________________
અરણીના કાષ્ઠ ભેગા કર્યા અને પછી ટુકડે ટુકડા કરી નાંખ્યા પણ અગ્નિ મળ્યો નહીં, રસોઈ બની નહીં, પેલા લોકો આવ્યા, વિલે મોઢે બેઠેલા, નિરાશ થયેલા તે પુરુષને પૂછવામાં આવ્યું, કેમ છે ભાઈ? તેણે કહ્યું– અગ્નિ કોઈ જગ્યાએથી જડ્યો નથી, રસોઈ બની નથી. ત્યારે એક દક્ષ વનજીવીએ અરણી લીધી બીજા કાષ્ઠમાંથી શર બનાવ્યું તે શરને અરણી સાથે ઘસ્યું, અગ્નિ પ્રગટયો રસોઈ બની ગઈ, સૌ જમીને સંતુષ્ટ થયા. હે પ્રદેશી ! તે પણ પેલા માનવની જેમ કર્યું. તેથી તું વધારે મૂઢ છો. પ્રદેશી થોડો નમ્ર બનીને બોલ્યો પ્રભુ! આવડી મોટી સભા વચ્ચે મારા પર આક્રોશ કરો, ખીજાઈ જાઓ, નિર્ભર્જના કરો તે ઠીક કહેવાય? કેશી શ્રમણ બોલ્યા પ્રદેશી ! પર્ષદા કેટલા પ્રકારની હોય છે, તે તું જાણે છે? હા જાણું છું. ઋષિની, બ્રાહ્મણની, ક્ષત્રિયની, ગૃહપતિની એમ પર્ષદા ચાર હોય. તે અપરાધ કરે તો તેને શું શું દંડ દેવાય? ભંતે ! ક્ષત્રિય પરિષદનો અપરાધ કરે તો હાથ પગ કાપી મારી નંખાય. બ્રાહ્મણ પરિષદનો અપરાધ કરે તો ઉપાલંભપૂર્વક શુનક(પાપી-અપરાધી)ના નિશાનથી અંકિત કરીને નિર્વાસિત કરાય. ઋષિ પરિષદનો અપરાધ કરે તો અતિ અનિષ્ટ નહીં એવી વાણી વડે ઉપાલંભ દેવાય. ગૃહપતિ અપરાધ કરે તો ઘાસના પૂળામાં બાંધી સળગાવી દેવાય. કેશી સ્વામી વાત્સલ્યથી બોલ્યા- પ્રદેશી! તું દંડનીતિથી પરિચિત છો છતાંએ મારી સામે પ્રતિકૂળ વર્તન કરે છે. જેથી હળવી આક્રોશવાણી મૂઢ બનીને સાંભળવી પડે છે. પ્રદેશી ખુશ થયો નમ્ર બનીને બોલ્યો- પ્રભુ ! હું જેમ-જેમ વિરુદ્ધમાં બોલું તેમ તેમ મને ઊંડી સમજ આવે તે અપેક્ષા રાખીને હું બોલું છું. કેશી શ્રમણ બોલ્યા વ્યવહારકોના ચાર પ્રકાર છે. એક મીઠી વાણી બોલે છે પણ કંઈ આપતા નથી. એક મીઠી વાણી બોલતા નથી પણ આપે છે અને એક મીઠીવાણી બોલે છે અને આપે પણ છે, આ ત્રણ વ્યવહારી છે તથા જે દેતા નથી અને મીઠા વચન પણ બોલતા નથી તે તદન અવ્યવહારી છે. આ રીતે રાજન! તું વ્યવહારી છો. રાજાએ રજુ કરેલી સાફસાફ વાતો દ્વારા દયાળુ કેશી શ્રમણે તેમની માનસ સ્થિતિ જાણી લીધી. વસ્તુ તત્ત્વને શોધનારો છે, એમ પણ માન્યું. જે પ્રયોગો કર્યા હતા તે પણ સાંભળ્યા. તે પ્રયોગ પાછળ રાજાની પ્રખર તર્ક શક્તિને પણ પીછાણી તેણે ક્યાં-ક્યાં દોષ કર્યો હતો તે પણ દર્શાવ્યું. ઉપરાંત કહ્યું– પ્રદેશી! શ્રમ ઘણો કર્યો પણ બીજા ઉપર. જો તારા ઉપર કર્યો હોત તો તું પામી જાત.
પ્રદેશી બોલ્યો- પ્રભો ! તમે દક્ષ, કુશળ, ચતુર છો. મને હથેળીમાં આમળાની માફક આત્મા દેખાડોને! તેટલીવારમાં હવા આવી, વૃક્ષ વેલી ડોલવા લાગી. મુનિરાજ બોલી ઊઠ્યા, પ્રદેશી ! આ શું ડોલી રહ્યું છે? વૃક્ષ વેલડીઓ. તેને કોણ ડોલાવી રહ્યું છે? પ્રભુ! હવા. તે હવા તને દેખાય છે? ના પ્રભુ. પ્રદેશી તે તો શરીરધારી હવા છે તો પણ દેખી શકાતી નથી પણ તે સ્પર્શથી, કાર્યથી અનુભવાય છે. તેમ આત્મા અમૂર્ત હોવાથી દેખી શકાતો નથી પણ અનુભવાય છે.
આ રીતે કેશી શ્રમણ અને પ્રદેશ રાજાના સંવાદનો વાર્તાલાપ ક્યારેક કોમળ