________________
Th( 5.
મોહી પડ્યું હતું. તેથી તેમણે નિખાલસપણે આત્મા નથી, તેવી ચર્ચા આરંભી અને દેહ તથા આત્મા જુદાજ છે, તેવા ઉત્તર ગુસ્વર્ય કેશી સ્વામીએ આપ્યા. આ બંનેનો રસપ્રદ સંવાદ દાદા-દાદીથી શરૂ થાય છે અને વહેતા પવનના ઉદાહરણથી પૂર્ણાહુતિ પામે છે.
પ્રશ્ન- ભંતે! મારા દાદા પાપી હતા, નરકમાં ગયા હશે. તેનો હું વ્હાલો પુત્ર હતો તો તે મને ચેતવવા કેમ નથી આવતા? ઉત્તર- પ્રદેશી ! કોઈ પર પુરુષ તારી પ્રિય પત્ની સૂરિયકતા સાથે મનોવાંછિત ભોગ ભોગવે તો તું તેને શું દંડ આપે? ભંતે ! તેને મારી નાંખુ, શૂળીએ ચઢાવી દઉં.
પ્રદેશી ! તે પુરુષ એમ કહે કે રાજનું! મને મારી નાખો તેની પહેલાં મારા સંબંધીને હું કહી આવું, આવું પાપ ન કરતા તો તું તેને જવા દેખરો? ના–પ્રભુ ના. બસ, પ્રદેશી! તારા દાદા આવવા ઇચ્છે છે પણ ત્યાંના નરકપાળ આવવા દેતા નથી. તદુપરાંત નરકમાંથી ન આવવાના ચાર કારણો દર્શાવ્યા, સમજાવ્યા.
ભતે ! મારી દાદીમા ધર્મિષ્ઠ હતાં. તે દેવલોકમાં ગયા હોય, ત્યાંથી તે મને એમ કહેવા કેમ આવતા નથી પ્રદેશી તું પાપ ન કર. ઉત્તર- હે પ્રદેશી ! તું નાહી ધોઈ, સાફ સુથરો થઈને, દેવ મંદિરે જતો હોય ત્યારે કોઈ સંડાસમાં ઊભો રહેલો માનવ બોલાવે, રાજનું! અહીં પધારો, બેસો, ઊભા રહો, શયન કરો; તો તું શું કરે? ભંતે ! હું તે ગંદકીમાં એકક્ષણ પણ ન જાઉં; પાયખાનું તો ભારે ગંદુ હોય. એવી જગ્યામાં હું શી રીતે જઈ શકું? પ્રદેશી ! દેવોને મૃત્યુલોક તેવો ગંદો લાગે છે. તેની દુર્ગધ ચારસો, પાંચસો યોજન સુધી ઉછળે છે, તેથી દેવ અહીં આવતા નથી. તદુપરાંત ચાર કારણે દેવ પણ અહીં આવતા નથી. જો પ્રમુખ કારણે દેવો અહીં આવે ત્યારે પ્રથમ અભિયોગિક દેવો પાસે ભૂમિ સાફ અને સુગંધિત કરાવે છે પછી નીચે આવે છે.
પ્રશ્ન- ભંતે! મેં આત્માને શોધવા માટે એક ચોરને કુંભમાં પૂર્યો, ઉપર મજબૂત ઢાંકણું દીધું, તેના ઉપર ચોકી પહેરો રાખ્યો. બે ત્રણ દિવસ પછી જોયું તો તે ચોર મરી ગયો હતો પણ કોઈએ જીવ નીકળતા જોયો નથી. તેથી દેહ અને આત્મા એક છે.
ઉત્તર પ્રદેશી ! શિખરવાળી એક કુટિર, બારી-બારણા સજ્જડ દઈને છિદ્ર વિનાની ઊંડી બનાવી હોય અને તેમાં બેસી કોઈ ભેરી વગાડે. તેનો અવાજ પ્રદેશી બહાર નીકળે ખરો? હા, પ્રભુ! બહાર નીકળે. તેવી જ રીતે જીવ પણ બહાર નીકળી જાય. માટે માની જા. આત્મા અને દેહ જુદા છે.
પ્રશ્ન- મંતે! એકવાર મારી સભામાં કોટવાળ ચોરને પકડી લાવ્યો. તેને મેં મારી નાખી કુંભમાં ભરી, ઢાંકણું બંધ કર્યું. ત્યાર પછી કેટલાક દિવસ જતાં તેમાં જોયું તો અનેક કીડા ખદબદતા હતાં. પ્રભો! તેમાં તે જીવ કેવી રીતે આવી ગયા? તેને આવતા કોઈએ જોયા જ નથી, તેથી દેહ અને આત્મા એક છે. ઉત્તર– પ્રદેશી ! તે લોખંડને ક્યારેય ધમેલું જોયું છે.
o).