________________
હા પ્રભુ ! જોયું છે. તે કેવું હોય ? લાલઘૂમ અગ્નિયુક્ત. તે લોખંડમાં છિદ્ર હોય છે? ના. તોપણ તેમાં અગ્નિ પ્રવેશી જાય છે. એવી જ રીતે અપ્રતિરુદ્ધ જીવ પણ ગમે ત્યાં પ્રવેશી શકે છે. પ્રદેશ રાજાના દિલમાં ગુદેવ પ્રતિવિશ્વાસ બેસતો ગયો. તે પોતાના પાપની વાત સાફ-સાફ કરતો ગયો.
પ્રશ્ન- જિજ્ઞાસુ દિલ પ્રદેશી કહે છે, પ્રભો! કોઈ એક તરુણ બાણાવળી એક સાથે પાંચ બાણ ફેંકી શકે છે તે તેમાં કુશળ છે અને મંદબુદ્ધિ બાળક તે કેમ ફેંકી શકતો નથી ? આત્મા હોય તો તાકાત સરખી જ હોવી જોઈએ ને? ઉત્તર પ્રદેશી! વાત તો તારી બરાબર છે. પરંતુ શું તે સમર્થ તણ પુરુષ ખવાઈ ગયેલા, જૂના થઈ ગયેલા ધનુષ્ય દ્વારા જીર્ણ બાણ ફેંકવા સમર્થ થઈ શકે? ના, તે વચ્ચેજ તૂટી પડે. બસ પ્રદેશી ! તે તો સાધનની ક્ષમતા ઉપર કાર્ય થાય છે. તષ્ણ પુરુષ અને બાળકની સક્ષમતાનો તફાવત છે. તે પણ તલ્મ થાય ત્યારે તેટલી જ તાકાત ધરાવે છે. માટે આત્મા શરીરથી જુદો છે.
પ્રશ્ન- ભતે ! કોઈ તરુણ ઘણો બોજ ઉપાડી શકે અને તે વૃદ્ધ બને પછી કેમ ઉપાડી શકતો નથી? ઉત્તર પ્રદેશી ! એવું એકાંત નથી. હટ્ટા-કટ્ટા માનવ પાસે પ્રદેશી! ભાર ઉપાડવાની કાવડ હોય પણ તે બિલકુલ જીર્ણ સડેલી થઈ ગઈ હોય, તો તેમાં ભાર ભરીને લઈ જઈ શકે ખરો? ના, પ્રભુ! તે ત્યાં જ તૂટી જાય. તો પ્રદેશી! ત્યાં સાધનની મજબૂતાઈની ખામી છે. સાધન મજબૂત હોય તો પેલો વૃદ્ધ પુરુષ પણ ઉપાડી શકે છે માટે તું માન કે જીવ અને શરીર જુદા છે.
પ્રશ્ન- મંત! જીવતા માનવને જોખ્યો અને પછી તેને મારી નાંખીને જોખ્યો, તો બંનેનું વજન સરખું જ થયું. જો જીવ અને શરીર બંને જુદા હોય તો વજનમાં તફાવત થવો જોઈએ માટે બંને એક છે. ઉત્તર પ્રદેશી ! કોઈવાર તે મશક જોઈ છે. તે ખાલી હોય ત્યારે જોખી છે? હા પ્રભુ, જોખી છે, પછી હવા ભરીને જોખી છે. હા પ્રભુ, બંને વખતે તે વજન સરખું જ રહ્યું છે. પ્રદેશી ! આત્માનો અગુરુલઘુગુણ છે તેથી તે હળવો-ભારે થતો નથી. જેમ હવા અને મશક જુદા છે. તેમ આત્મા અને દેહ જુદા છે એમ માન.
પ્રશ્ન- મંતે ! મેં એક ચોરને મારી ટુકડા કરી-કરીને જોયું પણ તેમાં જીવ દેખાયો નહીં. ઉત્તર- કેશી સ્વામીને હસવું આવી ગયું તે બોલી ઊઠ્યા, તું તો પેલા કઠીયારા કરતાં પણ મૂઢ લાગે છે. પ્રશ્ન- હે ભતે ! તે કઠીયારો વળી કોણ હતો? ઉત્તર- કેશીસ્વામી બોલ્યા, તેનું ઉદાહરણ આ પ્રમાણે છે
એકદા કેટલાક વનજીવી આત્માઓ લાકડા લેવા ગયા. તેઓ સાથે અગ્નિ પણ લીધી હતી. બધા કાર્ય કરવા આગળ ગયા. એક પુરુષને કહેતા ગયા કે તું અહીં રસોઈ પકાવી રાખજે. અગ્નિ ઓલવાઈ જાય ત્યારે અરણીના લાકડામાંથી અગ્નિ પ્રગટાવી લેજે. પેલો કઠીયારો અગ્નિ પ્રગટાવવાની રીત જાણતો ન હોવાથી અગ્નિ ઓલવાઈ ગઈ ત્યારે તેણે
..