________________
Th( 5.
વિહરતા-વિહરતા પરિવાર સહિત પધાર્યા. અશોકવૃક્ષની નીચે નિર્દોષ જગ્યામાં અવગ્રહ ધારણ કરીને ઉતર્યા. ત્યાં રહેલી શુદ્ધ કાળી શિલાપાટ ઉપર પર્યકાસને રહી સંયમતાથી આત્માને ભાવિત કરતાં રહેવા લાગ્યા.
આ અવસરે, અસંખ્યાત ક્રોડાકોડી યોજન દૂર, ઉપર ઊર્ધ્વલોકમાં સૌધર્મ નામના દેવલોકરૂપ દેશના બત્રીસ લાખ વિમાનરૂપ નગરના માલિક શક્રેન્દ્ર મહારાજ રાજ્યસન ઉપર બિરાજમાન હતા. તે દેવલોક નગર અર્ધ ચંદ્રમાના આકારે હતું, વચ્ચોવચ પંચાયતંસક વિમાન(નગર) શોભતા હતા. પાંચમા વિમાનની પૂર્વ દિશામાં અસંખ્યાત યોજન દૂર તિરછું સૂર્યાભ નામનું વિમાન સાડાબાર લાખ યોજન લંબાઈ-પહોળાઈ વાળું, ચાર હજાર રત્નમય દરવાજાથી શોભતું; કુદરતી પૌલિક પૃથ્વીમય ઝરૂખા, ઝુમર, ગોખ, ગવાક્ષિકા, પદ્મવર વેદિકા, જાળીયા ઇત્યાદિથી શોભતું; તેજ પુંજથી ઝળહળી રહ્યું હતું. તેમાં પાંચ સભા હતી. પ્રથમ ઉપપાત સભા. તે દેવોને ઉત્પન્ન થવાની જનની સમ હતી. તેમાં કુદરતી રીતે પૌગલિક સંયોગ થતા પુણ્યશાળી આત્મા ઈહલોકના દેહને છોડી પરલોક રૂપ આ શય્યામાં ઉત્પન્ન થતા. તે પૌદ્ગલિક શય્યાનો આહાર લઈને અંતર્મુહૂર્ત સુધી વૃદ્ધિ પામતા તેમજ તદ્ભવરૂપ વૈક્રિય શરીર ધારણ કરી લેતાં, જેટલી ઊંચાઈ પહોળાઈ પ્રાપ્ત થવાની હોય તેટલું શરીર આહાર દ્વારા બાંધતા. શરીર રચ્યા પછી ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ તથા ભાષા અને મન એક સાથે તૈયાર કરી લેતા. જાણે કે કોઈ નવયુવાન નિદ્રામાંથી ઊઠ્યા હોય તેમ ત્યાં ઉત્પન્ન થતાં. હવે હું શું કરું? આ ક્ષેત્ર હું ક્યાંથી પામ્યો? તેમ વિચારે ત્યાં તો પરિષદના દેવો હાજર થતાં. આ રીતે સુર્યાભદેવ પણ ત્યાં ઉત્પન્ન થયા.જે નામનું વિમાન હોય તે નામના દેવ કહેવાય છે. આભિયોગિક દેવો સેવામાં હાજર થઈ બીજી અભિષેકસભામાં સૂર્યાભદેવનો અભિષેક કરી, ત્રીજી અલંકાર સભામાં લઈ જઈને અંગ લૂછી, આભૂષણાદિ ધારણ કરાવવાથી દિવ્યતાથી શોભતા આ સૂર્યાભદેવને ચોથી વ્યવસાય સભામાં લઈ જઈ, ત્યાં રહેલા દરેક પદાર્થનો પરિચય કરાવી, રત્નમય પુસ્તકને કરકમલમાંધરીને, ત્યાંની રીતરસમની જાણકારી વાંચવાથી પ્રાપ્ત થશે, તેમ હાથ જોડી દર્શાવ્યું. ત્યાંનો ખ્યાલ લઈને પોતાને મળેલા આ દિવ્ય ખોળિયામાં સાથે રહેલા પુણ્યસખાના સહારે ક્ષયોપશમ ભાવથી શીધ્ર ચતુરાઈ દક્ષતા પ્રાપ્ત કરી લેતાં, ત્રીજું જ્ઞાન અવધિજ્ઞાન મળેલ હતું, તેનો પણ જરૂર પડે ત્યાં ઉપયોગ કરતાં, ત્યાંના માહિતગાર બન્યા પછી ત્યાંની સર્વરિદ્ધિ, સિદ્ધિઓ અને અનેક રૂપ વિક્ર્વણા કરવાની શક્તિથી જાણકાર બની; દરેક વસ્તુ પોતાની છે તેમ જાણી અગ્રમહિષી, દેવ, દેવી, અનીકાદિ સર્વ પરીષદના દેવોની માલિકી હાંસલ કરી તેના મય બની જઈને મારે રહેવાનું છે, એમ વિચારીને સૂર્યાભદેવે તે વ્યવસાય સભામાંથી બહાર નીકળી પાંચમી સુધર્માસભામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને સિંહાસન પર બિરાજમાન થયા. ત્યાર પછી તે સભામાં નૈસર્ગિક ગોઠવાયેલા આસન ઉપર ચાર હજાર સામાનિકદેવો; ચાર અગ્રમહિષી દેવીઓ, પરિવાર સહિત ત્રણ સભાના દેવદેવીઓ, સાત સેનાના દેવો, સાત સેનાધિપતિઓ, સોળ હજાર આત્મરક્ષક દેવો, તેમજ સૂર્યાભવિમાનમાં રહેલા અન્ય દેવ દેવીઓ બિરાજમાન થયા.