________________
| બીજે વિભાગઃ પ્રદેશી રાજા
| १७
|
કુટુંબ પરિવારવાળા, ઘણા ભવનો, શય્યાઓ, આસનો, યાન-વાહનો, ધન, સોનું, ચાંદીવાળા, અર્થોપાર્જનના વ્યાપારમાં કુશળ, ગરીબોને વિપુલ પ્રમાણમાં ભોજન-પાણી આદિ આપનારા, સેવા માટે ઘણા દાસદાસીઓવાળા, વિશાળ સંખ્યામાં ગાય, ભેંસ, ઘેટા વગેરે પશુધનવાળા અને ઘણા લોકોના આદર્શભૂત એવા કોઈ એક પ્રસિદ્ધકુળમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. દઢપ્રતિજ્ઞનો જન્મ અને નામકરણ - १२० तए णं तंसि दारगंसि गब्भगयंसि चेव समाणंसि अम्मापिऊणं धम्मे दढा पइण्णा भविस्सइ । तए णं तस्स दारयस्स णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाणं राइंदियाणं वीइक्कंताणं सुकुमालपाणिपायं अहीणपडिपुण्णपंचिंदियसरीरं लक्खणवंजण-गुणोववेयं माणुम्माणपमाण-पडिपुण्णसुजायसव्वंगसुंदरंग ससिसोमाकारं कंतं पियदसणं सुरूवं दारयं पयाहिसि । ભાવાર્થ :- બાળક ગર્ભમાં આવતા જ માતા-પિતા ધર્મમાં દઢપ્રતિજ્ઞાવાન-શ્રદ્ધાવાન થશે. ત્યાર પછી નવમાસ અને સાડાસાત રાત્રિ દિવસ વ્યતીત થશે ત્યારે માતા અત્યંત સુકોમળ હાથ-પગવાળા, પરિપૂર્ણ પાંચ ઇન્દ્રિય અને સંપૂર્ણ અંગોપાંગવાળા, શારીરિક શુભ લક્ષણો, તલ વગેરે વ્યંજન અને ગુણોથી યુક્ત, પ્રમાણોપેત શરીરવાળા, સુજાત, સર્વાંગસુંદર, ચંદ્રતુલ્ય સૌમ્ય આકારવાળા, નમણા, પ્રિયદર્શની, અને સ્વરૂપવાન પુત્રને જન્મ આપશે. १२१ तएणं तस्स दारगस्स अम्मापियरो पढमे दिवसे ठिइवडियं करेहिंति, ततियदिवसे चंदसूरदंसणियं करिस्संति, छठे दिवसे जागरियं जागरिस्संति, एक्कारसमे दिवसे वीइक्कते संपत्ते बारसाहे दिवसे णिव्वित्ते असुइजायकम्मकरणे चोक्खे सम्मज्जिओवलित्ते विउलं असणपाणखाइमसाइमं उवक्खडावेस्संति, मित्तणाइणियगसयणसंबंधिपरिजणं आमंतेत्ता ण्हाया जाव अलंकिया भोयणमंडवंसि सुहासणवरगया ते मित्तणाई जाव परिजणेण सद्धिं विउलं असणं पाणं जाव परिभुजेमाणा परिभाएमाणा एवं च णं विहरिस्संति, जिमियभुत्तुत्तरागया वि य णं समाणा आयंता चोक्खा परमसुइभूया तं मित्तणाइ जाव परिजणं विउलेणं वत्थगंधमल्लालंकारेणं सक्कारेस्संति सम्माणिस्संति तस्सेव मित्त जाव परिजणस्स पुरओ एवं वइस्संति
जम्हा णं देवाणुप्पिया ! इमंसि दारगंसि गब्भगयंसि चेव समाणंसि धम्मे दढा पइण्णा जाया, तं होउ णं अम्हं एयस्स दारयस्स दढपइण्णे णामेणं । तए णं तस्स दढ - पइण्णस्स दारगस्स अम्मापियरो णामधेज करिस्संति- दढपइण्णो य दढपइण्णो य । ભાવાર્થ :- ત્યાર પછી તે બાળકના માતા-પિતા પ્રથમ દિવસે કુળ પરંપરા પ્રમાણે બાળકનો જન્મોત્સવ કરશે, ત્રીજા દિવસે ચંદ્રદર્શન-સૂર્યદર્શન કરાવશે, છઠ્ઠા દિવસે રાત્રિ જાગરણ કરશે, અગિયાર દિવસ પૂર્ણ થશે એટલે બારમા દિવસે અશુચિ જાતકર્મ કરશે અર્થાત્ સૂતકથી નિવૃત થશે, ઘરને સાફ કરી, લીંપીને શુદ્ધ કરશે અને ત્યાર પછી વિપુલ માત્રામાં આહાર, પાણી, મીઠાઈ, મુખવાસ વગેરે ચારે પ્રકારની ભોજન સામગ્રી બનાવશે અને મિત્રજનો, બંધુ આદિ જ્ઞાતિજનો, પુત્રાદિ નિજકજનો, કાકાદિ સ્વજનો,