________________
ત્રિલોકમુનિ મ.સા.ના પણ અમે ઋણી છીએ.
હવે દષ્ટિજાય છેઅમ ગુરુકુળવાસી સાધ્વી સમુદાયનાશિરોમણિ સર્વગુણી ભગવંતોપૂજ્યવરા પૂ. મોટા સ્વામીશ્રી પૂ. મુક્તાબાઈ મ., પ્રધાન સંપાદિકા, ભાવયોગિની પૂ. બા. બ્ર. સાહેબજીશ્રી પૂ. લીલમબાઈ મ.જેઓએ આગમના અનુવાદમાં ભાવપ્રાણ પૂર્યા છે, અમને હળવા બનાવ્યા છે. આ મહકાર્યના ઉદ્ભાવિકા સ્વ. પૂ.ઉષાબાઈ મ., પૂ. ભારતીબાઈમ, પૂ. વીરમતીબાઈ મ., પૂ.પ્રિયદર્શનાબાઈ મ., પૂ. સુધાબાઈ મ., પૂ.વિદુબાઈ મ. તથા સહ સંપાદિકા ડૉ. સાધ્વી આરતી અને સાધ્વી સુબોધિકા, આ સર્વ અમ સંયમ યાત્રાના સાથી-સહકારીના સહિયારા પુરુષાર્થ, આશીર્વાદ અને પ્રેરણાએ અમારા કાર્યને વેગ સાંપડ્યો છે. બા. બ્ર. પૂ. વીરમતીબાઈ મ.ના સુભાશીષ તરંગોમાં પ્લાવિત બની, તેમના મંગલ સાંનિધ્યમાં અમે અનુવાદ કાર્ય સંપન્ન કર્યું છે. આ અવસરે અમો તેમના ઉપકાર સ્મૃતિને હૃદયસ્થ કરીએ છીએ. અમ ઉપકારીઓમાં કેટલાક દૂધમાં સાકરની જેમ ભળી ગયા, તો કેટલાક દૂધમાં કેસરની જેમ છવાઈ ગયા. સહુના સાથ અને સહકારથી અમે શ્રુતગંગામાંથી ચુલુભર વારિનું આચમન કરવા-કરાવવા સમર્થ બન્યા છીએ. તે સર્વના ચરણોમાં નત મસ્તકે ભાવવંદન. આ તકે પરોક્ષ પ્રેરણાદાતા સ્વ. પૂ. હર્ષિદાબાઈ મ.ને પણ શ્રદ્ધાભાવે યાદ કરી ભાવ વંદન.
આ આગમના અનુવાદ માટે અમે મુખ્યતાએ શ્રમણસંધીય પૂ. શ્રી મધુકરમુનિજી મ. સા. લિખિત હિંદી આગમનો આધાર લીધો છે. શ્રમણી વિદ્યાપીઠમાં અભ્યાસ કરાવતાં પંડિતજી શોભાચંદ્ર ભારિલ્લજી, શ્રી નરેન્દ્ર ઝા કે જેમણે આપેલું જ્ઞાન, આ અવસરે ઉપયોગી થયું છે તેથી તે પંડિતજીઓને પણ કૃતજ્ઞભાવે યાદ કરીએ છીએ. આ આગમને પ્રકાશમાં લાવનાર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન પ્રકાશન સમિતિના માનદ્ સભ્યોશ્રી તથા સર્વ પ્રકાશન કાર્યનો ભાર પ્રમુખરૂપે વહન કરનાર શ્રીયુતુ ચંદ્રકાંતભાઈ શેઠનો પણ આભાર માનીએ છીએ. પ્રફ સંશોધનમાં સહયોગી મુકુંદભાઈ તથા મુદ્રણ કરનાર નેહલભાઈને પણ આ તકે યાદ કરીએ છીએ.
શ્રી અશોકભાઈ તથા મુકેશભાઈએ અમારા(બિંદુબાઈ મ.ના) સંયમ રજત જયંતિના શુભ નિમિત્તે માતા સવિતાબેન કાંતિલાલ ઠોસાણીને અગ્રસર કરીને આ આગમના શ્રુતાધાર બનીને જિનવાણીનું બહુમાન કર્યું છે. તેમની શ્રદ્ધા-ભક્તિને ધન્યવાદ. ઋણ સ્વીકારની આ ઉજળી તકે સર્વ નામી-અનામી ઉપકારીઓનું હાર્દિક અભિનંદન.
પ્રમાદ, અજ્ઞાનતા કે છદ્મસ્થ બુદ્ધિને કારણે અમારાથી અજાણતાં પણ શ્રતજ્ઞાન અને શ્રતધરોની અશાતના થઈ હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં.
ગુરુચરણોપાસિકા સાધ્વી બિન્દુ-સાધ્વી રૂપલ.
|
43