________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
[ ૧૫૯ ]
पासइ, तं जहा- धम्मत्थिकाय, अधम्मत्थिकायं, आगासत्थिकाय, जीवं असरीरबद्धं, परमाणुपोग्गलं, सई, गंध, वायं, अयं जिणे भविस्सइ वा, णो वा भविस्सइ, अयं सव्वदुक्खाणं अंतं करिस्सइ वा णो वा करिस्सइ । एयाणि चेव उपण्णणाणदंसणधरे अरहा जिणे केवली सव्वभावेणं जाणइ पासइ तं जहा- धम्मत्थिकायं जाव णो वा करिस्सइ । तं सद्दहाहि णं तुम पएसी ! जहा- अण्णो जीवो, तं चेव । ભાવાર્થ :- હે પ્રદેશી ! છદ્મસ્થ જીવ દશ સ્થાનને સંપૂર્ણપણે જાણતા નથી અને જોતા નથી. તે આ પ્રમાણે છે– (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય (૪) જીવ(શરીર રહિત જીવ) (૫) પરમાણુ પુલ, (૬) શબ્દ, (૭) ગંધ, (૮) વાયુ, (૯) આ જીવ જિન થશે કે નહીં? (૧૦) આ જીવ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં? સંપૂર્ણ જ્ઞાન-દર્શનના ધારક એવા અહંત, જિન, કેવળી ધર્માસ્તિકાય થાવત આ જીવ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં વગેરે દસ પદાર્થોને જાણે અને જુએ છે. માટે તે પ્રદેશી ! તું શ્રદ્ધા રાખ કે જીવ અને શરીર બંને જુદા-જુદા છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વાયુના દષ્ટાંતથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરી છે.
છ દ્રવ્યમાંથી એક પુદ્ગલ દ્રવ્ય જ રૂપી છે. પુદ્ગલ દ્રવ્યરૂપી હોવા છતાં કેટલાક સૂક્ષ્મ પુદ્ગલસ્કંધો છદ્મસ્થોને પ્રત્યક્ષ થતાં નથી. જેમ કે વાયુકાયિક જીવોનું શરીરરૂપી પગલિક અને આઠસ્પર્શી છે. તેમ છતાં તે ચક્ષુરિન્દ્રિયથી ગ્રાહ્ય નથી.
આત્મા તો અરૂપી દ્રવ્ય છે. તેથી તે કોઈ પણ ઇન્દ્રિય દ્વારા જાણી શકાતો નથી. છદ્મસ્થોના ઇન્દ્રિયજન્ય જ્ઞાનની મર્યાદા હોવાથી સૂત્રોક્ત દશ પદાર્થોને તે પ્રત્યક્ષ જાણી શકતા નથી. હાથી-કંથવાની અસમાનતાનો દસમો તર્ક :
९२ तए णं से पएसी राया केसि कुमारसमणं एवं वयासी- से णूणं भंते ! हथिस्स कुंथुस्स य समे चेव जीवे ? हंता पएसी ! हत्थिस्स य कुंथुस्स य समे चेव जीवे ?
से णूणं भंते ! हत्थीओ कुंथू अप्पकम्मतराए चेव अप्पकिरियतराए चेव अप्पासवतराए चेव एवं आहार-णीहार-उस्सासणीसास इड्डी-मह-ज्जुइए अप्पतराए चेव, एवं च कुंथुओ हत्थी महाकम्मतराए चेव महाकिरियतराए जाव महाजुइयतराए चेव ?
हंता पएसी ! हत्थीओ कुंथू अप्पकम्मतराए चेव जाव अप्पजुइयतराए चेव कुंथुओ वा हत्थी महा कम्मतराए चेव जाव महज्जुइयतराए चेव । कम्हा णं भंते ! हथिस्स य कुंथुस्स य समे चेव जीवे ? ભાવાર્થ :- ત્યાર પછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું- હે ભગવન્! શું હાથી અને કંથવાનો જીવ એક સમાન છે? કેશીકમાર શ્રમણ- હા, પ્રદેશી ! હાથી અને કંથવાનો જીવ એક સમાન છે. પ્રદેશી હે ભગવન! શું હાથી કરતાં કંથવો અલ્પકર્મ, અલ્પક્રિયા, અલ્પ આશ્રવવાળો છે? તે જ રીતે