________________
શ્રી રાયપસેણીય સૂત્ર
वा, पायच्छिण्णए वा, सीसच्छिण्णए वा, सूलाइए वा एगाहच्चे कूडाहच्चे जीवीयाओ ववरोविज्जइ । जे णं गाहावइपरिसाए अवरज्झइ से णं तएण वा, वेढेण वा, पलालेण वा, वेढेत्ता अगणिकाएणं झामिज्जइ । जे णं माहणपरिसाए अवरज्झइ से णं अणिट्ठाहिं अकंताहिं जाव अमणामाहिं वग्गूहि उवालंभित्ता कुंडियालंछणए वा सूणगलंछणए वा कीरइ, णिव्विसए वा आणविज्जइ । जे णं इसिपरिसाए अवरज्झइ से णं णाइअणिट्ठाहिं जाव णाइअमणामाहिं वग्गूहिं उवालब्भइ ।
૧૫૬
एवं च ताव पएसी ! तुमं जाणासि तहा वि णं तुमं ममं वामं वामेणं, दंड दंडेणं, पडिकूलं पडिकूलेणं, पडिलोमं पडिलोमेणं, विविच्चासं विविच्चासेणं वट्टसि ।
ભાવાર્થ:- પ્રદેશી રાજાનો ઉપાલંભ સાંભળ્યા પછી કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું– હે પ્રદેશી ! તું જાણે છે પરિષદા કેટલી હોય છે ? પ્રદેશી– જી હા. હું જાણુ છું. ચાર પ્રકારની પરિષદા હોય છે– (૧) ક્ષત્રિય પરિષદા (૨) ગાથાપતિ પરિષદા (૩) બ્રાહ્મણ પરિષદા (૪) ઋષિ પરિષદા. કેશીકુમાર શ્રમણ– પ્રદેશી ! તું એ પણ જાણે છે કે આ ચાર પરિષદાઓના અપરાધીઓને માટે કઈ દંડનીતિ છે ? પ્રદેશી– હા, જાણું છું. ક્ષત્રિય પરિષદાના અપરાધીના હાથ, પગ, માથું કાપી નાખવામાં આવે, શૂળી પર ચઢાવવામાં આવે, એક જ તીક્ષ્ણ પ્રહારથી તેને મારી નાખવામાં આવે છે.
ગાથાપતિ પરિષદાના અપરાધીને ઝાડની છાલ, તૃણાદિના દોરડા કે પલાલમાં લપેટીને(બાંધીને) અગ્નિમાં સળગાવી દેવામાં આવે છે. બ્રાહ્મણ પરિષદના અપરાધીને અનિષ્ટ, અપ્રિય તથા અમનોહર શબ્દોથી ઉપાલંભ આપીને, તપાવેલા લોખંડના સળીયાથી ડામ આપીને અથવા અપરાધી-પાપીના લક્ષણથી ચિહ્નિત કરીને અર્થાત્ કાળા કપડા પહેરાવીને દેશનિકાલની આજ્ઞા આપવામાં આવે છે. ઋષિ પરિષદના અપરાધીને ન અતિ અનિષ્ટ યાવત્ ન અતિ અમનોજ્ઞ શબ્દો દ્વારા ઉપાલંભ આપવામાં આવે છે. કેશીકુમાર શ્રમણ– પૂર્વોક્ત દંડનીતિ જાણવા છતાં પણ હે પ્રદેશી ! તું મારી સાથે વિરુદ્ધમાં વિરુદ્ધ રીતે, ઉદંડમાં ઉદંડ રીતે, પ્રતિકૂળમાં પ્રતિકૂળ અને વિપરીતમાં વિપરીત રીતે વર્તી રહ્યો છે.
८७ णं एसी राया केसि कुमारसमणं एवं वयासी- एवं खलु अहं देवाणुप्पिए हिं पढमिल्लुएणं चेव वागरणेणं संलत्ते, तए णं ममं इमेयारूवे अज्झत्थिए जाव संकप्पे समुपज्जित्था - जहा जहा णं एयस्स पुरिसस्स वामं वामेणं जाव विवच्चासं विवच्चासेणं वट्टिस्सामि तहा तहा णं अहं णाणं च णाणोवलंभं च करणं च करणोवलंभं च दंसणं च दंसणोवलंभं च जीवं च जीवोवलंभं च उवलभिस्सामि । तं एएणं कारणेणं अहं देवाणुप्पियाणं वामं वामेणं जाव विवच्चासं विवच्चासेणं वट्टिए ।
ભાવાર્થ:- ત્યાર પછી પ્રદેશી રાજાએ પોતાના મનોગત ભાવોને વ્યક્ત કરતાં કેશી કુમારશ્રમણને કહ્યું કે હે ભગવન્ ! આપની સાથેના પ્રથમ વાર્તાલાપ સમયે જ મારા મનમાં વિચાર આવ્યો હતો કે આ પુરુષ સાથે હું જેમ-જેમ વિરુદ્ધમાં વિરુદ્ધ તથા વિપરીતમાં વિપરીત રીતે વર્તીશ, તેમ-તેમ હું વધુમાં વધુ સારી રીતે જ્ઞાનના સ્વરૂપને સમજીશ તથા જ્ઞાનના લાભને પ્રાપ્ત કરીશ, તે જ રીતે કરણ–ચારિત્ર તથા ચારિત્રના લાભને, દર્શન તથા દર્શનના લાભને, જીવના સ્વરૂપને તથા જીવના સ્વરૂપની પ્રાપ્તિના લાભને