________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
| १५१ ।
મૃત અને જીવિત ચોરના વજનનો સાતમો તર્ક:
७६ तए णं से पएसी केसीकुमारसमणं एवं वयासी- अस्थि णं भंते ! एस पण्णा उवमा इमेण पुण कारणेणं णो उवागच्छइ-एवं खलु भंते! जाव विहरामि । तए णं मम णगरगुत्तिया चोर उवणेति । तए णं अहं तं पुरिसं जीवंतगं चेव तुलेमि, तुलेत्ता छविच्छेयं अकुव्वमाणे जीवियाओ ववरोवेमि, मयं तुलेमि, णो चेव णं तस्स पुरिसस्स जीवंतस्स वा तुलियस्स, मुयस्स वा तुलियस्स केइ अण्णत्ते वा, णाणत्ते वा, ओमत्ते वा, तुच्छत्ते वा गरुयत्ते वा लहुयत्ते वा ।
___ जइ णं भंते ! तस्स पुरिसस्स जीवंतस्स वा तुलियस्स, मुयस्स वा तुलियस्स केइ अण्णत्ते वा जाव लहुयत्ते वा तो णं अहं सद्दहेज्जा, तं चेव । जम्हा णं भंते ! तस्स पुरिसस्स जीवंतस्स वा तुलियस्स, मुयस्स वा तुलियस्स पत्थि केइ अण्णत्ते वा जाव लहुयत्ते वा, तम्हा सुपइट्ठिया मे पइण्णा जहा- तं जीवो; तं चेव । ભાવાર્થ :- ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું કે- હે ભગવન્! મારી આ ઉપરોકત માન્યતા છે, તેને ટેકો આપતો અન્ય પણ પુરાવો છે, જેના કારણે આપની વાત મને સમજાતી નથી અર્થાત્ હું આપના કથનનો સ્વીકાર કરતો નથી, તે આ પ્રમાણે છે
હે ભગવન! એક વાર હું મારા ગણનાયકો વગેરેની સાથે બહારની ઉપસ્થાન શાળા(સભાભવન)માં બેઠો હતો. તે સમયે નગરરક્ષકો એક ચોરને પકડીને લઈ આવ્યા. મેં તે જીવતા ચોરનું વજન કર્યું અને પછી તેના એક પણ અંગોપાંગનું છેદન ન થાય તે રીતે મેં તેને મારી નાંખ્યો. તે મરી ગયો ત્યારે તેના મૃત શરીર (શબ)નું વજન કર્યું. તે પુરુષનું જીવતા જે વજન હતું, તેટલું જ વજન તેના મૃત શરીરનું થયું. તે બંનેના વજનમાં ન્યૂનાધિકતા ન હતી, ન વજન વધ્યું કે ન ઘટયું, ન વજનદાર લાગ્યો કે ન હળવો અર્થાત્ તે બંનેના વજનમાં અંશ માત્ર ફેર પડ્યો નહીં.
જીવ અને શરીર જુદા-જુદા હોય અને જીવ શરીરમાંથી નીકળી જાય તો મૃત શરીરનું વજન ઘટવું જોઈએ. હે ભગવાન! જો તે પુરુષના જીવિતાવસ્થાના વજન કરતાં મૃતાવસ્થાના વજનમાં ન્યૂનાધિકતાદિ થઈ હોત, તો હું શ્રદ્ધા કરત કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે. હે ભગવાન ! જીવતા અને મરેલા તે પુરુષના વજનમાં જરા પણ વધ-ઘટ થઈ નથી, તેથી મારી માન્યતા જ સુસંગત છે. ધમણના દષ્ટાતે જવાબ:७७ तए णं केसी कुमारसमणे पएसिं रायं एवं वासी- अस्थि णं पएसी ! तुमे कयाइ वत्थी धंतपुव्वे वा धमावियपुव्वे वा ? हंता अस्थि ।।
अत्थि णं पएसी ! तस्स वत्थिस्स पुण्णस्स वा तुलियस्स, अपुण्णस्स वा तुलियस्स केइ अण्णत्ते वा जाव लहुयत्ते वा ? णो तिणढे समढे । एवामेव पए सी ! जीवस्स अगुरुलहुयत्तं पडुच्च जीवंतस्स वा तुलियस्स, मुयस्स वा तुलियस्स पत्थि केइ अण्णत्ते वा जाव लहुयत्ते वा, तं सद्दहाहि णं तुम पएसी ! तं चेव ।