________________
[ ૧૪૪ ]
શ્રી શયપણીય સૂત્ર
(૩) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ, દિવ્ય કામભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત બની જાય છે. તે દેવ “હું હમણાં જાઉં, થોડીવારમાં જાઉ”, તેમ વિચારે તેટલા સમયમાં તો અલ્પ આયુવાળા મનુષ્યો મૃત્યુ પામી જાય છે. તેથી તે મનુષ્યલોકમાં આવવાની ઇચ્છા કરવા છતાં આવી શકતા નથી. (૪) દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ, દિવ્ય કામભોગમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત બની જાય છે, તેને મનુષ્યલોકની દુર્ગધ પ્રતિકૂળ હોય છે, મનુષ્ય લોકની દુર્ગધ ચારસો-પાંચસો યોજન સુધી ઉપર ફેલાયેલી રહે છે.(યુગલિક કાળમાં ચારસો યોજન અને શેષ કાળમાં પાંચસો યોજન સુધી આ દુર્ગધ ઊંચી ફેલાય છે.) તેથી તે મનુષ્યલોકમાં આવવાની ઇચ્છા કરવા છતાં આવી શકતા નથી.
હે પ્રદેશી ! આ જ કારણથી દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલા દેવ મનુષ્ય લોકમાં શીધ્ર આવવા ઇચ્છે છે પણ આવી શકતા નથી. માટે હે પ્રદેશી ! તું એવી શ્રદ્ધા રાખ કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે, પરંતુ જીવ અને શરીર એક નથી. લોહ કુંભમાં છિદ્રાદિ ન પડવાનો ત્રીજો તર્ક:|६३ तए णं पएसी राया केसि कुमार-समणं एवं वयासी-अत्थि णं भंते ! एस पण्णा, उवमा, इमेणं पुण कारणेणं णो उवागच्छइ-एवं खलु भंते! अहं अण्णया कयाई बाहिरियाए उवट्ठाणसालाए अणेग गणणायग-दंडणायग-रायईसर-तलवर-माडबिय कोडुंबियइब्भ-सेट्टि-सेणावासस्थवाह-मंति-महामंति-गणग-दोवारिय-अमच्चचेङपीढ महणग-णिगम-दूय-संधिवालेहिं सद्धिं संपरिवुडे विहरामि । तए णं मम णगरगुत्तिया ससक्खं सहोढं सगेवेज्ज अवउडबंधणबद्धं चोरं उवणेति । ભાવાર્થ - ત્યારપછી પ્રદેશ રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! મારી આ ઉપરોક્ત માન્યતા છે, તેને ટેકો આપતો અન્ય પણ પુરાવો છે, જેના કારણે હું આપના કથનનો સ્વીકાર કરતો નથી, તે આ પ્રમાણે છે
' હે ભગવાન! એકવાર હું મારા ગણના મુખ્ય ગણનાયકો, દંડનુંવિધાન કરનારા દંડનાયકો, રાજાઓ જાગીરદારો, ઐશ્વર્ય સંપન્ન ઈશ્વરો, રાજા દ્વારા સુવર્ણ પટથી સન્માન કરાયેલા તલવરો, પાંચસો ગામના સ્વામી એવા માડંબિકો, ઘણા કુટુંબોનું પાલન કરનારા કૌટુંબિકો, હસ્તિ પ્રમાણ દ્રવ્ય રાશિના સ્વામી ઇભ્યો, નગરના મુખ્ય વ્યાપારી-શ્રેષ્ઠીઓ, ચતુરંગી સેનાના નાયક સેનાપતિઓ, દેશાંતરમાં જઈ વ્યાપાર કરનારા સાર્થવાહો, રાજાના સલાહકાર મંત્રીઓ, મંત્રીઓના ઉપરી મહામંત્રી, જ્યોતિષ શાસ્ત્રને જાણકાર ગણકો, નગરની રક્ષા માટે દ્વાર ઉપર ઊભા રહેતા દ્વારપાળો, રાજ્યના અધિષ્ઠાયક રાજપુરુષો એવા અમાત્યો, ચેટ-સેવકો, સમવયસ્ક મિત્ર એવા પીઠમર્દકો, નગરના રહેવાસી નાગરિકો, નિગમ- વેપારીઓ, સંદેશાવાહક દૂતો, સંધિપાલો વગેરેની સાથે(હું) મારી બાહ્ય ઉપસ્થાન શાળા(સભાભવન)માં બેઠો હતો. તે સમયે મારા નગરરક્ષકો એક ચોરને મુદામાલ સાથે, ચોરાઉ વસ્તુને ગળામાં પહેરાવી, અવકોટન બંધને બાંધીને એટલે ડોક પરથી દોરડું પાછળ પીઠ ઉપર લઈ જઈ પીઠ પાછળ બંને હાથ ભેગા કરી તે દોરડાથી બાંધીને મારી સમક્ષ લઈ આવ્યા. ६४ तए णं अहं तं पुरिसंजीवंतं चेव अउकुंभीए पक्खिवावेमि, अओमएणं पिहाणए णं पिहावेमि, अएण य तउएण य आयावेमि, आयपच्चइएहिं पुरिसेहिं रक्खावेमि ।