________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
| १५३
માટે મારી “જીવ અને શરીર એક છે', તે માન્યતા સુસંગત જ છે. કઠિયારાના દષ્ટાંતે જવાબ:
७९ तए णं केसिकुमारसमणे पएसिं रायं एवं वयासी- मूढतराए णं तुमं पएसी ! ताओ तुच्छतराओ । के णं भते ! तुच्छतराए ?
____पएसी ! से जहाणामए केइ पुरिसे वणत्थी वणोवजीवी वणगवेसणयाए जोई च जोइभायणं च गहाय कट्ठाणं अडविं अणुपविट्ठा । तए णं ते पुरिसा तीसे अगामियाए जाव कंचि देसं अणप्पत्ता समाणा एग परिसं एवं वयासी- अम्हे णं देवाणुप्पिया ! कट्ठाणं अडविं पविसामो, एत्तो णं तुम जोइभायणाओ जोई गहाय अम्हं असणं साहेज्जासि । अह तं जोइभायाणे जोई विज्झवेज्जा तो णं तुम कट्ठाओ जोई गहाय अम्हं असणं साहेज्जासि त्ति कटु कट्ठाणं अडविं अणुपविट्ठा । ભાવાર્થ - ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને કહ્યું- હે પ્રદેશી ! તું પેલા અક્કલહન પુરુષની જેમ મૂઢ છે. પ્રદેશીએ પૂછ્યું તે અક્કલ હીન પુરુષ કોણ છે?
કેશીકમારશ્રમણ– હે પ્રદેશી ! કેટલાક વનાર્થી, વનોપજીવી કઠિયારાઓ અગ્નિપાત્ર સાથે લઈ વનમાં નીકળી પડ્યા અને ઘણા લાકડા મળી રહે તેવી નિર્જન અટવીમાં પ્રવેશ્યા. અટવીનો કેટલોક પ્રદેશ પાર કર્યા પછી અર્થાત્ અટવીમાં અંદર ગયા પછી તેઓએ પોતાના એક સાથીદારને કહ્યું- હે દેવાનુપ્રિય! અમે વધુ લાકડા માટે અટવીના ઊંડાણમાં જઈએ છીએ. તું આ સળગતી સગડી તારી પાસે રાખ અને અમે પાછા આવીએ ત્યાં સુધીમાં અમારે માટે રસોઈ બનાવી રાખજે. કદાચ કોઈ કારણથી સગડીની આગ ઓલવાઈ જાય, તો આ લાકડામાંથી અગ્નિ મેળવીને ભોજન બનાવજે. આ પ્રમાણે કહીને તેઓ લાકડા લેવા માટે અટવીમાં આગળ વધ્યા. ८० तए णं से पुरिसे तओ मुहत्तरस्स तेसिं पुरिसाणं असणं साहेमि त्ति कटु जेणेव जोइभायणे तेणेव उवागच्छइ । जोइभायणे जोई विज्झायमेव पासइ । तए णं से पुरिसे जेणेव से कटे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तं कट्ठ सव्वओ समंता समभिलोएइ, णो चेव णं तत्थ जोइं पासइ । तए णं से पुरिसे परियरं बंधइ, फरसु गिण्हइ, तं कटुं दुहा फालियं करेइ, सव्वतो समंता समभिलोएइ, णो चेव णं तत्थ जोई पासइ । एवं जाव संखेज्जफालियं करेइ, सव्वतो समंता समभिलोएइ, णो चेव णं तत्थ जोइ पासइ । ભાવાર્થ - તેઓના ગયા પછી થોડીવારે હવે રસોઈ બનાવું' તેમ વિચારીને તે પુરુષ સગડી પાસે આવ્યો, ત્યાં તેણે સગડીમાં અગ્નિ બુઝાઈ ગયેલો જોયો. ત્યારે તેણે પોતાના સાથીની ભલામણ પ્રમાણે લાકડામાંથી અગ્નિ મેળવવા, તે લાકડાને હાથમાં લઈ ચારેબાજુ ફેરવી ફેરવીને તપાસ્યું પણ તેમાં ક્યાંય અગ્નિ દેખાયો નહીં. ત્યાર પછી તે પુરુષે કમર કસીને, કુહાડો લઈ તેના દ્વારા લાકડાના બે ટુકડા કર્યા અને બંને ટુકડાને ચારેબાજુથી તપાસ્યા પણ તેમાં ક્યાંય આગ દેખાણી નહીં. ત્યારે તેણે લાકડાના ટુકડે ટુકડા