________________
૧૫૦
શ્રી રાયપસણીય સૂત્ર
ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય, ત્યારે તે લોખંડ વગેરેના ભારને ઉપાડવામાં સમર્થ રહેતો નથી.
જો તે યુવાન પુરુષ જ વૃદ્ધ, જર્જરિત કાયાવાળો તથા ભૂખ-તરસથી વ્યાકુળ થઈ જાય ત્યારે પણ મોટા વજનદાર લોખંડાદિના ભારને ઉપાડવામાં સમર્થ રહે તો હું શ્રદ્ધા કરું કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે. પરંતુ તે યુવાન પુરુષ વૃદ્ધ તથા ક્લાન્ત થાય ત્યારે મોટા વજનદાર લોખંડના ભારને ઉપાડવામાં સમર્થ રહેતો નથી,(શરીર અને આત્મા એક હોય તો યુવાન અને વૃદ્ધના આત્મામાં એકસરખું સામર્થ્ય રહેવું જોઈએ. યુવાન શરીર(આત્મા) ભાર ઉપાડવામાં સમર્થ છે અને વૃદ્ધ શરીર કે આત્મા ભાર ઉપાડવામાં સમર્થ નથી.) માટે મારી માન્યતા સુસંગત જ છે. જીર્ણ ઉપકરણના દષ્ટાતે જવાબ:७५ तए णं केसी कुमार-समणे पएसिं रायं एवं वयासी- से जहाणामए केइ परिसे तरुणे जाव सिप्पोवगए णवियाए विहंगियाए, णवएहिं सिक्कएहिं, णवए हिं पच्छियापिडएहिं पहू एगं महं अयभारं जाव परिवहित्तए ? हंता पभू । ___पएसी ! से चेव णं पुरिसे तरुणे जाव सिप्पोवगए जुण्णियाए दुब्बलियाए घुणक्खइयाए विहंगियाए जुण्णएहिं दुब्बलएहिं घुणक्खइएहिं सिढिल-तया-पिणद्धए हिं सिक्कएहिं, जुण्णएहिं, दुब्बलिएहिं घुणखइएहिं पच्छियापिंडएहिं पभू एगं महं अयभारं वा जाव परिवहित्तए ? णो तिणढे समढे । कम्हा णं ? भंते ! तस्स पुरिसस्स जुण्णाई उवगरणाई भवंति ।
एवामेव पएसी ! से चेव णं पुरिसे जुण्णे जाव किलंते जुण्णोवगरणे णो पभू एगं महं अयभारं वा जाव परिवहित्तए, तं सद्दहाहि णं तुम पएसी ! जहाअण्णो जीवो अण्णं सरीरं । ભાવાર્થ :- ત્યાર પછી કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને દષ્ટાંત આપતાં આ પ્રમાણે કહ્યું– કોઈ યુવાન તથા પોતાના કાર્યમાં નિપુણ પુરુષ નવી કાવડ, નવા શીકા કે નવા ટોપલાદિ દ્વારા શું લોખંડાદિના વજનદાર ભારને ઉપાડવામાં સમર્થ હોય છે? પ્રદેશી- હા, તે ભાર ઉપાડવામાં સમર્થ છે. કેશીકુમારશ્રમણ– હે પ્રદેશી ! તે જ યુવાન તથા કાર્યમાં નિપુણ તે પુરુષ જૂની, ઘસાઈ ગયેલી અને ઊઘઈ દ્વારા ખવાઈ ગયેલી કાવડ, જીર્ણ-શીર્ણ, ઘસાઈ ગયેલા, ખવાઈ ગયેલા તથા સડી ગયેલા શીકા અને જૂના, ઘસાઈ ગયેલા, ખવાઈ ગયેલા ટોપલાદિ દ્વારા શું વજનદાર લોખંડાદિના મોટા ભારને ઉપાડવામાં સમર્થ છે? પ્રદેશી– ના, તે પુરુષ જીર્ણ-શીર્ણ કાવડાદિ દ્વારા લોખંડાદિના મોટા ભારને લઈ જવામાં સમર્થ થતો નથી. કેશીકુમારશ્રમણ– તેનું શું કારણ છે?પ્રદેશી–તે પુરુષના ઉપકરણો જીર્ણ છે, તેથી તે જીર્ણ ઉપકરણ-સાધન દ્વારા ભાર વહન કરી શકતો નથી. કેશીકુમારશ્રમણ– હે પ્રદેશી ! તે જ પ્રમાણે તે વૃદ્ધ તથા ક્લાન્ત પુરુષનું શરીરરૂપી ઉપકરણ જીર્ણ થઈ ગયું છે. જીર્ણ શરીર રૂપી સાધનના કારણે તે લોખંડાદિના ભારને વહન કરવા સમર્થ થતો નથી. માટે હે પ્રદેશી ! તું શ્રદ્ધા કર કે જીવ અને શરીર જુદા-જુદા છે.