________________
[ ૧૫]
અને કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! પેલા લોહવણિકની જેમ મારે પસ્તાવું પડે, તેવું હું નહીં કરું. હું આપ દેવાનુપ્રિય પાસેથી કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવા ઇચ્છું છું.
કેશીકુમાર શ્રમણ- હે દેવાનુપ્રિય! જેમ સુખ ઉપજે તેમ કરો પણ વિલંબ ન કરો. આ પ્રમાણે કહીને કેશીકુમાર શ્રમણે ચિત્તની જેમ અહીં પ્રદેશ રાજા વગેરેને મુનિધર્મ અને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી પ્રદેશી રાજાએ પણ ચિત્ત સારથિની જેમ શ્રાવકના બારવ્રતને અંગીકાર કર્યા અને શ્વેતાંબિકા નગર તરફ જવા તત્પર થયો. પ્રદેશી રાજાને વિનય ધર્મ માટે પ્રેરણા - १०२ तए णं केसी कुमारसमणे पएसिं ! रायं एवं वयासी- जाणासि तुमं पएसी ! कइ आयरिया पण्णत्ता? हंता जाणामि, तओ आयरिआ पण्णत्ता, तंजहा-कलायरिए, सिप्पायरिए, धम्मायरिए । जाणासि णं तुम पएसी ! तेसिं तिण्हं आयरियाणं कस्स का विणयपडिवत्ती पउंजियव्वा ?
हंता जाणामि, कलायरियस्स सिप्पायरिस्स उवलेवणं संमज्जणं वा करेज्जा, पुरओ पुप्फाणि वा आणवेज्जा, मज्जावेज्जा, मंडावेज्जा, भोयावेज्जा वा विउलं जीवियारिहं पीइदाणं दलएज्जा, पुत्ताणुपुत्तियं वित्तिं कप्पेज्जा ।
जत्थेव धम्मायरियं पासिज्जा तत्व वंदेज्जा णमंसेज्जा सक्कारेज्जा सम्माणेज्जा, कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासेज्जा, फासुएसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेज्जा, पाडिहारिएणं पीढ फलग-सिज्जा संथारएणं उवणिमंतेज्जा ।
एवं च ताव तुमं पएसी ! एवं जाणासि तहावि णं तुम ममं वामेणं जाव वट्टित्ता मम एयमटुं अखामित्ता जेणेव सेयविया णगरी तेणेव पहारेत्थ गमणाए ? ભાવાર્થ - ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને કહ્યું- હે પ્રદેશી ! આચાર્ય કેટલા પ્રકારના હોય, તે શું તું જાણે છે? પ્રદેશી– હા ભગવન્! જાણું છું. આચાર્યના ત્રણ પ્રકાર હોય છે– (૧) કલાચાર્ય (૨) શિલ્પાચાર્ય (૩) ધર્માચાર્ય. કેશીકમાર શ્રમણ– હે પ્રદેશી ! આ ત્રણે આચાર્યોમાંથી કોની, કેવી રીતે વિનય પ્રતિપત્તિ કરવી જોઈએ તે શું તું જાણે છે?
પ્રદેશી– હા ભગવન્! જાણું છું. કલાચાર્ય અને શિલ્પાચાર્યના શરીર પર ચંદન આદિનો લેપ અને તેલ આદિનું માલિશ કરવું, સ્નાન કરાવવું, પુષ્પ આદિ ભેટ રૂપે ધરવા, કપડાં આદિને સુરભિગંધથી સુગંધિત કરવા, આભૂષણો આદિથી શણગારવા, આદરપૂર્વક જમાડવા, આજીવિકાને યોગ્યવિપુલ પ્રીતિદાન દેવું અને પુત્રોના પુત્રોનું ભરણપોષણ થઈ શકે તેવી આજીવિકાની વ્યવસ્થા કરવી જોઈએ. ૭૨ કલાનું જ્ઞાન આપનાર કલાચાર્યની અને શિલ્પનું શિક્ષણ આપનાર શિલ્પાચાર્યની આ વિનય પ્રતિપત્તિ છે.
ધર્માચાર્યને જોતાં જ તેમને વંદન-નમસ્કાર કરવા, સત્કાર કરવો, સન્માન કરવું, કલ્યાણમંગલ–દેવ સ્વરૂપી તેમની પર્યાપાસના કરવી તથા અચિત્ત અને નિર્દોષ અશન, પાન, ખાધ, સ્વાદ્ય, આ ચાર પ્રકારના આહારથી પ્રતિલાભિત કરવા, પાઢીયારાં પીઠ, ફલક, શય્યા, સંસ્તારક આદિ ગ્રહણ કરવા