________________
| १६४ ।
શ્રી રાયપસણીય સૂત્ર
अट्ठतलमूसियवडेंसगे कारावेंति, ण्हाया जाव उप्पि पासायवरगया फुट्टमाणेहि मुइंगमत्थएहिं बत्तीसइबद्धएहिं णाडएहिं वरतरुणीसंपउत्तेहिं उवणच्चिज्जमाणा उवलालिज्जमाणा इट्टे सह-फरिस जाव विहरति । ભાવાર્થ:- ત્યાર પછી તે પુરુષોએ પોતપોતાના દેશ અને નગરમાં પહોંચીને તે હીરાને વેચ્યા અને ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ અને ઘેટાદિને ખરીદયા. આઠ-આઠ માળથી શોભિત શ્રેષ્ઠ મહેલો બંધાવ્યા અને તે મહેલોમાં, સ્નાન કરી યાવત્ મૃદંગાદિ વાદ્યોના સૂરોને સાંભળતા, શ્રેષ્ઠ તરુણીઓ દ્વારા ભજવાતા બત્રીસ પ્રકારના નાટકોને જોતા, ઇષ્ટ શબ્દ, સ્પર્શ વગેરે મનુષ્ય સંબંધી સુખોને ભોગવતા રહેવા લાગ્યા. १०० तए णं से पुरिसे अयभारेण जेणेव सए णगरे तेणेव उवागच्छइ, अयभारेणं गहाय अयविक्किणणं करेइ, तंसि अप्पमोल्लंसि णिहियंसि झीणपरिव्वए, ते पुरिसे उप्पि पासायवरगए जाव विहरमाणे पासइ, पासित्ता एवं वयासी-अहो ! णं अहं अधण्णो अपुण्णो अकयत्थो अकयलक्खणो हिरिसिरिवज्जिए हीणपुण्णचाउद्दसे दुरंतपतलक्खणे । जइ णं अहं मित्ताण वा णाईण वा णियगाण वा सुणेतओ तो णं अहं पि एवं चेव उप्पि पासायवरगए जाव विहरतो ।।
से तेणटेणं पएसी ! एवं वुच्चइ- मा तुमं पएसी ! पच्छाणुताविए भविज्जासि, जहा व से पुरिसे अयभारिए । ભાવાર્થ- લોખંડને ઉપાડીને લાવનાર તે પુરુષે પણ પોતાના નગરમાં જઈ લોખંડ વેચ્યું અને અલ્પ મુલ્ય પ્રાપ્ત થવાથી થોડા આહાર, વસ્ત્રાદિની ખરીદીમાં તે ધન પૂરું થઈ ગયું. ત્યાર પછી તેણે પોતાના સાથીઓને શ્રેષ્ઠ મહેલોમાં રહેતા જોયા, તેમનો વૈભવ જોઈને તે પોતાની જાતને નીંદવા લાગ્યો(મનોમન વિચારવા લાગ્યો) કે હું અધન્ય છું, પુણ્યહીન છું, અકૃતાર્થ છું, શુભલક્ષણથી હીન છું, લ્હી–શ્રીથી રહિત છું, હનપુણ્ય ચૌદશનો જન્મેલો છું, કુલક્ષણી છું કે મિત્ર, જ્ઞાતિજનો અને હિતેચ્છકોની વાત પણ મેં માની નહીં.
હે પ્રદેશી! તેથી જ મેં કહ્યું પેલા લોખંડના ભારને વહન કરનાર લોહવણિકની જેમ તારે પસ્તાવું ન પડે, તેનું ધ્યાન રાખજે. અર્થાત્ હે પ્રદેશી! તું તારો દુરાગ્રહ નહીં છોડે, તો તારે પેલા લોહવણિકની જેમ પસ્તાવું પડશે અને દીન હીન થવું પડશે. ધર્મોપદેશ શ્રવણ અને વ્રત ગ્રહણઃ१०१ एत्थ णं से पएसी राया संबुद्धे, केसिकुमारसमणं वंदइ जाव एवं वयासी- णो खलु भंते! अहं पच्छाणुताविए भविस्सामि जहा व से पुरिसे अयभारिए, तं इच्छामि णं देवाणुप्पियाणं अंतिए केवलिपण्णत्तं धम्मं णिसामित्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह । धम्मकहा जहा चित्तस्स । तहेव गिहिधम्म पडिवज्जइ । जेणेव सेयविया णगरी तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણના આ પ્રમાણે સમજાવવાથી આખરે પ્રદેશી રાજા સત્ય સમજી ગયો