________________
હોવાથી તેના રથને હળવે-હળવે દોરીને પૌષધશાળામાં લઈ ગયો. દર્ભાસન પોંજીને તેના ઉપર બેસાડ્યા. પ્રસન્નચિત્ત રૂપી મિત્રના સહારે રાણીના કાવતરાને જાણવા છતાં રોષ રાખ્યા વિના ક્ષમાભાવમાં ઝૂલવા લાગ્યા. અરિહંત ભગવંત અને ગુરુભગવંતને વંદન કરી ખમાવ્યા અતિચાર આલોવી, બારવ્રત પાછા ઉચ્ચાર્યા. આલોચના કરી પોતાના અઢારે-અઢાર પાપસ્થાનના અંતઃકરણ પૂર્વક શાંતચિત્તે પ્રત્યાખ્યાન કર્યા. અણસણવ્રત આદર્યું (ચારે ય આહારના પચ્ચખાણ કર્યા) છેલ્લી કાયાની માયા પણ છોડી છેલ્લા શ્વાસોચ્છવાસ સુધીનો સંથારો કરી લીધો. સર્વજીવો પ્રત્યે દયાભાવ રાખી, કાળના અવસરે કાળધર્મ પામી, હે ગૌતમાદિ શ્રમણો!તે સૌધર્મ, પ્રથમદેવલોકમાં સૂર્યાભવિમાનની ઉપપાત શય્યામાં સૂર્યાભદેવ તરીકે ઉત્પન્ન થયા. જે હમણા આપની સમક્ષ આવીને ગયા. આ છે સૂર્યાભદેવનો ઇતિહાસ.
ધન્ય હો મુનિરાજ કેશી શ્રમણને અને ધન્ય હો રાજા પ્રદેશીને. આખરમાં જે જેને શોધતા હતા, તેને પ્રાપ્ત કરીને રહ્યા. આવી છે રસભરી રોમાંચ ભરી વાર્તાનો ઇતિહાસ. આપણને અનેક પ્રકારનો બોધ આપીને જાય છે. નાનકડું આગમ ઘણું ઘણું કહીને જાય છે. તેને તીવ્રબુદ્ધિથી તુલનાત્મક ભાવથી વાંચશો તો કલ્યાણ થઈ જશે. અસ્તુ.... આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલો અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ. ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ.ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
- મુનિ પુંગવોના ચરણાનુગામી, ઉત્સાહધરા, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી અનુવાદ સંસ્કરણના ઉદ્ભવિકા, નિપુણા, કાર્ય નિષ્ઠા, કૃતજ્ઞા, ઉગ્રતપસ્વિની મમ ભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને ધન્યવાદ આપું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં વીરમતી, હસુમતી, વીરમતી સહિત સેવારત રેણુકા-રૂપા આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું.
સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન