________________
[ ૧૫૮ ]
શ્રી રાયપસણીય સૂત્ર
થાવતુ ઉપદેશ લબ્ધ છો, તો હે ભગવન્! શું તમે મને હથેળીમાં રાખેલા આમળાની જેમ જીવને શરીરમાંથી બહાર કાઢીને પ્રત્યક્ષ બતાવી શકશો? હવાના દષ્ટાંતે જવાબ:९० तेणं कालेणं तेणं समएणं पएसिस्स रण्णो अदूरसामंते वाउयाए संवुत्ते, तणवणस्सइकाए एयइ वेयइ चलइ फंदइ घट्टइ उदीरइ, तं तं भावं परिणमइ ।
तए णं केसी कुमारसमणे पएसीरायं एवं वयासी-पाससी णं तुमं पएसी राया! एयं तणवणस्सई एयंत जाव तं तं भावं परिणमंतं ? हंता पासामि ।
जाणासि णं तुम पएसी ! एवं तणवणस्सइकायं किं देवो चालेइ, असुरो वा चालेइ, णागो वा, किण्णरो वा चालेइ, किंपुरिसो वा चालेइ, महोरगो वा चालेइ, गंधव्वो वा चालेइ ? हंता जाणामि- णो देवो चालेइ जाव णो गंधव्वो चालेइ, वाउयाए चालेइ ।
पाससि णं तुमं पएसी ! एयस्स वाउकायस्स सरूविस्स सकम्मस्स सरागस्स समोहस्स सवेयस्स सलेसस्स ससरीरस्स रूवं? णो तिणटे समटे ।
जइ णं तुम पएसी राया ! एयस्स वाउकायस्स सरूविस्स जाव ससरीरस्स एवं ण पाससि तं कहं णं पएसी ! तव करयलसि व्व आमलगं जीवं उवदंसिस्सामि ? ભાવાર્થ – પ્રદેશ રાજા ત્યાં બેઠા હતા જે સમયે તેણે જીવ બતાવવાનું કહ્યું તે સમયે અર્થાત્ પ્રદેશીએ પ્રશ્ન કર્યો તેટલામાં જ તેની નજીક જોરથી પવન વાવા લાગ્યો, તેથી તૃણ, વનસ્પતિ હલવા લાગી, કંપવા લાગી, ડોલવા લાગી, ફરફરવા લાગી, પરસ્પર અથડાવા લાગી, નમવા લાગી અને નવા નવા આકારે ઊડવા લાગી.
તે સમયે કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને કહ્યું– પ્રદેશી ! તૃણ, વનસ્પતિ હલવા લાગી છે યાવતું નવા નવા આકારે ઉડવા લાગી છે, તે તને દેખાય છે? પ્રદેશી– હા, હું ભગવન્! તે મને દેખાય છે. કેશીકુમાર શ્રમણ- હે પ્રદેશી ! આ તૃણ વનસ્પતિને દેવ, અસુર, નાગકુમાર, કિન્નર, ક્રિપુરુષ, મહોરગ, ગંધર્વ કોણ હલાવે છે? તે તું જાણે છે? પ્રદેશી- હા, હું જાણું છું. તેને કોઈ દેવાદિ હલાવતા નથી પણ વાયુ(પવન) હલાવે છે. કેશીકુમાર શ્રમણ- હે પ્રદેશી ! સરૂપી, મૂર્તિ, સકર્મ, સરાગી, સમોહી, સવેદી, સલેશી અને સશરીરી એવા વાયુકાયના રૂપને શું તું જોઈ શકે છે? પ્રદેશી- હે ભગવન્! તેમ શક્ય નથી અર્થાતુ તેને જોઈ શકતો નથી. કેશીકુમાર શ્રમણ– હે પ્રદેશ રાજા ! જો તું સરૂપી યાવતું સશરીરી એવા વાયુકાયના રૂપને જોઈ શકતો નથી, તો હે પ્રદેશી ! ઇન્દ્રિયાતીત અને અમૂર્ત જીવને હું હાથમાં રહેલા આંબળાની જેમ તને કેવી રીતે દેખાડી શકું? ९१ एवं खलु पएसी ! दस ट्ठाणाई छउमत्थे मणुस्से सव्वभावेणं ण जाणइ ण