SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ The . જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહ સંપાદિકા મમ શિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત સાદર ધન્યવાદ આપું છું. પ્રસ્તુત આગમના અનુવાદિકા છે અમારા વિદુષી પ્રશિષ્યો બિન્દુબાઈ મ. એવું રૂપલબાઈ મ. જેમણે સત્યપુરુષાર્થ કરી અનુમોદનીય સ્વાધ્યાય કર્યો છે. તેઓ પણ સતત સંયમ-તપથી આતમભાવના ભાવી કર્મક્ષય કરવાનો સતત પુરુષાર્થ કરતા રહે અને બિંદુમાંથી જ્ઞાનના સિંધુ બને, તેમજ રૂપલમાંથી ચારિત્રની કંપળ ખીલાવે, તેવી કામના સહિત મંગલભાવનાએ તેમના પુરુષાર્થને બિરદાવું છું, ધન્યવાદ આપું છું. આગમનિષ્ઠાથી સેવા આપનાર શ્રમણોપાસક મુકુંદભાઈ પારેખ, મણિભાઈ શાહ એવં જયવંતભાઈ શાહ, કુમારી ભાનુબહેન પારેખને ધન્યવાદ. પરમાગમ પ્રત્યે અવિહડ ભક્તિભાવ રાખનાર ગુરુપ્રાણ ફાઉન્ડેશનના માનટ્સભ્ય ભામાશા શ્રીયુત રમણિકભાઈ તથા આગમ પ્રકાશન કરવાના અડગ ભેખધારી, દઢ સંકલ્પી, તપસ્વિની માતા વિજ્યાબહેન તથા ભક્તિ સભર હૃદયી પિતા માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, નરબંકા, રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠ તથા કાર્યાન્વિત શ્રી મહેન્દ્રભાઈ આદિ સર્વ સભ્યગણ; ધીરુભાઈ વિનુભાઈ આદિ કાર્યકર્તાઓ; મુદ્રણ કરનાર નેહલભાઈ, તેમના પિતાશ્રી હસમુખભાઈ તથા સહયોગી કાર્યકરો, આગમના શ્રુતાધાર અને અન્ય દાનદાતા મહાનુભાવો વગેરેને અભિનંદન સાથે સાધુવાદ આપું છું. આગમના અનુવાદ, સંશોધન, સંપાદનમાં ઉપયોગી થયેલા પૂર્વ પ્રકાશિત આગમોના પ્રકાશકોને સાધુવાદ. આગમ અવગાહન કરવામાં ઉપયોગની શૂન્યતાથી કંઈક શબ્દો, અક્ષરો, પાઠમાં અશુદ્ધિ રહી જવા પામી હોય, વીતરાગ વાણી વિરુદ્ધ લખાયું, વંચાયું હોય તો ત્રિવિધે-ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. પ્રિય પાઠકો ! તમો આગમ વાંચો ત્યારે કંઈક અશુદ્ધિ રહી જવા પામી હોય તે ખ્યાલ આવે તો તેની નોંધ કરી અમને મોકલવા પ્રયત્ન કરશો. નમામિ સવ્વ जिणाणं-खमामि सव्वजीवाणं । વિતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માગુ પુનઃ પુનઃ ક્ષમાપના, મંગલમૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહુ, એવી કરું છું વિજ્ઞાપના પરમ પૂ. સૌમ્યમૂર્તિ અંબાબાઈ મ.સ.ના સુશિષ્યા – આર્યા લીલમ. (36
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy