________________
બીજો વિભાગ : પ્રદેશી રાજા
उवागच्छित्ता तं अयोकुंभिं उल्लंछावेमि, तं अयोकुंभि किमिकुंभिं पिव पासामि, णो चेव णं तीसे अयोकुंभीए केइ छिड्डे इ वा जाव राई वा, जओ णं ते जीवा बहियाहिंतो अणुपविट्ठा। जइ णं तीसे अओकुंभीए होज्ज केइ छिड्डे इ वा जाव अणुपविट्ठा, तेणं अहं सद्दहेज्जा जहा- अण्णो जीवो तं चेव । जम्हा णं तीसे अओकुंभीए णत्थि केइ छिड्डे इ वा जाव अणुपविट्ठा; तम्हा सुपइट्ठिया मे पइण्णा નફા- તેં નીવો તે સરીર; તા ચેવ ।
૧૪૭
ભાવાર્થ :– ત્યાર પછી કેટલોક સમય પસાર થયા પછી, એક દિવસ તે લોહકુંભી પાસે જઈને મેં તે કુંભીનું રેણ ખોલાવી અને જોયું, તો તે કુંભીમાં કીડાઓ ખદબદતા હતા. તે કુંભીમાં ક્યાંય રાઈ જેવડો છેદ, છિદ્ર કે તિરાડ ન હતી કે જેના દ્વારા તે કૃમિના જીવો બહારથી તેમાં પ્રવેશી શકે. જો તે લોહકુંભીમાં છેદ, છિદ્ર કે તિરાડ થઈ હોત તો હું એમ માની લેત કે કૃમિના તે જીવો તે છિદ્રાદિ દ્વારા કુંભીમાં પ્રવેશ્યા છે અને હું શ્રદ્ધા કરી લેત કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે. પરંતુ તે કુંભીમાં કોઈ છિદ્રાદિ ન થવાથી હું સમજું છું કે તે કૃમિઓનું શરીર અને તેની સાથે તેઓના જીવ કુંભીમાંજ ઉત્પન્ન થયા છે. જો જીવ શરીરથી ભિન્ન હોય તો કુંભીમાં છિદ્ર કર્યા વિના તે જીવો તેમાં કેવી રીતે પ્રવેશી શકે ? માટે જીવ અને શરીર એક છે, તેવી મારી ધારણા સુપ્રતિષ્ઠિત છે, યોગ્ય છે.
તપાવેલા લોખંડના દૃષ્ટાંતે જવાબ ઃ
७१ तए णं केसी कुमारसमणे पएसी रायं एवं वयासी- अत्थि णं तुमे पएसी ! कयाइ य अए धंतपुव्वे वा धम्मावियपुव्वे वा ? हंता अत्थि ।
पसी ! अए धंते समाणे सव्वे अगणिपरिणए भवइ ? हंता भव । अत्थि णं पएसी ! तस्स अयस्स केइ छिड्डे इ वा जेणं जोई बहियाहिंतो अंतो अणुपविट्ठे ? सट्टे । एवमेव पएसी ! जीवो वि अप्पडिहयगई पुढविं भिच्चा सिलं भिच्चा पव्वयं भिच्चा बहियाहिंतो अणुपविसइ । तं सद्दहाहि णं तुमं पएसी ! तहेव । ભાવાર્થ :- ત્યારપછી કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું– હે પ્રદેશી ! તેં ક્યારે ય તપાવેલા લોઢાને જોયું છે ? કે તેં ક્યારે ય લોઢાને તપાવ્યું છે ?
પ્રદેશી– હા, મેં તપાવેલા લોઢાને જોયું છે અને મેં લોઢું તપાવ્યું પણ છે. કેશીકુમારશ્રમણ– હે પ્રદેશી ! તે તપાવેલું લોઢું શું અગ્નિમય લાલચોળ થઈ જાય છે, તે વાત સાચી છે ? પ્રદેશી– હા, ભગવાન ! તે લોઢું અગ્નિમય બની જાય છે.
કેશીકુમારશ્રમણ— તે લોઢામાં ક્યાં ય કોઈ છિદ્ર કે તિરાડ વગેરે હોય છે કે તે છિદ્ર દ્વારા અગ્નિ બહારથી તેની અંદર પ્રવેશી શકે ? પ્રદેશી– તે લોઢામાં ક્યાંય, કોઈ છિદ્રાદિ હોતા નથી.
કેશીકુમારશ્રમણ– હે પ્રદેશી ! નક્કર લોઢામાં છિદ્રાદિ ન હોવા છતાં અગ્નિ પ્રવેશે છે, તેમ લોહમય કુંભીમાં કૃમિના જીવ બહારથી પ્રવેશ કરી શકે છે, તેમ તું માન. જીવ અપ્રતિહત(કોઈથી અટકે નહીં તેવી) ગતિવાળો છે. તે પૃથ્વીને ભેદીને, શિલાને ભેદીને, પર્વતને ભેદીને બહારથી અંદર પ્રવેશી શકે છે. માટે હે પ્રદેશી તું શ્રદ્ધા કર કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે.