________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
૧૫૭ ]
પ્રાપ્ત કરીશ. હે દેવાનુપ્રિય! તેથી જ હું તમારી સાથે વિરુદ્ધ તથા વિપરીત રીતે વર્યો છું.
८८ तए णं केसी कुमारसमणे पएसीरायं एवं वयासी- जाणासि णं तुम पएसी ! कइ ववहारगा पण्णत्ता? हंता जाणामि। चत्तारि ववहारगा पण्णत्ता-देइ णामेगेणोसण्णवेइ। सण्णवेइ णामेगे णो देइ । एगे देइ वि सण्णवेइ वि । एगे णो देइ णो सण्णवेइ ।
जाणासि णं तुमं पएसी! एएसिं चउण्हं पुरिसाणं के ववहारी के अव्ववहारी? हंता जाणामि ! तत्थ णं जे से पुरिसे देइ णो सण्णवेइ, से णं पुरिसे ववहारी । तत्थ णं जे से पुरिसे णो देइ सण्णवेइ, से णं पुरिसे ववहारी । तत्थ णं जे से पुरिसे देइ वि सण्णवेइ वि से पुरिसे ववहारी । तत्थं णं जे से पुरिसे णो देइ णो सण्णवेइ से णं अव्ववहारी । एवामेव तुम पि ववहारी, णो चेव णं तुम पएसी अव्ववहारी । ભાવાર્થ - ત્યાર પછી કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું- હે પ્રદેશી ! શું તું જાણે છે કે વ્યવહાર કરનારના કેટલા પ્રકાર હોય છે? પ્રદેશી- હા, જાણું છું કે વ્યવહાર કરનાર ચાર પ્રકારના હોય છે. યથા- (૧) કેટલાક લોકો અન્યને કાંઈક આપે છે પણ મીઠી ભાષા બોલી સંતોષકારક વ્યવહાર કરતા નથી. (૨) કેટલાક લોકો મીઠી ભાષા બોલી, સંતોષકારક વ્યવહાર કરે છે પણ તેને કશું આપતા નથી. (૩) કેટલાક લોકો અન્યને કાંઈક આપે છે અને મીઠી ભાષા બોલી, સંતોષકારક વ્યવહાર પણ કરે છે. (૪) કેટલાક લોકો અન્યને કશું આપતા પણ નથી અને મીઠી ભાષા બોલી સંતોષકારક વ્યવહાર પણ કરતા નથી. કેશીકમાર શ્રમણ- હે પ્રદેશી ! તું જાણે છે કે આ ચાર પ્રકારના પુરુષોમાંથી વ્યવહારી(વ્યવહાર કુશળ) કોણ કહેવાય? અને અવ્યવહારી(વ્યવહાર શૂન્ય) કોણ કહેવાય? પ્રદેશી– હા ભગવાન! હું જાણું છું કે તેમાંથી (૧) જે આપે છે પણ મીઠી વાણી બોલતા નથી, તે વ્યવહારી છે. (૨) જે આપતા નથી પણ મીઠી વાણીથી બોલે છે તે પણ વ્યવહારી છે (૩) જે આપે પણ છે અને મીઠી વાણી બોલે પણ છે તે વ્યવહારી છે. આ ત્રણ વ્યવહાર કુશળ છે અને જે આપતા પણ નથી અને મીઠી વાણી બોલી સંતોષકારક વ્યવહાર કરતા નથી, તે અવ્યવહારી છે. કેશીકમાર શ્રમણ- હે પ્રદેશી ! તું વ્યવહારી છો, અવ્યવહારી નથી અર્થાતુ હે પ્રદેશી ! તું સારી રીતે બોલીને મને સંતોષ આપતો નથી તો પણ તને મારા પ્રત્યે ભક્તિ–બહુમાન છે માટે પ્રથમ ભંગના પુરુષની જેમ તું વ્યવહારી છે.(કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને પહેલાં કઠિયારાના દષ્ટાંતે મૂર્ખ કહ્યો હતો અને પછી જ્યારે રાજાએ તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ પ્રકટ કર્યો ત્યારે શુદ્ધભાવોના કારણે તેને વ્યવહારી કહ્યો છે.) જીવને કાઢી બતાવવાનો નવમો તર્કઃ८९ तए णं पएसी राया केसीकुमारसमणं एवं वयासी- तुझे णं भंते ! इय छेया दक्खा जाव उवएसलद्धा, समत्था णं भंते! ममं करयलंसि व्व आमलयं, जीवं सरीराओ अभिणिवट्टित्ताणं उवदंसित्तए ? ભાવાર્થ - ત્યારપછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું- હે ભગવન્! તમો સમયજ્ઞ, દક્ષ