________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
| १४५
ભાવાર્થ:- ત્યારપછી મેં તે પુરુષને જીવતો જ લોખંડની એક કુંભી(કોઠી)માં પૂરી દીધો અને લોખંડના ઢાંકણાથી તેને સજ્જડ બંધ કરાવીને તેના ઉપર લોઢા અને સીસાના રસથી રેણ મરાવી દીધું અર્થાત્ તે કુંભમાં હવા પણ ન પ્રવેશી શકે તેવી રીતે તેને પેક કરાવી દીધી અને તેની ચોકી કરવા વિશ્વાસુ સૈનિકોનો ચોકી પહેરો રાખી દીધો. ६५ तए णं अहं अण्णया कयाइं जेणामेव सा अउकुंभी तेणामेव उवागच्छामि, उवागच्छित्ता तं अउकुंभिं उल्लंछावेमि, उल्लंछावित्ता तं पुरिसं सयमेव पासामि, णो चेव णं तीसे अओकुंभीए केइ छिड्डे इ वा विवरे इ वा अंतरे इ वा राई वा, जओ णं से जीवे अंतोहितो बहिया णिग्गए ।। ભાવાર્થ - ત્યાર પછી વખત જતાં, એક દિવસ તે લોખંડની કુંભી પાસે જઈને મેં તે લોખંડની કુંભીનું રેણ કઢાવી, કુંભી ખોલાવીને જોયું તો તે પુરુષ મૃત્યુ પામ્યો હતો પણ તે કુંભમાં રાઈ જેવડો પણ છેદ ન હતો, છિદ્ર(કાણું) ન હતું, તિરાડ ન હતી કે વાળ જેવી બારીક રેખા(તડ) પણ ન હતી કે જેના દ્વારા તે મૃતકનો જીવ બહાર નીકળી જાય. ६६ जइ णं भंते ! तीसे अओकुंभीए होज्ज केइ छिड़े वा जाव राई वा, जओ णं से जीवे अंतोहितो बहिया णिग्गए, तो णं अहं सद्दहेज्जा पत्तिएज्जा रोएज्जा जहा अण्णो जीवो अण्णं सरीरं, णो तं जीवो तं सरीरं । जम्हा णं भंते ! तीसे अओकुंभीए णस्थि केइ छिड्डे इ वा जाव णिग्गए, तम्हा सुपइट्ठिया मे पइण्णा जहा- तं जीवो तं सरीरं, णो अण्णो जीवो अण्णं सरीरं । ભાવાર્થ :- જો તે લોહકુભીમાં રાઈ જેવડો પણ છેદ, છિદ્ર કે બારીક તિરાડ પણ થઈ હોત, તો હે ભગવન્! હું માની લેત કે તે પુરુષનો જીવ તેમાંથી બહાર નીકળી ગયો છે તેથી “જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે.” આપની તે વાત પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરત.
પરંતુ તે લોહકુંભમાં કોઈ છેદ, છિદ્ર કે બારીક તિરાડ પણ પડી નથી તેથી હું માનું છું કે તે પુરુષના મૃત્યુ સાથે તે જીવ પણ મરી ગયો છે. શરીરથી ભિન્ન જીવ હોય તો તે છિદ્રાદિ કરી બહાર નીકળી જાત. આ છિદ્રાદિ ન હોવાથી મારી ધારણા સુપ્રતિષ્ઠિત છે, યોગ્ય જ છે. ફૂટાગાર શાળાના દષ્ટાંતે જવાબ - ६७ तए णं केसी कुमारसमणे पएसिं रायं एवं वयासी- पएसी ! से जहाणामए कूडागारसाला सिया-दुहओ लित्ता गुत्ता गुत्तदुवारा णिवाया णिवायगंभीरा । अह णं केइ पुरिसे भेरिं च दंडं च गहाय कूडागारसालाए अंतो-अंतो अणुप्पविसइ, अणुपविसित्ता तीसे कूडागारसालाए सव्वओ समंता घण-निचिय-निरंतर णिच्छिड्डाई दुवारवयणाई पिहेइ। तीसे कूडागारसालाए बहुमज्झदेसभाए ठिच्चा तं भेरि दंडएणं महया-महया सद्देणं तालेज्जा। से णूणं पएसी ! से सद्दे णं अंतोहितो बहिया णिग्गच्छइ ? हंता णिग्गच्छइ ।