________________
બેચરદાસજી દોશીનું રાજપ્રશ્નીયસૂત્ર ઉપયોગી થયા છે. તે સર્વના અમો આભારી છીએ.
આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા., પ્રધાન સંપાદિકા ગુણીમૈયા પૂ. લીલમબાઈ મ.ના માર્ગદર્શન નીચે સંપાદન કાર્યવાહી આગળ વધી રહી છે, તેમાં ગુણીમૈયા ૫. વીરમતી બાઈ મ.નો સાથ સહકાર અને પ્રેરણા અમારું બળ અને ટોનિક બની રહે છે. અમારા ગુરુકુળવાસી નાના-મોટા સર્વની શુભભાવના સાથેનો સહયોગ અમારું પાથેય છે. તેઓ સહુની ઉપકારિતા સામે નતમસ્તક બની જવાય છે. આ સાથે અમારા માતા-પિતાની ઉપકારિતા પણ સ્મરણપટ પર તાદશ થાય છે.
સદા ત્રઢણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ! સદા ઋણી માત-સાત લલિતાબેન-પોપટભાઈ! કર્યું તમે સંસ્કારોનું સિંચન,
કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ ગુણીશ્રી ! શરણુ ગ્રસ્પૂ. મુક્ત-લીલમ-વીર ગુણીશ્રી! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુન્ધર્મની મળે એવી કૃપા
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન.
શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
39