________________
[ ૧૨ ]
શ્રી રાયપસણીય સૂત્ર
सरीरं । तयाणंतरं च णं मम पिउणो वि एस सण्णा, तयाणंतरं मम वि एसा सण्णा जाव समोसरणं, तं णो खलु अहं बहुपुरिसपरंपरागयं कुलणिस्सियं दिढि छंडेस्सामि । ભાવાર્થ - ત્યાર પછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું- હે ભગવન્! મારા પિતામહના એવા જ વિચાર, એવોજ સિદ્ધાંત અને એવી જ માન્યતા હતી કે જે જીવ છે તે જ શરીર છે અને જે શરીર છે તે જ જીવ છે. જીવ શરીરથી ભિન્ન નથી અને શરીર જીવથી ભિન્ન નથી. ત્યાર પછી મારા પિતાના પણ એવા જ વિચાર અને એવી જ માન્યતા હતી અને મારા પણ એવા જ વિચાર અને એવી જ માન્યતા છે. અનેક પેઢીઓની કુળ પરંપરાથી ચાલી આવતી આ માન્યતાને હું છોડીશ નહીં. લોહવણિકના દષ્ટાંત દ્વારા પ્રદેશીને સદ્ગોધ:९५ तए णं केसी कुमारसमणे पएसिरायं एवं वयासी- मा णं तुमं पएसी ! पच्छाणुताविए भवेज्जासि, जहा व से पुरिसे अयहारए । के णं भंते । से अयहारए ?
पएसी ! से जहाणामए केई पुरिसा अत्थत्थी, अत्थगवेसी, अत्थलुद्धगा, अत्थकंखिया, अत्थपिवासिया अत्थगवेसणयाए विउलं पणियभंडमायाए सुबहु भत्तपाणपत्थयणं गहाय एगं महं अगामियं छिण्णावायं दीहमद्धं अडविं अणुपविट्ठा । ભાવાર્થ :- ત્યાર પછી કેશીકમાર શ્રમણે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું- હે પ્રદેશી ! પેલા લોખંડના ભારને વહન કરનાર લોહવણિકની જેમ તારે પસ્તાવું ન પડે, તેનું તું ધ્યાન રાખજે. પ્રદેશી– હે ભગવન્! તે લોહવણિક કોણ હતો? તેને શા માટે પસ્તાવું પડ્યું?
કેશીકમાર શ્રમણ– હે પ્રદેશી ! કેટલાક ધનના અર્થી, ધનના ગવેષક, ધનના લોભી, ધનની આકાંક્ષાવાળા, ધનપિપાસુ પુરુષો ધનની શોધમાં(ધન કમાવા) વિપુલ પ્રમાણમાં કરિયાણું ભરીને, સાથે ઘણું ભાતું લઈને નીકળ્યા અને નિર્જન નિરાપદ, લાંબી અટવીમાં જઈ ચડ્યા. ९६ तए णं ते पुरिसा तीसे अगामियाए अडवीए कंचि देसं अणुप्पत्ता समाणा एगमहं अयागरं पासति, अएणं सव्वओ समंता आइण्णं विच्छिण्णं सच्छड उवच्छड फुड गाढ पासंति हट्ठतुटु जाव हियया अण्णमण्णं सद्दावेति एवं वयासी- एस णं देवाणुप्पिया ! अयभंडे इढे कंते जाव मणामे तं सेयं खलु देवाणुप्पिया ! अम्हं अयभारयं बंधित्तए त्ति कटु अण्णमण्णस्स एयमटुं पडिसुर्णेति अयभारंबंधति बंधित्ता अहाणुपुव्वीए संपत्थिया। ભાવાર્થ:- તે અટવીમાં આગળ વધતા તેઓએ ત્યાં ચારે બાજુ ઘણું લોઢું દટાયેલું હોય તેવી વિશાળ, ઊંડી, પૅજીભૂત અને સ્પષ્ટ દેખાતી એક લોખંડની ખાણ જોઈ. ખાણ જોતા જ હર્ષિત હૃદયે તેઓએ એકબીજાને કહ્યું– આ લોઢું આપણા માટે ઇષ્ટ, પ્રિય તથા મનોજ્ઞ છે અર્થાત્ વિશેષ ઉપયોગી છે, માટે હે દેવાનુપ્રિય! આ લોખંડને અહીંથી લઈ જવું શ્રેયકારી છે. આ પ્રમાણે પરસ્પર વિચાર વિનિમય કરીને તેઓએ ત્યાંથી લોખંડ લઈ લીધું અને ક્રમશઃ આગળ ચાલવા લાગ્યા. ९७ तए णं ते पुरिसा अगामियाए जाव अडवीए किंचि देसं अणुपत्ता समाणा एग महं तउआगरं पासंति, तउएणं आइण्णं तं चेव जाव सद्दावेत्ता एवं वयासी