________________
[ ૧૪૬ ]
શ્રી રાયપસણીય સૂત્ર ६८ अत्थि णं पएसी ! तीसे कूडागारसालाए केइ छिडे इ वा जाव राई वा जओ णं से सद्दे अंतोहिंतो बहिया णिग्गए ? णो तिणढे समढे । एवामेव पएसी! जीवे वि अप्पडिहयगई-पुढवि भिच्चा, सिलं भिच्चा पव्वयं भिच्चा अंतोहितो बहिया णिग्गच्छइ, तं सद्दहाहि णं तुमं पएसी ! अण्णो जीवो अण्णं सरीरं; णो तज्जीवो तं सरीरं । ભાવાર્થ - હે પ્રદેશી ! શિખરના આકારની ઘુમ્મટવાળી કોઈ કૂટાગાર શાળા(ભવન કે ઓરડો) હોય, તે અંદર-બહાર ચારે બાજુથી લીંપેલી હોય, તેના દ્વાર ગુપ્ત હોય અર્થાતુ એવા સજ્જડ બંધ કરેલા હોય કે દ્વાર છે તેવી ખબર જ ન પડે, નિર્વાત-ગંભીર હોય અર્થાત્ હવા પણ પ્રવેશી ન શકે તેવી નિછિદ્ર હોય, તે કૂટાગાર શાળામાં કોઈ પુરુષ ભેરી અને તેને વગાડવાનો દંડો લઈ પ્રવેશે અને પછી તેના દ્વાર આદિને ચારે બાજથી એવા સજ્જડ બંધ કરી દે કે તે બારણાઓ વચ્ચે જરાપણ અંતર કે તિરાડ ન રહે. ત્યાર પછી કૂટાગાર શાળાની વચ્ચોવચ્ચે રહીને તે પુરુષ મોટા અવાજે તે ભેરીને વગાડે, તો તે પ્રદેશી ! ભેરીનો તે અવાજ બહાર નીકળે ખરો? પ્રદેશી- હા, ભગવાન ! તે અવાજ બહાર આવે છે. કેશીકમાર શ્રમણ- હે પ્રદેશી ! શું તે કૂટાગાર શાળામાં ક્યાંય કોઈ છિદ્ર કે તિરાડ છે કે તેમાંથી તે અવાજ બહાર નીકળી શકે? પ્રદેશી- હે ભગવન્! તેમાં ક્યાંય છિદ્રાદિ નથી. કેશીકુમાર શ્રમણ– હે પ્રદેશી ! અવાજની જેમ જીવ અપ્રતિહત ગતિવાળો છે. પૃથ્વીને ભેદીને, શિલા કે પર્વતને ભેદીને, તેમાંથી સોંસરું નીકળી જવાનું સામર્થ્ય જીવમાં છે.(કાણા વિનાની કૂટાગાર શાળામાંથી અવાજ નીકળી જાય છે, તેમ કાણા વિનાની લોહકુંભમાંથી જીવ બહાર નીકળી જાય છે.) માટે હે પ્રદેશી તું જીવ અને શરીર ભિન્ન છે તેવી શ્રદ્ધા કર. લોહકુભીમાં કૃમિ આગમનનો ચોથો તર્ક:६९ तए णं पएसी राया केसी कुमारसमणं एवं वयासी- अत्थि णं भंते ! एस पण्णा उवमा, इमेणं पुण कारणेणं णो उवागच्छइ- एवं खलु भंते ! अहं अण्णया कयाइ बाहिरियाए उवट्ठाणसालाए जाव विहरामि । तए णं ममं णगरगुत्तिया ससक्खं जाव उवणेति । तए णं अहं तं पुरिसंजीवियाओ ववरोवेमि, जीवियाओ ववरोवेत्ता अयोकुंभीए पक्खिवावेमि, अउमएणं पिहाणएणं पिहावेमि जाव पच्चइएहिं पुरिसेहिं रक्खावेमि । ભાવાર્થ:- ત્યારપછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મારી ઉપરોક્ત માન્યતાને ટેકો આપતો અન્ય પુરાવો છે, જેના કારણે હું આપના કથનનો સ્વીકાર કરતો નથી, તે પુરાવો આ પ્રમાણે છે
પ્રદેશી- હે ભગવાન! એકવાર હું મારા ગણનાયકો વગેરેની સાથે મારી બાહ્ય ઉપસ્થાનશાળા (સભાભવન)માં બેઠો હતો. તે સમયે મારા નગર રક્ષકો એક ચોરને બાંધીને મારી સમક્ષ લઈ આવ્યા.
ત્યારપછી મેં તે પુરુષને મારી નાંખ્યો અને તેના મૃત શરીરને લોહ કુંભમાં રાખીને લોખંડના ઢાંકણાથી તેને સજ્જડ બંધ કરાવી, રેણ કરાવી, તેનો ચોકી પહેરો કરવા વિશ્વાસુ સૈનિકોને ત્યાં રાખ્યા. ७० तए णं अहं अण्णया कयाई जेणेव सा कुंभी तेणेव उवागच्छामि, तं