________________
સંપાદકીય
અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ.
સ્વરૂપ સંશોધકને પ્રબોધિત કરનાર તારક સદ્ગુરુદેવ મળી ગયા, પથદર્શક કેશીસ્વામી સાથે સંવાદ કરતા પ્રદેશી આસ્તિક બની ગયા, પર માટે કરેલા પુરુષાર્થને સ્વમાં વાળી સંથારે સમભાવી બની ગયા, સત્સંગનો મહિમા અપાર છે એમ જાણી નિજ સ્વરૂપમાં સમાઈ ગયા.
આગમ પિપાસુ જિજ્ઞાસુ મુમુક્ષુ સજ્જન વર્ગ !
આપની સમક્ષ બાર ઉપાંગ પૈકીનું આ બીજું ઉપાંગ રાજપ્રશ્નીય સૂત્ર પ્રગટ કરી રહ્યા છીએ. ઉપાંગ સૂત્રોની રચના અંગ સૂત્રોના આધારે થાય છે. અંગની રક્ષા કરે તે ઉપાંગ, અંગ માટે ઉપયોગી બને તે ઉપાંગ, ઉપકરણનું કાર્ય કરે તે ઉપાંગ, યોગને ઉપયોગમાં જોડાવે તે ઉપાંગ. અંગ અને ઉપાંગ બન્ને જુદા છે છતાં એ પરસ્પર ઉપયોગી બનતા હોવાથી અંગોપાંગ કહેવાય છે. આ ઉપાંગમાં રાજા પ્રદેશીનું વર્ણન આવે છે. તે દેહ અને આત્મા એક છે તેમ માનતો હતો. રોમાંચ ભરેલું આ કથાનક છે. પ્રદેશી રાજાનું અધર્મી જીવન કેશીસ્વામીના સત્સંગે ભવ્ય, દિવ્ય, રમ્ય બનીને પરિવર્તનનો ઇતિહાસ સર્જી જાય છે.
=
પ્રસ્તુતસૂત્રમાં પ્રદેશી રાજાની પ્રાચીન ઘટના હોવા છતાં અર્વાચીન લોકોના નાસ્તિકપણાને, સ્વાર્થને, સ્વજન-પરિજન સાથેના રાગ-દ્વેષને, હિંસાદિક્રૂર પરિણામોને ઇત્યાદિ ભાવોને નાશ કરવાનો પુરવઠો પૂરો પાડે છે. પાપી પણ પુણ્યશાળી બને છે. દુષ્ટાત્મા સુષ્ઠુ બની દિવ્ય સુખોપભોગમાં ઉત્પન્ન થાય છે. પાપના પલટાથી પ્રાપ્ત થતાં પુણ્યના પુંજના પુંજ, દેવલોકમાં જ્યાં શાશ્વત દિવ્ય સામગ્રી નકશીદાર શિલ્પથી સ્વાભાવિક, શરીરના દરેક અંગોપાંગ માટે સુખાવહ સુવા, રહેવા, બેસવા, પહેરવા, ઓઢવા આદિ આદિ આકારે આકારિત થયેલી છે, ત્યાં લઈ જાય છે અને ત્યાંથી પણ તે પુણ્યરૂપી સખા, સહયોગ આપીને પરમધામમાં પહોંચાડે છે. આવી સંજીવની ભરેલી જડીબુટ્ટી સમું આ સૂત્ર છે. આવો મિત્રો, આપણે તેના એક-એક પ્રસંગને જાણીએ અને આગળ વધીએ.
ભરતક્ષેત્રમાં આમલકપ્પા નામની સમૃદ્ધ નગરી છે ત્યાં— ન મળે કોઈ લાંચિયો કે ન મળે કોઈ ખૂની કે ગઠિયો. પ્રજા સુખપૂર્વક ન્યાયનીતિથી જીવી રહી હતી. ત્યાંના શ્વેત રાજા અને ધારિણી દેવી શુભ લક્ષણવંતા અને વિશુદ્ધ વંશના હતા.
તે નગરીના અંબસાલ વનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ
26