________________
સૂર્યાભદેવનું સ્વાગત કરવા માટે આનંદ પ્રમોદ મનાવવા માટે નાટય, ગીત, વાદ્ય, તંત્રી, તલ, તાલ, બીજા વિવિધ વાજાઓને વાધકળામાં દક્ષ દેવો વગાડે છે. આવા પ્રકારની રિદ્ધિ અને પાંચે ય ઇન્દ્રિયના સુખોપભોગમાં લીન નહીં બનતાં સૂર્યાભદેવનું દિલ ઉદાસીન વૃત્તિથી કંઈક ઝંખી રહ્યું છે, તેથી સુખભોગના દિવ્ય ભોગોમાંથી તૃપ્ત ન થતી વૃત્તિને ઉપાડીને તેમણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૃત્યુલોકમાં મૂક્યો. ત્યાં તેમણે પ્રભુ મહાવીરને આમલકપ્પા નગરીના ઉદ્યાનમાં શિલાપટ્ટક પર બિરાજમાન જોયા અને દર્શનની ઝંખના સતેજ બની દીલચસ્પી જાગી, જોતું હતું તે મળી ગયું. આનંદ વિભોર બનતા જલદીથી ઊભા થયા, સિંહાસન અને પાદપીઠથી નીચે ઉતર્યા, ઈશાનખૂણામાં પ્રભુની દિશામાં થનગનતા શરીરને વીરાસન મુદ્રામાં ગોઠવીને માથું ધરતી પર પ્રણિપાત કરતું રાખીને ગમોત્થળથી સ્તુતિ કરી
ઊઠ્યાં.
ઉપાસનાને ઝંખતી વૃત્તિએ પ્રભુ સાથે અસંખ્યાત યોજન દૂરથી જોડાણ કર્યું. સિંહાસન ઉપર આવ્યા. આભિયોગિક દેવોને બોલાવ્યા, પ્રભુના દર્શને જવું છે, વિમાન તૈયાર કરો, તેવી આજ્ઞા આપી. સુઘોષા ઘંટા રણકી ઊઠી. તમામે તમામ દેવદેવીઓના દિલમાં દર્શન કરવાની ભાવના જાગૃત કરી. અષ્ટમંગલાદિ સંપૂર્ણ રસાલો કેવી રીતે ગોઠવાયો ? તે વાચકવર્ગ પ્રસ્તુત સૂત્ર વાંચીને જાણી લે. ભગવાનની ભક્તિ કરવાની ભાવનાથી ભાવિત સૂર્યાભદેવ સહિત સર્વ દેવ-દેવીઓ વિમાનમાં ગોઠવાઈને નીચે આવ્યા. ભોગના ભોગી યોગીના યોગમાં ઉપયોગી બનીને રહ્યાં. પ્રદક્ષિણા કરીને પર્યુપાસના કરતાં પ્રવચન સભામાં ગોઠવાઈ ગયા. નિગ્રંથ પ્રવચનમાં નીકળતી પ્રભુની શ્રુત ગંગામાં સૂર્યાભદેવ સ્નાન કરવા લાગ્યા. તેમને તેમાં સંતુષ્ટી પ્રાપ્ત થતી હતી.
હું સર્વજ્ઞ ક્યારે બન્યું ? તે ભાવના ઊભરાતી હતી. પ્રવચન પૂર્ણ થતાં લોકો ગયા પછી સૂર્યાભદેવ ઊભા થયા. પ્રભુનેવિનીતભાવે પ્રશ્ન કરી ઊઠયા– હે પ્રભો ! હું ભવસિદ્ધિક છું કે અભવસિદ્ધિક ? હે પ્રભો! હું સમ્યગ્દષ્ટિ છું કે મિથ્યાદષ્ટિ ? હે પ્રભો હું પરિત્ત સંસારી કે અપરિત્ત સંસારી ? હું સુલભબોધિ છું કે દુર્લભબોધિ ? હું આરાધક છું કે વિરાધક ? હું ચરમ છું કે અચરમ ? ભગવાને જવાબ આપ્યો− હે દેવાણુપિયા! તમે ભવી, સમ્યગ્દષ્ટ, પરિત્તસંસારી, સુલભબોધિ, આરાધક અને ચરમ જીવ છો.
અસંખ્યાત ક્રોડાક્રોડી યોજનથી પોતાનું પરિણામ પત્ર લેવા આવેલા સૂર્યાભદેવ પોતાનું પરિણામ પત્ર સાંભળીને અત્યાનંદિત થયા. જાણે કે ભૂખ્યાને ઘેવર મળ્યા. તૃષિતને ક્ષીર સમુદ્રનું પાણી મળ્યું. તેનો આનંદ એવો ઊભરાયો કે ભીતરમાં સમાવી ન શક્યો. તેથી તેમણે પ્રભુ પાસે પોતાના આનંદને સંગીત અને નાટક દ્વારા વ્યક્ત કરવાની આજ્ઞા માગી. વીતરાગી પ્રભુ મૌન રહ્યા; તેમાં જરાએ અનુમોદના ન કરી.
સૂર્યાભદેવ બોલ્યા– હે પ્રભો ! આપ તો મારા ભાવ જાણો છો હું ગૌતમ આદિ શ્રમણોની સામે મારી શ્રુત ભક્તિ પ્રદર્શિત કરીશ, તેમણે શતશત ધારાએ ભક્તિને વરસાવવા
28