________________
[ ૧૫ર |
શ્રી શયપણેણીય સૂત્ર
ભાવાર્થ:- ત્યાર પછી કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને આ પ્રમાણે કહ્યું- હે પ્રદેશી ! તે કયારેય ધમણ (મશક)માં હવા ભરી છે કે ભરાવી છે ખરી? પ્રદેશી- હે ભગવન્! મેં મશકમાં હવા ભરી પણ છે અને ભરાવી પણ છે.
કેશીકમારશ્રમણ- હે પ્રદેશી ! શું વાયુથી ભરેલી ધમણ અને વાયુ રહિત ધમણના વજનમાં ન્યૂનાધિકતા- અંશ માત્ર ફેરફાર જણાય છે ખરો? પ્રદેશી-હે ભગવન્! તેમાં ન્યૂનાધિકતા જણાતી નથી. - કેશીકમારશ્રમણ– હે પ્રદેશી ! જીવમાં અગુરુલઘુ નામનો ગુણ છે. જીવ અરૂપી છે. તેથી તે હળ વો નથી અને ભારે પણ નથી. તેથી જીવતા અને મરેલા ચોરના વજનમાં ન્યૂનાધિકતા થતી નથી. માટે હે પ્રદેશી તું શ્રદ્ધા કર કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે. શરીરમાં જીવ ન દેખાવાનો આઠમો તર્ક - ७८ तए णं पएसी राया केसीकुमारसमणं एवं वयासी- अत्थि णं भंते ! एसा जाव णो उवागच्छइ- एवं खलु भंते ! अहं अण्णया जाव चोरं उवणेइ । तए णं अहं तं पुरिसं सव्वओ समंता समभिलोएइ, णो चेव णं तत्थं जीवं पासामि ।
तए णं अहं तं पुरिसं दुहा फालियं करेमि, करित्ता सव्वतो समंता समभिलोएमि, णो चेव णं तत्थ जीवं पासामि, एवं तिहा चउहा संखेज्ज-फालियं करेमि, णो चेव णं तत्थ जीवं पासामि ।
जइ णं भंते ! अहं तं पुरिसं दुहा वा, तिहा वा, चउहा वा, संखेज्जहा वा फालियम्मि जीवं पासंतो तो णं अहं सद्दहेज्जा तं चेव । जम्हा णं भंते ! अहं तेसिं दुहा वा तिहा वा चउहा वा संखिज्जहा वा फालियंसि वा जीवं ण पासामि; तम्हा सुपइट्ठिया मे पइण्णा जहा- तं जीवो तं सरीरं, तं चेव । ભાવાર્થ:- ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મારી આ ઉપરોકત માન્યતા છે, તેને ટેકો આપતો અન્ય પણ પુરાવો છે, જેના કારણે હું આપના કથનનો સ્વીકાર કરતો નથી, તે આ પ્રમાણે છે- હે ભગવન્! એકવાર હું મારા ગણનાયકોની સાથે બહારની ઉપસ્થાન શાળા(સભાભવન)માં બેઠો હતો. તે સમયે નગરરક્ષકો એક ચોરને પકડીને લઈ આવ્યા. તે પુરુષમાં જીવ છે કે નહીં તે જોવા મેં ચારે બાજુથી તેનું નિરીક્ષણ કર્યું. પણ ક્યાંય જીવ દેખાયો નહીં.
ત્યાર પછી તે પુરુષને મેં ઊભો ચીરી નાંખીને, બે ટુકડા કરી, તેનું ચારેકોરથી નિરીક્ષણ કર્યું પણ મને જીવ દેખાયો નહીં. આ જ રીતે મેં તે પુરુષના ત્રણ, ચાર, સંખ્યાત નાના-નાના ટુકડા કરી તેમાં જીવને ગોતવા પ્રયત્ન કર્યો પણ મને જીવ દેખાયો નહીં.
હે ભગવન્! તે પુરુષના બે, ત્રણ, ચાર, સંખ્યાત ટુકડાઓમાં જો જીવ દેખાયો હોત તો હું શ્રદ્ધા કરત કે જીવ અને શરીર જુદા-જુદા છે.
હે ભગવન્! તે પુરુષમાં કે તેના બે, ત્રણ, ચાર, સંખ્યાત ટુકડાઓમાં ક્યાંય જીવ દેખાયો નથી.