________________
આકાશમાં રંગમંચ બનાવ્યો. પોતાની જમણી ભુજામાંથી આભૂષણોથી યુક્ત ૧૦૮દેવકુમારો બહાર કાઢયા, ડાબી ભુજામાંથી અલંકારોથી યુક્ત ૧૦૮ દેવકુમારીઓ બહાર કાઢી. ૨૧૬ રૂપો દ્વારા પ્રભુને વંદનાભિષેક કરાવ્યો અને સોળ સ્વરથી યુક્ત ઓગણપચાસ વાજિંત્રો વિકર્વિત કરીને ૧૦૮ વાજિંત્ર વાદકોને બનાવ્યા. આ રીતે સપ્ત સ્વરી ભક્તિગીત સંગીત રેલાવી દીધું. વાતાવરણને ગુંજાયમાન બનાવ્યું. ત્યાર પછી ૨૧૬ આત્માઓ દ્વારા કતાર બદ્ધ એકસાથે વંદના, સત્કાર, સન્માન ગુરુભગવંતોનો કરીને અષ્ટમંગલના પ્રથમ નાટકથી લઈને આ વિશ્વમાં જેટલા પ્રમાણમાં વિશ્રસા, મિશ્રણા અને પ્રયોગસા પુદ્ગલોના આકાર થાય છે, તે બધા જ આકારરૂપમાં ગોઠવાઈને નાટક દર્શાવ્યા. ત્યાર પછી બાહ્મીલિપિના કકારથી માંડી મકાર સુધીના નાટકો બતાવ્યા જાણે કે દેવબાળક ખુદલિપી બની ગયા હોય તેવું દશ્ય આબેહુબ દર્શાવ્યું. આ રીતે એકત્રીસ નાટક ઉપસ્થિત કર્યા અને બત્રીસમું નાટક ભગવાન મહાવીર સ્વામીના ભવોનું હતું. તેમાં ભગવાન મહાવીરના જન્મથી નિર્વાણ સુધીના વર્તમાન ભવના પ્રસંગોના નાટક દેખાડ્યા. છેલ્લે વંદના કરી પોતાની ભક્તિના સાધનો બનાવવા માટે અસંખ્યાત આત્મપ્રદેશો બહાર કાઢયા હતા તે સહરી લીધા અને જેવા પોતે એકાકી હતા તેવા પ્રસન્નચિત્તવાળા સૂર્યાભદેવ બની ગયા.
આ બધાનો પરમાર્થ એ જ છે કે તેમની ભીતરી ભાવના મોક્ષ જવાની છે. પોતાની યોગ્યતારૂપ પરિણામ સાંભળીને પારિણામિક ભાવ દ્વારા આ પ્રમાણેના મળેલા સિદ્ધિના સાધનો સર્વજ્ઞની સામે મામૂલી માત્ર છે. અમને બંધનરૂપ લાગે છે. બંધનમુક્ત તો મોક્ષગામી આત્મા છે. કેવળજ્ઞાની પરમાત્મા છે. તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરાવનાર કર્મધારી આત્મા પાસે શ્રુતજ્ઞાનનું માધ્યમ છે. તેનાજ આલંબને પાર પમાય છે. માટે શ્રમણ નિગ્રંથો તમે જે કરી રહ્યા છો તે અમે કરી શકતા નથી. તેનું દુઃખ વ્યક્ત કરવા અષ્ટમંગલ દ્વારા આઠકર્મથી બંધાયેલા અમે મમ્ = મમતા, ગલું = ગાળી નાંખી, નિર્વાણ પામીએ, તેવી ભાવના ભાવીએ છીએ. પ્રભુ મહાવીરના નિર્વાણનું નાટક એટલા જ માટે પ્રસ્તુત કર્યું હોય! તેમ કરી સૂર્યાભદેવ
જ્યાંથી આવ્યા હતા ત્યાંજ પાછા ચાલ્યા ગયા. કારણ કે તે ભવબંધનથી બંધાયેલા હતા. વાચકવર્ગ આ બધા દેશ્યો જોઈને ગૌતમ સ્વામીએ સર્વ નિગ્રંથોની સમસ્યા દૂર કરવા પ્રશ્ન પૂછ્યા, પ્રભુ ! આ કોણ હતા? તેની રિદ્ધિ સિદ્ધિ ક્યાં ચાલી ગઈ? પ્રભુએ તેમનો જવાબ ખૂબ વિસ્તારથી આપ્યો છે. તેમના બાંધેલા પુણ્ય પુજના કારણે સૂર્યાભ વિમાન-નગરના આકાર પ્રકારના ભાવોને ચાર પલ્યોપમ સુધી એકધારો ભોગવશે ત્યાર પછી મહાવિદેહક્ષેત્રમાં મહાન સુખ-સમૃદ્ધ માતાપિતાને ત્યાં દઢ પ્રતિજ્ઞકુમારરૂપે ઉત્પન્ન થશે. દીક્ષા લેશે, કર્મક્ષય કરી સર્વજ્ઞ બની અઘાતિ કર્મ નાશ કરી મોક્ષ જશે. આ વર્ણન તમે વાંચતા થાકશો નહીં. તે વર્ણનનું મ્યુઝિયમ એવું તો ભાવવાહી છે કે તમે વાંચી ચિત્તને તેનું દર્શન કરાવશો. તમારા અહીંના કારીગરો, શિલ્પીઓ ઝાંખા લાગશે.
પૌદ્ગલિક દ્રવ્યની દુનિયા અનંતજીવોના અનેક આકારના સંસ્થાને સંસ્થિત થઈ