________________
[ ૧૭ ]
શ્રી શયપણેણીય સૂત્ર
કરું છું. ત્યાં બિરાજિત ભગવાન અહીંથી કરાતા મારા વંદનને સ્વીકારે. પહેલાં પણ મેં કેશીકુમાર શ્રમણ પાસે સ્થૂલ પ્રાણાતિપાત યાવતું સ્થૂલ પરિગ્રહના પ્રત્યાખ્યાન કર્યા હતા અને અત્યારે પણ હું તે ભગવંતની સાક્ષીએ જીવન પર્યત સુધી સર્વ પ્રકારના પ્રાણાતિપાત યાવતુ સર્વ પ્રકારના પરિગ્રહ, ક્રોધ, માન યામિથ્યા- દર્શનશલ્ય પર્યંતના અઢારે પાપસ્થાન અને અકરણીય-અનાચરણીય કાર્યોના પ્રત્યાખ્યાન કરું છું તથા જીવન પર્યંત સર્વ પ્રકારના આહાર-પાણી, મીઠાઈ તથા મેવા અને મુખવાસ આદિ ચારે ય આહારનો ત્યાગ કરું છું.
વળી આ શરીર કે જે મને અતિ વહાલું છે, તેમાં કોઈ રોગાદિ ન થાય તેમ તેનું રક્ષણ કર્યું છે, તેવા આ શરીરનો પણ અંતિમ શ્વાસોશ્વાસ સુધી પરિત્યાગ કરું છું.
- આ રીતે અનશન ધારણ કરીને, પોતાના અતિચાર-દોષોની આલોચના કરીને તેનાથી પણ નિવૃત્ત થઈને, મૃત્યુના સમયે સમાધિપૂર્વક મૃત્યુ પામીને પ્રદેશી રાજા સૌધર્મ કલ્પના સૂર્યાભવિમાનની ઉપપાત સભાની દેવ શય્યામાં યાવત સૂર્યાભદેવરૂપે ઉત્પન્ન થયા. સૂર્યાભ દેવરૂપે ઉપપાત અને સ્થિતિ:११८ तए णं से सूरियाभे देवे अहुणोववण्णए चेव समाणे पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गच्छइ तं जहा- आहारपज्जत्तीए सरीरपज्जत्तीए इंदियपज्जत्तीए आणपाणपज्जत्तीए भास-मणपज्जत्तीए। तं एवं खलु गोयमा ! सूरियाभेणं देवेणं दिव्वा देविड्डी दिव्वा देवजुई दिव्वे देवाणुभावे लद्धे पत्ते अभिसमण्णागए।
सूरियाभस्स णं भंते ! देवस्स केवइयं कालं ठिई पण्णत्ता । गोयमा ! चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ :- તત્કાલ ઉત્પન્ન થયેલા તે સૂર્યાભદેવ આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ અને પાંચમી ભાષા-મન, આ પાંચ પ્રકારની પર્યાપ્તિઓથી પર્યાપ્ત થયા. આ રીતે હે ગૌતમ! તે સૂર્યાભદેવે આ દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવ ધુતિ અને દિવ્ય દેવ પ્રભાવ ઉપાર્જિત કર્યા છે, પ્રાપ્ત કર્યા છે, સ્વાધીન કર્યા છે.
ગૌતમ- હે ભગવન્! તે સૂર્યાભદેવની સ્થિતિ કેટલી છે? ભગવદ્- હે ગૌતમ ! તેમની સ્થિતિ ચાર પલ્યોપમની છે. સૂર્યાભદેવનો આગામી ભવઃ દઢ પ્રતિજ્ઞઃ११९ से णं भंते ! सूरियाभे देवे ताओ लोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गमिहिइ कहिं उववज्जिहिइ ?
गोयमा ! महाविदेहे वासे जाणि इमाणि कुलाणि भवंति, तं जहा-अड्डाई दित्ताई विउलाई विच्छिणविपुलभवण-सयणासण-जाण-वाहणाई बहुधण-बहुजायरूवरययाई आओगपओगसंपउत्ताई विच्छड्डियपउरभत्तपाणाई बहुदासी-दास-गो-महिस गवेलगप्पभूयाइं बहुजणस्स अपरिभूयाई, तत्थ अण्णयरेसु कुलेसु पुत्तत्ताए पच्चाइस्सइ। ભાવાર્થ:- ગૌતમહે ભગવન્!તે સૂર્યાભદેવ આયુષ્યક્ષય, ભવક્ષય, સ્થિતિક્ષય કરીને, દેવલોકથી ચ્યવીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?
ભગવાન- હે ગૌતમ ! તે સૂર્યાભદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સમૃદ્ધ અને પ્રભાવક, વિપુલ–મોટા