________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
[ ૧૭ ]
एस णं देवाणुप्पिया! तउयभंडे जाव मणामे, अप्पेणं चेव तउएणं सुबहु अए लब्भइ, तं सेयं खलु देवाणुप्पिया! अयभारए छठेत्ता तउय भारए बंधित्तए ति कटु अण्णमण्णस्स अंतिए एयमटुं पडिसुणेति, अयभारं छडेति तउयभारं बंधति । ભાવાર્થ - ત્યાર પછી નિર્જન એવી તે અટવીમાં આગળ વધતા તે પુરુષોએ ઘણું સીસું દટાયેલું હોય તેવી એક મોટી સીસાની ખાણ જોઈ– પહેલાની જેમ જ તેઓએ પરસ્પર મળીને વિચાર કર્યો કે આ સીસું આપણા માટે ઇષ્ટ છે તથા વધુ ઉપયોગી છે. થોડા સીસાના બદલામાં ઘણું લોઢું મળે, લોઢા કરતાં સીસું બહુમૂલ્ય છે, માટે આપણે લોઢું અહીં મૂકી દઈએ અને સીસું લઈ લઈએ. આ પ્રમાણે વિચાર વિનિમય કરીને તેઓએ લોખંડને ત્યાં મૂકી દીધું અને સીસાના ભારને લઈ લીધા. ९८ तत्थ णं एगे पुरिसे णो संचाएइ अयभारं छठेत्तए तउयभारं बंधित्तए । तए णं से पुरिसा त पुरिस एवं वयासी- एस ण देवाणुप्पिया ! तउयभडे जाव सुबहु अए लब्भति, तं छड्डेहि णं देवाणुप्पिया ! अयभारगं, तउयभारगं बंधाहि ।।
तए से पुरिसे एवं वयासी-दूराहडे मे देवाणुप्पिया! अए, चिराहडे मे देवाणुप्पिया! अए, अइगाढबंधणबद्ध मे देवाणुप्पिया! अए, असिढिलबंधणबद्धे मे देवाणुप्पिया! अए, धणियबंधणबद्धे मे देवाणुप्पिया! अए, णो संचाएमि अयभारगं छत्ता तउयभारगं बंधित्तए । तए णं ते पुरिसा तं पुरिसं जाहे णो संचायति बहूहिं आघवणाहि य पण्णवणाहि य आघवित्तए वा पण्णवित्तए वा तया अहाणुपुव्वीए संपत्थिया, तंबागरं, रुप्पागरं सुवण्णागरं रयणागरं वइरागरं ।। ભાવાર્થ :- બધામાંથી એક પુરુષ લોઢાના ભારને છોડી સીસાના ભારને બાંધવા તૈયાર થતો ન હતો. ત્યારે તે પુરુષોએ તેને કહ્યું- હે દેવાનુપ્રિય! થોડા સીસાથી ઘણું લોખંડ મળે છે, લોખંડ કરતાં સીસું બહુમૂલ્ય છે, માટે હે દેવાનુપ્રિય આ લોખંડને અહીં મૂકી દે અને સીસાના ભારને બાંધી લે.
ત્યારે તે પુરુષે કહ્યું- હે દેવાનુપ્રિયો! આ લોખંડને હું ઘણે દૂરથી ઉપાડીને લાવ્યો છું, આ લોખંડને ઘણા લાંબા સમયથી મેં ઉપાડ્યું છે. હે દેવાનુપ્રિયો ! આ લોખંડના ભારને અતિગાઢ બંધનથી બાંધ્યો છે, હે દેવાનુપ્રિયો ! અશિથિલ બંધનથી બાંધ્યો છે અર્થાત્ ખુલી ન જાય તેમ કસીને બાંધ્યો છે, તેથી આ લોખંડના ભારને મૂકી સીસાના ભારને બાંધવાનું મારાથી શક્ય નથી.
ત્યાર પછી તે પુરુષોએ તેને આખ્યાનની વાણીથી(ઘણા દષ્ટાંતોથી) અને પ્રજ્ઞાપની વાણીથી(સારા નરસાના વિવેકથી) સમજાવ્યો પણ તે માન્યો નહીં, ત્યારે તેઓ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. ક્રમશઃ આગળ વધતાં-વધતાં તેઓએ તાંબાની ખાણો, ચાંદીની ખાણો, સોનાની ખાણો, રત્નની ખાણો અને વજ (હીરા)ની ખાણો જોઈ.(તેઓ જેમ-જેમ મૂલ્યવાન વસ્તુઓ મળતી ગઈ, તેમ-તેમ અલ્પ કિંમતવાળી વસ્તુઓ છોડી મૂલ્યવાન વસ્તુ લેતા ગયા અને અંતે વજ (હીરા)ને લઈ ચાલ્યા. બધી ખાણો પર પેલા કદાગ્રહી સાથીને સમજાવ્યો પણ તે સમજ્યો નહીં અને લોખંડ લઈને જ ચાલ્યો). ९९ तए णं ते पुरिसा जेणेव सया जणवया, जेणेव साइं साइं णगराई, तेणेव उवागच्छंति वइरविक्किणणं करेंति, सुबहुदासीदासगोमहिसगवेलगं गिण्हंति,