ કર્યું છે. કેશીકુમાર શ્રમણ : કેશીકુમાર શ્રમણ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પાટ પરંપરાના આચાર્ય હતા. તેઓ શ્રી પાર્શ્વપ્રભુના ચતુર્થ પટ્ટધર હતાં. પ્રથમ પટ્ટધર આચાર્ય શુભદત્ત. તેઓ શ્રી પાર્શ્વનાથ ભગવાનના પ્રથમ ગણધર હતા. તેમનો જન્મ ક્ષેમપુરી નગરીમાં થયો હતો. તેઓએ બાવીસમાં તીર્થકરના શાસનવર્તી શ્રી સંભૂતમુનિ પાસે શ્રાવકવ્રત અંગીકાર કર્યા હતા અને માતા-પિતાના મૃત્યુથી વૈરાગ્યવાસિત બન્યા. ત્યાર પછી શ્રી પાર્શ્વપ્રભુના પ્રથમ ઉપદેશ શ્રવણપછી દીક્ષા અંગીકાર કરી પ્રથમ ગણધર બન્યા.
40