________________
Ye
O
નવા ઉત્પન્ન થયેલા સૂર્યાભદેવ જિનપ્રતિમા સામે નમોસ્થળની મુદ્રામાં બેસીને સ્તુતિ કરે છે, તેવો પાઠ પ્રતોમાં મળે છે પરંતુ વૃત્તિકાર પોતે આ સૂત્રપાઠને વાચનાંતર –પુસ્તકાંતર કહે છે અને તત્ત્વ કેવળીગમ્ય કહીને, તે વિશે પોતાનો સંદેહ ભાવ દર્શાવ્યો છે. તેથી તે પાઠને કૌંસમાં રાખ્યો છે.
સૂર્યાભવિમાનની પુષ્કરિણી (જળાશયો)ના વર્ણનમાં કમળો, ભ્રમરો વગેરેનું વર્ણન છે. પ્રજ્ઞાપનાદિ સૂત્ર પ્રમાણે દેવલોકમાં બાર દેવલોક પર્યત અષ્કાયના જીવો હોય છે પણ ત્યાં પ્રત્યેક વનસ્પતિકાય, વિકસેન્દ્રિય આદિ જીવો હોતા નથી. તે બાબતમાં વિચારતાં જણાયું કે તે કમળો અને ભ્રમરો વગેરે પૃથ્વીકાયમય છે. જેમ વિશિષ્ટ આકારવાળું લોખંડ પાણી(જહાજરૂપે)માં તરે છે, આકાશ(વિમાનરૂપે)માં ઊડે છે, તેમ તે પૃથ્વીકાયમય કમળ તરે છે અને ભ્રમર ઉડે છે.
આ રીતે સૂત્રગત પ્રત્યેક વિષયોમાં વાચકોની જિજ્ઞાસાવૃત્તિ સંપૂર્ણપણે સંતુષ્ટ થાય તે રીતે સંપાદન કરવાનો પ્રયત્ન કર્યો છે.
સંપાદન કરતા પ્રસ્તુત સૂત્રના બે વિભાગ કર્યા છે. પ્રથમ વિભાગમાં કાર્યરૂપ સૂર્યાભદેવ ભવનું અને બીજા વિભાગમાં તેના કારણરૂપ પ્રદેશ રાજાના ભવનું વર્ણન છે. બંને વિભાગ કાર્ય-કારણ ભાવથી સંકળાયેલા છે.
સંતના સમાગમ પ્રદેશી રાજાની પરિવર્તન પામેલી જીવનચર્યા જ સૂત્રનું એકમાત્ર તેજસ્વી કિરણ છે. પ્રદેશ રાજા ગતાનુગતિક ન હતો, પ્રયોગ દ્વારા વસ્તુતત્ત્વને શોધનારો શોધક હતો. આત્માને શોધવા તેણે ઘણો શ્રમ કર્યો પણ તે શ્રમ વિપરીત હતો તેથી તે નિષ્ફળ ગયો. આત્મશોધની તાલાવેલીના કારણે જ તેણે કેશીશ્રમણ સાથે પ્રશ્રચર્ચા કરી અને કેશીશ્રમણના સત્સંગે સત્યને સમજી, આત્મતત્ત્વને અનુભવી, વ્રત–નિયમોને ધારણ કરી, ક્ષમાના ઉત્તમ પરિણામો સાથે આરાધકભાવે મૃત્યુ પામી સૂર્યાલ દેવની સૂર્ય જેવી તેજસ્વી સ્થિતિને પામ્યો.
અહીં મુખ્ય વાત એ છે કે પ્રદેશ રાજાએ શ્રાવક ધર્મ સ્વીકાર્યો, તેના શ્રાવક જીવનમાં પ્રદેશી રાજાએ જિનપ્રતિમાની પૂજા કરી હોય, તેવો કોઈ ઉલ્લેખ નથી પરંતુ સૂર્યાભદેવ ભવમાં જિનપ્રતિમાની પૂજાનો ઉલ્લેખ છે. તેથી તે વાત સ્પષ્ટ થઈ જાય છે કે તે જિનપૂજા, તે દેવોનો જીતવ્યવહાર છે. શ્રાવકો કે સાધુ માટે પૂજાનું વિધાન ક્યાંય પ્રાપ્ત થતું નથી.
પ્રસ્તુત સૂત્રના સંપાદન કાર્યમાં પૂ. મલયગિરિસૂરિજીની વૃત્તિ, લાડગૂંથી પ્રકાશિત મૂળપાઠ, પૂ. ઘાસીલાલજી મ.સા.નું સટીક રાજપ્રશ્રયસૂત્ર તથા પંડિત શ્રી
38